Home /News /surat /

Gujarat Election 2022: અનામત આંદોલનનું એપી સેન્ટર હતી વરાછા બેઠક, જાણો હાલ કેવો છે પાટાદારોનો મૂડ

Gujarat Election 2022: અનામત આંદોલનનું એપી સેન્ટર હતી વરાછા બેઠક, જાણો હાલ કેવો છે પાટાદારોનો મૂડ

Varacha assembly constituency: આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતના વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી

Varacha assembly constituency: આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતના વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022) -: દક્ષિણ ગુજરાતનું મીની સૌરાષ્ટ્ર એટલે સુરત. કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને રાજકારણ આ ત્રણેય બાબતોમાં સુરત નિર્ણાયક અને અગ્રેસર રહે છે. અને આ વાતમાં રાજકીય વિશ્લેષકો પણ કોઇ શંકા દર્શાવતા નથી. શહેરમાં 12 વિધાનસભા બેઠકો છે અને તમામ પર ભાજપનું શાસન છે. આ 12 બેઠકમાંથી સૌથી અગત્યની ગણાય છે વરાછા વિધાનસભાની બેઠક. કારણ કે અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હોય છે. તેથી આજે અમે તમને વરાછા વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણો અને મતદારોના મૂડ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  વરાછા બેઠકની ખાસિયત (Special feature of Varachha seat)

  આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતના વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપને એડીચોટીનું જોર લગાવ્યું પડ્યું હતું. કારણ કે આ બેઠક પર પાટીદાર ફેક્ટર વિજય માટે નિર્ણાયક હોય છે અને વર્ષ 2017માં પાટીદાર આંદોલન તાજો મુદ્દો હતો. વરાછા વિધાનસભા ક્ષેત્રને વર્ષ 2007માં સુરત ઉત્તર અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી અલગથી પાડી અલગ વિધાનસભા બેઠક ઘોષિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બેઠક પર ચૂંટણી ખરાખરીનો જંગ રહી છે.

  વરાછા બેઠકનો રાજકિય ઇતિહાસ (Political history of Varachha seat)

  વરાછા બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે. પાટીદાર આંદોલનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પણ ભાજપ સતત બે ટર્મથી અહીં સત્તામાં છે. વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017માં પાટીદાર આંદોલનના કારણે કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું હતું. આજ બંને ઉમેદવારોને વર્ષ 2012 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતાર્યા હતાં. ત્યારે 1,27,420 મતોમાંથી કિશોર કાનાણીને 68,529 અને ધીરુ ગજેરા 48,170 મતો મળ્યા હતાં. જ્યારે મતની ટકાવારી પ્રમાણે કિશોર કાનાણીને 53.78 ટકા અને ધીરુ ગજેરાને 37.80 ટકા મતો મળ્યા હતાં.

  આ પણ વાંચો- BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ


  કોંગ્રેસને પાટીદાર આંદોલનના કારણે વર્ષ 2012ની ચૂંટણીની સરખામણીમાં 2017ની ચૂંટણીમાં વોટિંગ પર્સેંટેજમાં 06 ટકાનો નફો થયો હતો. તાજેતરના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ 1,97,962 મતદારો છે અને તેમાં પુરૂષ મતદારો 1,12,305 અને સ્ત્રી મતદારો 85851 છે. વર્ષ 2017માં 1,25,191 મતદાતાઓએ મત આપ્યા હતા.

  આ વખતે જામશે ત્રિપાંખીયો જંગ!

  આ વિસ્તાર ભલે ભાજપનો ગઢ ગણાતો હોય, પરંતુ પાટીદાર અનામત સમિતિ દ્વારા આંદોલન બાદ આ વિસ્તારમાં રાજકીય સમીકરણ બદલાયું હતું. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યાં. જેમાંથી 20 જેટલા ઉમેદવારો વરાછા વિધાનસભા બેઠકના કોર્પોરેટર છે. એટલે આ વખતે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર કાંટાની ટક્કર આપશે. સૌથી અગત્યની વાત એ પણ છે કે છેલ્લા બે ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસ સામે ભાજપની સાથોસાથ આમ આદમી પાર્ટીને પણ ટક્કર આપવા તૈયાર છે.

  આ પણ વાંચો: BAPS સ્વામિનારાયણ સંસ્થાઃ જાણો શું છે સંસ્થાનો ઈતિહાસ અને આવનારી ચૂંટણીમાં પક્ષો પર કેવો પડશે આ સંસ્થાનો પ્રભાવ

  2022ની ચૂંટણીમાં આ બેઠકનું મહત્વ

  સુરતના વરાછા વિસ્તારને સૌરાષ્ટ્રના પાટીદાર વેપારીઓ દ્વારા પોતાના સામાનના ટ્રેડિંગ માટે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે અહીં સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી પાટીદાર સમાજના લોકો આવીને વસતા ગયા અને વરાછા ડાયમંડ સિટી સુરતનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું. આ સાથે જ પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે. આ માટે આ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની બની ગઈ છે. તેમાં પણ આમ આદમી પાર્ટી આવ્યા બાદ આ બેઠક પર રાજકીય રસાકસી થોડી વધી છે. હવે 2022ની ચૂંટણીના પરીણામો જ પાટીદારોનો મૂડ સ્પષ્ટ કરશે.

  શું છે અહીંના મતદારોની માંગ?

  વરાછા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા રત્ન કલાકારોની છે. રત્નકલાકાર સંઘના મુજબ લોકડાઉન અને કોરોના કાળમાં આર્થિક સંકળામણના કારણે 25 જેટલાં રત્ન કલાકારોએ આપઘાત કરી લીધું હતું. સરકાર અને અન્ય પક્ષો ક્યારે પણ રત્નકલાકારોની વેદના સમજી શક્યા ન હોવાનો પણ લોકોનો આરોપ છે. આજ દિન સુધી કોઈ પેકેજની જાહેરાત કરાઇ નથી. અનેકવાર રજૂઆત કરાઈ છે તેમ છતાં પ્રોફેશનલ ટેક્સ નાબૂદી કરાઇ નથી જેના કારણે તેનું ભારણ રત્નકલાકારો ઉપર આવે છે. અહીં 24 કલાક પાણી મીટર થકી આપવામાં આવે છે પરંતુ બિલ વધારે આવવાના કારણે લોકોમાં રોષ પણ છે. સરકારી શાળાઓની સંખ્યા વધારવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે. સૌથી મોટી સમસ્યા અહીં ટ્રાફિકની પણ છે લોકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

  વરાછા બેઠક પર વિવાદ (Controversy over Varacha seat)

  - આ વિસ્તાર ઓગસ્ટ 2015 બાદ ફાટી નીકળેલા હિંસક તોફાનોનું કેન્દ્ર રહ્યો છે. આજે પણ આ બેઠક પર પાટીદારોનો દબદબો યથાવત છે. આ વિધાનસભા બેઠક પાટીદાર અનામત આંદલોનના રેડ ઝોનમાં આવે છે.

  - નવા મંત્રીમંડળની શપથ બાદ પૂર્વ મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ દાવો કર્યો હતો કે સુરતની વરાછા બેઠક જીતવી અઘરી છે, કેમ કે, ભાજપના મતદારો વિમુખ થયા છે. સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. મારા મતવિસ્તારમાં પણ વાતાવરણ બગડ્યું છે.

  આ પણ વાંચો- Gujarat election: શું ભાજપ વટવા બેઠક પર વિજયની હેટ્રીક મારી શકશે? જાણો શું કહે છે સમીકરણો


  - શહેર ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ કાપડિયાએ એક ધાર્મિક કાર્યક્રમમાં પાટીદાર આંદોલનને નિશાન બનાવી એવુ કહ્યુ હતુ કે, પાટીદાર આંદોલનથી બીજુ કંઇ મળ્યું કે નહીં તે ખબર નથી. પરંતુ ફેનિલ જેવા 1000 ગુંડા પેદા થયા છે. તેમના આ નિવેદનથી યુવાનોને ન્યાય માટે લોહી વહેડાવનાર પાટીદાર સમાજના કાર્યકરો અને સમાજના અન્ય સભ્યોની લાગણી દુભાઇ છે.




























































  ચૂંટણી વર્ષ



  વિજેતા ઉમેદવાર



  પક્ષ



  2017



  કિશોર કાનાણી



  ભાજપ



  2012



  કિશોર કાનાણી



  ભાજપ



  2007



  પરેશભાઇ વસાવા



  કોંગ્રેસ



  2002



  પરેશભાઇ વસાવા



  કોંગ્રેસ



  1998



  પરેશભાઇ વસાવા



  કોંગ્રેસ



  1995



  સુભાષભાઇ પાડવી



  ભાજપ



  1990



  ગોવિંદભાઇ વસાવા



  કોંગ્રેસ



  1985



  ભીમસિંહ વસાવા



  કોંગ્રેસ



  1980



  ગોવિંદભાઇ વસાવા



  કોંગ્રેસ



  1975



  ગોવિંદભાઇ વસાવા



  કોંગ્રેસ




  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Varachha, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन