Home /News /surat /Gujarat Election 2022: ઠક્કરબાપા નગરમાં કોંગ્રેસનો અનોખો પ્રચાર, લોકોનું ધ્યાન ખેંચાય તે માટે બનાવી દુકાન
Gujarat Election 2022: ઠક્કરબાપા નગરમાં કોંગ્રેસનો અનોખો પ્રચાર, લોકોનું ધ્યાન ખેંચાય તે માટે બનાવી દુકાન
કોંગ્રેસનો દુકાન પ્રચાર
Gujarat Election 2022: અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાની આ સીટ માટે ઉમેદવારે ચાર રસ્તા પર દુકાન બનાવી છે અને આ દુકાનમાં મોંઘવારીમાં કઈ વસ્તુનાં કેટલાં ભાવ વધ્યા છે. તે વિશે લખવામાં આવ્યું છે. મોંઘવારીની આ દુકાનમાં ચોખા, ઘઉં, દાળ, સિંગતેલ, પેટ્રોલ, રાંધણગેસ, મીઠું અને શાકભાજીના જુના અને નવા ભાવનો તફાવત લખવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં કોંગ્રેંસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે લોકોનું ધ્યાન ખેચાઈ તે માટે એક દુકાન બનાવી છે. આ એક એવી દુકાન છે જ્યાંથી પસાર થતાં લોકો બે મિનિટ માટે ઉભા રહે છે અને દુકાનની વ્યવસ્થાને નિહાળે છે. ચૂંટણીના માહોલ વચ્ચે આખરે ઉમેદવારને એવું તો શું સૂઝયું કે આ દુકાન બનાવી દીધી જેને લોકો માત્ર જુએ છે પરંતુ ત્યાંથી કશું ખરીદતાં નથી. ભાજપ એટલે ‘ભાવ જોઈને પસ્તાયો’ ના નારા સાથે કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ભાજપના ઉમેદવારને મજબૂત ટક્કર આપી રહ્યા છે.
ચાર રસ્તા પર મોંઘવારીની દુકાન બનાવી
અમદાવાદના ઠક્કરબાપાનગર વિધાનસભાની આ સીટ માટે ઉમેદવારે ચાર રસ્તા પર દુકાન બનાવી છે અને આ દુકાનમાં મોંઘવારીમાં કઈ વસ્તુનાં કેટલાં ભાવ વધ્યા છે. તે વિશે લખવામાં આવ્યું છે. મોંઘવારીની આ દુકાનમાં ચોખા, ઘઉં, દાળ, સિંગતેલ, પેટ્રોલ, રાંધણગેસ, મીઠું અને શાકભાજીના જુના અને નવા ભાવનો તફાવત લખવામાં આવ્યો છે. જો કે આ જ ભાવની દુકાન સાથે બાજુમાં બીજી દુકાન પણ બનાવાવમાં આવી છે જેમાં કોંગ્રેસની પરિવર્તન વાળી સરકાર આવશે ત્યારે શું ભાવ હશે એ અંગે લખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતાં ઠક્કરબાપાનગર ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વિસ્તારમાં લોકો શા માટે ભાજપને મત ના આપવો જોઈએ અને કોંગ્રેસને મત આપવો જોઈએ. તેના માટે મોંઘવારીની દુકાન બનાવવામાં આવી છે. લોકો કોંગ્રેસની વિચારધારાને સ્પર્શે તે માટે આ દુકાન બનાવવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે યોજાવનું છે.
ઠક્કરબાપાનગર વિસ્તારમા પર સૌથી વધારે સૌરાષ્ટ્રના મતદારો વસવાટ કરે છે. વર્ષ 2017 ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલન થયું અને તેમાં આ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો હતો તેમ છતાં ભાજપે સીટ જાળવી રાખી હતી. આ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાથે જોડાયેલાં લોકો વસવાટ કરે છે. રોજબરોજની વસ્તુનાં વેચાણ માટે અહીં મોટી બજાર પણ આવેલી છે. તેના પર લોકોનો રોજગાર ટકેલો છે. વર્ષ 2012 અને 2017માં ભાજપે આ સીટ પર જીત હાંસલ કરી હતી ત્યારે આ વર્ષે કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ આ સીટને હાંસલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર વલ્લભ કાકડીયાએ કોંગ્રેસ ઉમેદવાર બાબુ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવાર વલ્લભ કાકડીયાએ જીત મેળવી હતી અને કોંગ્રેસ ઉમેદવાર ગીતાબેન પટેલને હરાવ્યા હતા. ઠક્કરબાપાનગર બેઠકમાં સૌરાષ્ટ્રના પાટીદારોનું વર્ચસ્વ છે. આ બેઠકમાં બાપુનગરનો પરંપરાગત ભાજપનો ગઢ શામેલ છે. વર્ષ 2012માં પાટીદાર આંદોલન સમયે આ વિસ્તારના જ શ્વેતાંગનું કસ્ટોડિયલ ડેથ થયું હતું. આ કારણોસર ભાજપની સ્થિતિ કફોડી બની હતી. તેમ છતાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ પોતાની પકડ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું.
અમદાવાદના ઠક્કરબાપાનગર સીટ પર ટીકીટ વહેંચણી બાદ સ્થાનિક લોકો જ્યારે રાજીવ ગાંધી ભવન સાથે ટિકિટ ટુ લોકલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે ગુજરાત કોંગ્રેસને જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસને નુકશાન અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી. મદનલાલ જયસ્વાલને ટીકીટ આપો તેવી સ્થાનિક કાર્યકરોએ માંગ પણ કરી હતી.