Home /News /surat /Gujarat election 2022: ઉધના બેઠક પર ભાજપની જીતને નહિવત ખતરાની સંભાવના, શું જળવાશે વોટ માર્જિન?

Gujarat election 2022: ઉધના બેઠક પર ભાજપની જીતને નહિવત ખતરાની સંભાવના, શું જળવાશે વોટ માર્જિન?

Udhna assembly constituency: ઉધના બેઠક બન્યા પછી અહીં વિધાનસભાની બે જ ચૂંટણી યોજાઈ છે, જેમાં બંનેમાં ભાજપના પિતાપુત્ર ઉમેદવાર વિજેતા બન્યા છે. 2017માં ભાજપના ઉમેદવાર વિવેક નરોત્તમભાઈ પટેલ કોંગ્રેસના પટેલ સતિષભાઈ ચંપકભાઈથી 42,528 મતોની સરસાઈ સાથે વિજયી બન્યા હતા.

Udhna assembly constituency: ઉધના બેઠક બન્યા પછી અહીં વિધાનસભાની બે જ ચૂંટણી યોજાઈ છે, જેમાં બંનેમાં ભાજપના પિતાપુત્ર ઉમેદવાર વિજેતા બન્યા છે. 2017માં ભાજપના ઉમેદવાર વિવેક નરોત્તમભાઈ પટેલ કોંગ્રેસના પટેલ સતિષભાઈ ચંપકભાઈથી 42,528 મતોની સરસાઈ સાથે વિજયી બન્યા હતા.

વધુ જુઓ ...
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  (Gujarat Assembly election 2022) સુરત શહેર ગુજરાતના સમૃદ્ધ શહેરોમાંનું એક છે. સુરત ઉદ્યોગ અને ખેતીના સમાચારોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા બેઠક છે અને મતવિસ્તાર અને મતદાર સંખ્યાની દ્રષ્ટિએ આ ખુબ મોટો વિસ્તાર છે. તેથી રાજકીય દ્રષ્ટિએ સુરતનું મહત્વ વધારે છે. સુરત ભાજપનો સૌથી મજબૂત ગઢ છે. સુરતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 16માંથી 14 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, જયારે વ્યારા અને નિઝરની બે જ બેઠક પર કોંગ્રેસ આવી શક્યું હતું.

ભાજપના આટલા સ્ટ્રોંગ હોલ્ડ છતા કોંગ્રેસ તેમજ આપ આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો તોડવાં માટે તનતોડ મેહનત કરી રહ્યા છે. સુરત ગ્રામ્યના અમુક વિસ્તારોમાં આદિવાસી અને મુસ્લિમ ફેક્ટરથી ભાજપના મત ઓછા કરી શકાય તેમ છે, પણ શહેરી વિસ્તારમાં ભાજપ તરફી વલણ યથાવત છે. અહીં નગરપાલિકાની ચૂંટણીઓમાં એકતરફી ભાજપનો ભગવો લેહરાયો હતો. સુરત વિસ્તારની આવી જ એક ભાજપની મજબૂત અને કન્ફર્મ ગણાતી બેઠક છે ઉધના (Udhna assembly constituency).

ઉધના ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે સુરત જિલ્લાનો ભાગ છે. તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યું હતું. ઉધના સુરતનો ઉપનગરીય વિસ્તાર છે, જે મુખ્યત્વે સુરત-નવસારી હાઇવે પર એક ઔદ્યોગિક વિસ્તાર છે. ઉધના બેઠકમાં સુરત શહેર તાલુકો (ભાગ) – સુરત મહાનગરપાલિકા (ભાગ) વોર્ડ નં. – 53, 54, 55, 56, 66નો સમાવેશ થાય છે.

ઉધના વિધાનસભા બેઠક પર કુલ 267653 મતદાર છે, જેમાં 155106 પુરૂષ મતદાર અને 112531 મહિલા મતદાર સંખ્યા છે. ઉધનામાં 80 હજાર ગુજરાતી મતદારો અને 65 હજાર મરાઠી મતદારો મુખ્ય છે.

બંને વખત ભાજપની જીત

ઉધના બેઠક બન્યા પછી અહીં વિધાનસભાની બે જ ચૂંટણી યોજાઈ છે, જેમાં બંનેમાં ભાજપના પિતાપુત્ર ઉમેદવાર વિજેતા બન્યા છે. 2017માં ભાજપના ઉમેદવાર વિવેક નરોત્તમભાઈ પટેલ કોંગ્રેસના પટેલ સતિષભાઈ ચંપકભાઈથી 42,528 મતોની સરસાઈ સાથે વિજયી બન્યા હતા. 2012માં કોંગ્રેસના ધનસુખભાઈ રાજપુતને 32754 મતથી હરાવીને ભાજપના ઉમેદવાર નરોત્તમભાઇ પટેલ ઉધના વિધાનસભા બેઠકના પહેલા ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો- Gujarat election 2022: ગુજરાતના મહાન સંત અને લેખક સ્વામી સચ્ચિદાનંદજી, જાણો તેમનું જીવનચારિત્ર્ય અને રાજકારણમાં ભૂમિકા


ઉધના વિસ્તારમાં થયેલા કામો અને સમસ્યાઓ

ઉધનામાં તાજેતરમાં જ કલેકટર દ્વારા સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં જનપ્રતિનિધિઓને તેમાં વિસ્તારની સમસ્યાઓ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે સુરત જિલ્લા કલેક્ટર કટેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જાણે શહેરના ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. કારણ કે નવ જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા અને માત્ર 3 ધારાસભ્ય હાજર રહ્યા હતા.

આ બેઠકમાં આયુષ્માન ભારત યોજનાના કાર્ડ માટે વધુ વ્યવસ્થા કરવા રજૂઆત થઈ હતી. ધારાસભ્ય વિવેક પટેલે ઉધના વિસ્તારમાં જનતાને નડતરરૂપ થતા હાઈટેન્શન લાઈન, વિજ ટ્રાન્સફોર્મર અંગે રજૂઆત કરી હતી. ઉધના પાંડેસરા સહિતના જે વિસ્તારો છે, ત્યાં આગળ હાઇટેન્શન લાઇન જનતા અંતે ખુબ મોટું જોખમ નોતરી શકે છે એવી ચિંતા વ્યાકત કરી હતી.

ફ્લાયઓવરવાળી સરકાર

સુરત શહેરમાં ઘણા લોકો દ્વારા સરકારને ટોણો મારવામાં આવે છે કે અહીં વિકાસના નામે માત્ર ફ્લાયઓવર જ બને છે અને પાયાની જરૂરિયાતો અને સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. એ વચ્ચે શહેરમાં નવા 8 ફલાય ઓવર અને રેલ્વે અંડરબ્રિ્જ બનાવવા રૂપાણી સરકારમાં મંજૂરી અપાઈ હતી, જેમાં કુલ રૂ. 390 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી.

સુરત શહેરમાં જે આઠ ફલાય ઓવર અને રેલ્વે અંડરબ્રીજ નિર્માણ થશે તેમાં લિંબાયત સાઉથ ઇસ્ટ ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સાંઇબાબા મંદિર પાસે ઉધના સ્ટેશન અને ચલથાણ વચ્ચે લીંબાયત-નવાગામ ડીંડોલી વિસ્તારને જોડતા રેલ્વે અંડરપાસ પણ બનવાનો છે.

વળી કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે નવ નિર્મિત થયેલા ઉધના સુરત અને પલસાણા રેલવે સ્ટેશન ખાતે રેલવે સુવિધાઓના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હમણાં જ જાહેર કરવામાં આવ્યું હતું કે સુરતમાં ઉધના રેલવે સ્ટેશન જે ગ્રીન રેલવેસ્ટેશન તરીકે ઓળખાય છે, તેની 212 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આ ઉપરાંત વારાણસી બાદ દેશનું બીજું અને ગુજરાતનું પ્રથમ એલિવેટેડ કોનકોર્સ પણ તૈયાર કરાશે.

ઉધનાના વિકાસ માટે એકતરફ થઇ રહેલા પ્રયાસોની સામે જયારે આમ જનતા ને પૂછવામાં આવે ત્યારે ઉધના ના લોકો તેમની કેટ્લીક સમસ્યાઓ સામે મૂકે .જેમાં સુરતના ઉધના ઝોનમાં પાણીની અછતથી લોકો ત્રાહિમામ, લીંબાયત પછી ઉધનામાં પણ પાણીની અછત વર્તાય છે, ઠેર-ઠેર કચરાના ઢગલા, બીમારીઓનો વ્યાપ, આરોગ્ય કેન્દ્રમાં તબીબની અછત જેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે.

2022માં શું હશે ઉધના બેઠકના સમીકરણ? (What will be the Udhana seat equation in 2022?)

ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નરોત્તમભાઈ પટેલ ઘણી વાર તેમના નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા છે, ટ્રિપલ તલાક મુદ્દે તેમની કમેન્ટના લીધે તેમનો વિરોધ પણ થયો હતો. વળી તાજેતરમાં તેમના પુત્ર કીર્તિ પટેલનું એક પ્રોપર્ટી વિવાદમાં નામ આવ્યું હતું. જોકે હવે તેઓ નહીં પણ તેમનો પુત્ર વિવેક નરોત્તમભાઇ પટેલ ઉધના બેઠકનો ચહેરો છે.

Gujarat Election 2022: ભાજપનો કિલ્લો ગણાતી સુરત પૂર્વ બેઠકનો રસપ્રદ રાજકીય ઈતિહાસ, જાણો બેઠકનો ચિતાર


ગત ચૂંટણીમાં ઉધનામાં પાટીદાર વિરુદ્ધ કોળી પટેલ એટલે કે વિવેક પટેલનો કોંગ્રેસના પટેલ સતીશભાઈ વચ્ચે જંગ ખેલાયો હતો. હવે આ વખતે કયો પક્ષ કઈ રણનીતિ સાથે આવે છે તે જોવાનું છે. ઉધનાની બેઠક પર ભાજપ તરફથી વિવેક પટેલ લગભગ રીપીટ થઇ શકે છે. ઉધના બેઠક પર ભાજપનો કોઈપણ ઉમેદવાર આવે, તેની જીતની સંભાવના પ્રબળ છે, પરંતુ મોંઘવારી કોરોનાકાળમાં થયેલી હાલાકી અને બેરોજગારીની સમસ્યાઓને કારણે ભાજપનું વોટ માર્જિન ચોક્કસ પણે ઘટી શકે છે.
વર્ષવિજેતા ઉમેદવારનું નામપક્ષ
2017વિવેક નરોત્તમભાઇ પટેલભાજપ
2012નરોત્તમભાઇ પટેલભાજપગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Udhna, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો