Home /News /surat /ગુજરાતની સૌથી મોટી વિધાનસભા બેઠક ચોર્યાસીના કાર્યકર્તાઓમાં રોષ, ઝંખના પટેલની ટિકિટ કપાઈ

ગુજરાતની સૌથી મોટી વિધાનસભા બેઠક ચોર્યાસીના કાર્યકર્તાઓમાં રોષ, ઝંખના પટેલની ટિકિટ કપાઈ

ઝંખના પટેલની ટિકિટ કપાઈ

Gujarat Election 2022: ગુજરાતની સૌથી મોટી વિધાનસભા ચોર્યાસી વિધાનસભામાં ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળ્યો હતો. કોળી સમાજના મતો નિર્ણાયક હોવા છતાં એક જ લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજના બે લોકોને ટિકિટ આપતા કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો છે. ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓએ સૂત્રોચાર કરીને નોંધાવ્યો વિરોધ છે.

વધુ જુઓ ...
સુરત: ચોર્યાસી વિધાનસભામાં 1.55 લાખ મત કોળી સમાજના છે અને 1 લાખ કરતાં વધુ મત પરપ્રાંતીઓના છે. અનાવિલ સમાજના 3,000થી 3,500 જ મત છે. છતાં આ બેઠક પરથી અનાવિલ સમાજમાંથી આવતા સંદીપ દેસાઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવતા વિરોધનો સુર ઉઠ્યો છે. સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ અને સુરત APMCમાં ઉપપ્રમુખ છે. ડિસ્ટ્રીક બેંકમાં પણ તેઓ ચેરમેનનું પદ ભોગવી રહ્યા હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કરવામાં આવતા વિવાદ સર્જાયો.

ઝંખના પટેલની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં વિરોધ


ભાજપની પાર્લામેન્ટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે સંગઠનમાં કોઈપણ હોદ્દો ભોગવી રહેલા વ્યક્તિને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત એક મહાનગરમાંથી બે મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. આ ઉપરાંત એક લોકસભા વિસ્તારમાંથી એક જ સમાજમાંથી આવતા બે ઉમેદવારોને ટિકિટ ન આપવાની વાત પણ ચર્ચાઇ રહી હતી. જોકે ચોર્યાસી વિધાનસભા બેઠકના ઉમેદવારને જાહેર કરવામાં આ તમામ મુદ્દાઓને ધ્યાને લેવામાં ન આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે, નવસારી લોકસભામાંથી પિયુષ દેસાઈની ટિકિટ કાપીને રાકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો: દેવ દિવાળી બાદ શ્રી વૈભવ લક્ષ્મી મંદિરમાં અન્નકુટ ઉત્સવ યોજાયો

આ વિસ્તારમાં કોળી સમાજના મતદારો વધારે


આ ઉપરાંત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે એક જ લોકસભામાં અનાવિલ સમાજની બે ટિકિટ આપવામાં આવી છે. તો ચોર્યાસી વિધાનસભામાં મોટાભાગનો જે વિસ્તાર છે તે કાંઠાનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં કોળી સમાજના મતદારો વધારે છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર આવેલો છે. તેમાંથી સુરત લોકસભા બેઠક વિસ્તારમાં આવતા કાંઠા વિસ્તારમાંથી મુકેશ પટેલ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ઝંખના પટેલ કરે છે કોળી સમાજનું પ્રતિનિધિત્વ


નવસારીની લોકસભા બેઠકમાં આવતા વિસ્તારમાંથી ઝંખના પટેલ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પરંતુ મુકેશ પટેલને ટિકિટ આપવામાં આવી અને ઝંખના પટેલની ટિકિટ કપાતા રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ બેઠક પર કોકડું ગુંચવાયી હતું પરંતુ આજે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર વિવાદનો મધપૂડો ઉભો થયો છે. હવે જોવાનું એ છે કે, પાર્ટીએ આ કાર્યકરો નારાજગી દૂર કરવામાં સફળ રહે છે કે પછી નારાજગી સામનો કરવાનો વારો આવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Surat Samachar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन