Home /News /surat /Gujarat Navratri: નવરાત્રીમાં મજા આવી? મોડી રાત સુધી ગરબા રમ્યાં? હર્ષ સંઘવીએ આવું કેમ પૂછ્યું?

Gujarat Navratri: નવરાત્રીમાં મજા આવી? મોડી રાત સુધી ગરબા રમ્યાં? હર્ષ સંઘવીએ આવું કેમ પૂછ્યું?

હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ પોસ્ટમાં જણાવ્યુ કે, 'આ વર્ષે નવરાત્રીમાં મજા આવી? મોડી રાત્રી સુધી ગરબા રમ્યા?' જોકે, સોશિયલ મીડિયાની આ પોસ્ટ પર તેમને લોકોએ ઘણાં અભિપ્રાય આપ્યા છે.

  સુરત: આજે નવરાત્રી બાદની અગિયારસ છે. રાજ્યભરમાં લોકોએ કોરોનાકાળના બે વર્ષ બાદ નવરાત્રીની મઝા માણી છે. આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા દ્વારા લોકોને સવાલ પૂછ્યો છે. હર્ષ સંઘવીએ આડકતરી રીતે ગુજરાત પોલીસની સરાહના કરી છે અને નાના વેપારીઓનો સારો ધંધો થયો હોય તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યુ કે, 'આ વર્ષે નવરાત્રીમાં મજા આવી? મોડી રાત્રી સુધી ગરબા રમ્યા?' જોકે, સોશિયલ મીડિયાની આ પોસ્ટ પર તેમને લોકોએ ઘણાં અભિપ્રાય આપ્યા છે.

  હર્ષ સંધવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવ્યું કે, આ વર્ષે નવરાત્રીમાં મજા આવી? મોડી રાત્રી સુધી ગરબા રમ્યાં? નવરાત્રી દરમ્યાન આપણી પોલીસની અથાગ મેહનતની સાથે મોડી રાત સુધી ખાનપાન સહિતના નાનાં નાનાં બજારો ખુલ્લા રહ્યા. આપણા નાના રેસ્ટોરન્ટના માલિકો લારી-ખુમચાવાળાઓને સારા વ્યાપારની તક મળી અને એમના ઘરમાં દિવાળીનો સારો ઉજાસ આવવાનું નક્કી થયું, તેનો આનંદ છે. આપણી સંકૃતિની ઓળખ સમુ શક્તિની દેવીની ભક્તિનું આ પર્વ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયું તેનું ગર્વ છે.  જેમાં એક વ્યક્તિએ જવાબ આપતા જણાવ્યુ કે, સાચી વાત છે, આ વખતે નવરાત્રીનો આનંદ અને ઉલ્લાસ અલગ હતો. ખેલૈયાઓને અને બધા ગુજરાતીઓને ગરબાનો પૂરતો સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.  નોંધનીય છે કે, દશેરા નિમિત્તે સુરત શહેર પોલીસના અઠવાલાઈન્સ સ્થિત હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. સુરતમાં સૌપ્રથમ વખત કોઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનરની સાથે શસ્ત્ર પૂજા કરી હતી. શસ્ત્ર પૂજન કર્યા પછી ગૃહ રાજ્યમંત્રીએ ખેડાની ઘટનાનો સંદર્ભ આપી જણાવ્યું હતું કે, ત્યાં શાંતિપૂર્વક નવરાત્રીનો તહેવાર ઉજવાતો હતો ત્યારે કોઈક ચોક્કસ સમાજે નહીં પણ કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. તેમણે આ નિવેદન દ્વારા અસામાજીક તત્ત્વોને માપમાં રહેવા તાકીદ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat police, Navratri 2022, ગુજરાત, નવરાત્રી, હર્ષ સંઘવી

  विज्ञापन
  विज्ञापन