સુરત : સુરત પોલીસના (Surat Police) ચોપડે છેલ્લા સાત વર્ષથી લઈને બાર વર્ષ સુધી પર આવે તેને પકડી પાડવા સુરત પોલીસે (Surat Police) ગુજરાત એટીએસની (Gujarat ATS) મદદથી અલગ અલગ ટીમો બનાવી નાર્કોટિક્સ હત્યાના (Narcotics) ગુના સંડોવાયેલા છ જેટલા આરોપીઓને ઓડીસા (Orissa) સાથે ઝડપી પાડી તેના વિરુદ્ધ સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. ગુજરાતમાં ગુનાખોરી ડામવા માટે અને ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ સાથે ગુજરાત પોલીસને ખાસ અભિયાન શરૂ કરી દીધી છે.
સુરતના અલગ-અલગ ગુનામાં છેલ્લા સાત વર્ષથી લઈ બાર વર્ષ સુધી પોલીસ પકડથી બચાવવા માટે નાસતા ફરતા હોય તેવા આવે તેને પકડી પાડવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને નશાના કારોબાર સાથે જોડાયેલા સાથે હત્યાના ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ઓરિસ્સામાંસુરત પોલીસની એસઓજીની ટીમને સાથે સંકલન કરીને એક ઓપરેશન શરૂ કર્યું હતું.
જેમાં વરાછા પીએસઆઇ પી.બી,જાડેજા અને લિંબાયત પીએસઆઇ એસ.એસ.મલિક તથા અલગ અલગ પોલીસ મથકના કર્મીઓની એક ટીમ બનાવાઈ હતી.ઓરિસ્સાના અલગ અલગ વિસ્તારમાં છાપો મારી લિંબાયત પોલીસ મથકના નાર્કોટિક્સના આરોપી સિમાંચલ ઉર્ફે કાલિયા ભજરામ પ્રધાન (રહે, ઓરિસ્સા)ને પકડી પાડ્યા હતો. આરોપી 9 વર્ષથી નાસતો ફરતો હતો.
ઝડપાયેલા આરોપીઓ તમામ આરોપીઓને સુરત ખાતે લાવી તેમના વિવિધ સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે જો કે પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપી છેલ્લા ત્રણ વરસથી ક્યાં હતા અને તેમની મદદ પણ કરી કે તે દિશામાં તપાસ શરૂ કરી છે સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષથી નાસતા ફરતા આરોપીઓ એ કયા કયા ગુનામાં સંડોવાયેલા છે તે દિશામાં પણ સુરત પોલીસે તપાસ શરૂ કરી છે