સુરત સેશન્સ કોર્ટે પણ હત્યારા ફેનિલની ફાંસીની સજાની બહાલીની અપીલ કરી છે.
સુરત (Surat)ની દીકરી ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya case)ના હત્યારા ફેનીલની ફાંસીની સજા યથાવત રાખવા હાઈકોર્ટ (Gujarat High Court)માં માંગ કરાઈ છે. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી છે. તો સાથે જ સુરત સેશન્સ કોર્ટે પણ હત્યારા ફેનિલની ફાંસીની સજાની બહાલીની અપીલ કરી છે.
સુરત (Surat)ની દીકરી ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya case)ના હત્યારા ફેનીલની ફાંસીની સજા યથાવત રાખવા હાઈકોર્ટ (Gujarat High Court)માં માંગ કરાઈ છે. ગુજરાત સરકારે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરી છે. તો સાથે જ સુરત સેશન્સ કોર્ટે પણ હત્યારા ફેનિલની ફાંસીની સજાની બહાલીની અપીલ કરી છે.
સુરતમાં બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયણીની ફાંસીની સજાનો મામલે સેસન્સ કોર્ટે ફાંસીની સજાની બહાલીની હાઈકોર્ટમાં અપીલ કરી છે. બહુચર્ચિત ગિષ્માં વેકરિયાના હત્યા કેસમાં ચાર્જશીટ 70 દિવસ બાદ હત્યારા આરોપીને ફાંસીની સજા સુરત કોર્ટે કટકારી છે. આ કેસને કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણ્યો હતો. આ ચુકાદો ઐતિહાસિક ચુકાદો છે આ ચુકાદો અંદાજે 500 પાનાનો હતો. જોકે ગણતરીના દિવસોમાં હત્યારા ફેનિલને સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ ફાંસી સજા યથાવત રાખવા સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં માંગ કરાઈ છે.
જોકે હત્યારા આરોપીને કોઈ પણ હિસાબે સજામાં ફેરફાર ન થયા તેવી માંગ કરાઈ છે. કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગિષ્માં વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ હત્યા કરી હતી. તે પણ જાહેરમાં ગિષ્માની હત્યા કરાય હતી, આ હત્યા દરમિયાનનાં કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. જેના પછી સરકારે પણ એક્શનમાં આવીને SIT ની રચના કરીને માત્ર 70 દિવસમાં ચુકાદો આપી ફાંસીની સજા ફટકારી હતી.
ગ્રીષ્માની નિર્મમ પણે હત્યા કરનારા ફેનિલને હવે કોર્ટે ફાંસીની સજા આપી હોવાથી લાજપોર જેલમાં તે પાક્કા કામનો કેદી બની ગયો છે. કેદી તરીકે જેલ દ્વારા દરેકને એક નંબર આપવામાં આવતો હોય છે. એ મુજબ ફેનિલને પણ નંબર આપી દેવામાં આવ્યો છે, જેથી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણી હવે 2231 નંબરથી ઓળખાશે. જ્યાં સુધી ફાંસીના માચડે ફેનિલને લટકાવી દેવામાં ન આવે ત્યાં સુધી લાજપોર જેલમાં રાખવામાં આવશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર