સુરત: ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીએ આજે તેમના ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. આપની 11મી યાદીમાં ગાંધીધામમાંથી બીટી મહેશ્વરીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે દાંતામાં એમ.કે બોમડીઆ, પાલનપુરમાંથી રમેશ નભાણી તથા વરાછા રોડ પરથી અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આપની ઉમેદવારોની 11મી યાદી
આપની 11મી યાદીમાં ગાંધીધામમાંથી બીટી મહેશ્વરીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે દાંતામાં એમ.કે બોમડીઆ, પાલનપુરમાંથી રમેશ નભાણી તથા વરાછા રોડ પરથી અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કામરેજમાં મુકેશ ઠાકર, રાધનપુરમાં લાલજી ઠાકોર, મોડાસામાં રાજેન્દ્રસિંહ પરમાર, રાજકોટ પૂર્વમાં રાહુલ ભૂવા, રાજકોટ પશ્ચિમમાં દિનેશ જોષી, કુતૂયાણામાં ભીમાભાઇ દાનાભાઇ મકવાણા, બોટાદમાં ઉમેશ મકવાણા, ઓલપાડમાં ધાર્મિક માલાવિઆ, વરાછા રોડ પર અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૧મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
આમ આદમી પાર્ટીએ 10મી યાદી જાહેર કરીને 21 ઉમેદવાર જાહેર કર્યા હતા. આ યાદી અનુસાર આપે અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. આપની 10મી યાદીમાં જે નામ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે વાવથી ડૉ. ભીમ પટેલ, ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી રાજેશ દીક્ષિત, દસક્રોઈથી કિરણ પટેલ, ધોળકાથી જાત્તુલા ગોલ, ધાંગધ્રાથી વાગજી પટેલ, વિરમગાથી કુંવરજી ઠાકોર, માણવાદરથી કરશનબાપુ ભદ્રકા, ધારીથી કાંતિ સતાસિયા, સાવરકુંડલાથી ભરત નાકરની, અમરેલીથી અશોક જોલીય, તળાજાથી લાલુબેન ચૌહાણ, ગઢડાથી રમેશ પરમાર, ખંભાતથી ભરતસિંહ ચાવડા સોજીત્રાથી મનુ ઠાકોર, લીમખેડાથી નરેશ બારિયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરાથી જયરાજ સિંહ, અંકલેશ્વરથી અંકુર પટેલ, માંગરોળથી સ્નેહલ વસાવા, સુરત પૂર્વથી મોકેશ સંઘવીના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીની નવમી યાદી
કલોલ (ગાંધીનગર)
કાંતિજી ઠાકોર
દરિયાપુર
તાજ કુરેશી
જમાલપુર-ખાડિયા
હારુન નાગોરી
દસાડા
અરવિંદ સોલંકી
પાલીતાણા
ડો. ઝેડ.પી. ખેની
ભાવનગર પૂર્વ
હમીર રાઠોડ
પેટલાદ
અર્જુન ભરવાડ
નડિયાદ
હર્ષદ વાઘેલા
હાલોલ
ભરત રાઠવા
સુરત પૂર્વ
કંચન જરીવાલા
આપની આઠમી યાદી
આપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે. આ સાથે મહીપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે. વડોદરા શહેરથી ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, અમરેલીથી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર પાવીથી આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે.
આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી સાતમી યાદીમાં કુલ 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કડીથી એચકે ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ, મોરબીથી પંકજ રંસારીયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુર (પોરબંદર)થી રોહિત ભુવા, કાલાવાડથી ડો.જીજ્ઞેશ સોલંકી, જામનગર રુલરથી પ્રકાશ ડોંગા, મહેમદાબાદથી પ્રમોધભાઇ ચૌહાણ, લુનાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત, મહુવા (બારડોલી)થી કુંજન પટેલને ટિકિટ આપવામાં આવી છે.