Home /News /surat /Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી, સુરત પશ્વિમ બેઠક કેવો રહેશે ચૂંટણી જંગ? જાણો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી, સુરત પશ્વિમ બેઠક કેવો રહેશે ચૂંટણી જંગ? જાણો

surat west assembly constituency : સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ સુરત પશ્ચિમ બેઠકને સતત 7 ટર્મ એટલે કે 1990થી 2017 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે.

surat west assembly constituency : સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ સુરત પશ્ચિમ બેઠકને સતત 7 ટર્મ એટલે કે 1990થી 2017 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી મહાજંગમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતાં રસાકસીભર્યો માહોલ છે. આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં પોતાનું જોર બતાવતાં ચૂંટણી ગણિતમાં ફેરબદલની સંભાવના જોવાઇ રહી છે. સુરત પશ્વિમ બેઠકની (surat west assembly constituency) વાત કરીએ તો અહીં દાયકાઓથી ભાજપનો ગઢ છે. પરંતુ આપની વધતા વર્ચસ્વ વચ્ચે કેવા છે અહીં રાજકીય ગણિત, આવો જાણીએ

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ તૈયારી અને જીતની આશા સાથે ઝંપલાવવાની જાહેરાત કરતા જ વિપક્ષોમાં ઉહાપોહ મચી ગયો છે. તેમાં પણ 2022ની ચૂંટણી માટે સુરત શહેર એપી સેન્ટર બની ગયું છે અને તેનું એક કારણ આપ પણ છે. આપની પકડ સુરતના મતવિસ્તારોમાં વધારે છે. તેમાં પણ અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદિયા જેવા દિગ્ગજ નેતાઓના આંટાફેરા ભાજપ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડી રહ્યા છે. સુરતમાં આમ તો દરેક બેઠકનું પોતાનું આગવું મહત્વ છે. ત્યારે આજે અમે તમને આ લેખમાં સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક વિશે વિસ્તાર પૂર્વક જણાવવા જઇ રહ્યા છીએ. જેમાં કઇ પાર્ટી બાજી મારશે અને કેવો રહેશે મતદારો અભિગમ તે પણ જાણીશું.

  આ બેઠક પર 1990થી છે ભાજપનો દબદબો

  સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ બેઠકને સતત 7 ટર્મ એટલે કે 1990થી 2017 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે.

  જેમાં 1990થી 1998 સુધી સતત 3 ટર્મમાં આ બેઠક ભાજપના  હેંમત ચાપતવાલાએ શાસન કર્યું હતું. સતત 3 ટર્મ સુધી રાજ કરનારા તેઓ એક માત્ર નેતા છે. ત્યાર બાદ વર્ષ 2002માં ભાજપમાંથી ભાવનાબેન હેમંત ચાપતવાલાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મ સુધી ભાજપના ઉમેદવાર કિશોર વાંકાવાલાએ જીત નોંધાવી હતી. જ્યારે વર્ષ 2017માં ભાજપના પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના ઉમેદવારને મ્હાત આપી જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો.

  વર્ષ 2013માં યોજાઈ હતી પેટા ચૂંટણી

  વર્ષ સુરત પશ્રિમ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટા ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો હતો. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ છે. જેને લઇને પશ્ચિમ વિધાનસભાની બેઠકના ઉમેદવાર તરીકે ભાજપમાંથી કોને ટિકિટ આપવી તે માટે ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી.

  જેમા 38 મૂરતીયાઓમાંથી પ્રદેશ ભાજપા દ્રારા શહેર પ્રમુખ પૂર્ણેશ મોદીની પંસદગી પર મહોર લગાવવામા આવી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ડીએલ પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જોકે, આ પેટા ચૂંટણીમાં ભાજપના પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ડીએલ પટેલને 66,000થી વધુ મતોથી હરાવ્યા હતા.

  પૂર્ણેશ મોદી જેઓ સુરત શહેર ભાજપ પ્રમુખ પણ હતા, તેમણે 86,061 મત મેળવ્યા હતા. જ્યારે કોળી પટેલ સમુદાયના અગ્રણી સ્થાનિક નેતા પટેલ માત્ર 19,769 જ મેળવી શક્યા હતા. ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા ભાજપના ધારાસભ્ય કિશોર વાંકાવાલાના મૃત્યુને કારણે આ પેટાચૂંટણી યોજવાની જરૂર પડી હતી.

  આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી અમરેલી બેઠક, ભાજપના ગઢમાં કોંગ્રેસનો હાથ, જાણો રાજકીય ગણિત


  સુરત પશ્ચિમ બેઠક પર મતદારો

  વર્ષ 2019ના આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 233342 છે. જે પૈકી સ્ત્રી મતદારો 114593 છે, જ્યારે પુરૂષ મતદારની સંખ્યા 118748 અને અન્ય 1નો સમાવેશ કરવામાં આવે છે.

  પશ્ચિમ બેઠકના નાયક પૂર્ણેશ મોદી વિશે આટલું જાણો

  પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ગુજરાત મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા, તેઓ 55 વર્ષના છે.

  વકિલાતની ડીગ્રી પણ ધરાવે છે. શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ જ સુરત કોર્ટમાં કોંગ્રેસના નેતા વિરુદ્ધ મોદી સમાજ વિશે વિવાદીત ટિપ્પણી કરવામાં આવી હતી, તેમાં પણ તેઓ ફરિયાદી છે.

  સુરત શહેરમાં અગાઉ બે જૂથ ભાજપમાં જોવા મળતા હતા, જેમાંથી એક સી.આર.પાટીલ જૂથ અને બીજુ પૂર્ણેશ મોદી જૂથ તરીકે ઓળખાતું હતું. લોકોને કલ્પના નહોતી કે, જ્યારે સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ હશે, ત્યારે પૂર્ણેશ મોદીને મંત્રાલય મળી શકે છે. પરંતુ અચાનક જ સ્ટેજ પર પૂર્ણેશ મોદીને જોઈ લોકો આશ્ચર્યમાં આવી ગયા હતા.

  સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પરના વિવાદો

  - ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના એક સમયના ખાસ અને હાલના વિરોધી જુથના ગણાતા પૂર્ણેશ મોદીનું નામ ગુજરાતના મંત્રી મંડળમાં છેલ્લે સુધી ન હતું. પરંતુ છેલ્લી ઘડીએ તેમની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. એટલું જ નહીં પૂર્ણેશ મોદીના મંત્રી બનવા પાછળ સંઘની લાઈન હોવાનું ચચાઈ રહ્યું છે. વિધાનસભાની પેટા ચુંટણી બાદ અચાનક સમીકરણ બદલાયા અને પૂર્ણેશ મોદીએ પોતાનું અલગ ગ્રુપ બનાવી દીધું હતું. જોકે, ત્યાર બાદ સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં પૂર્ણેશ મોદી જુથ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું.

  - કર્ણાટકમાં વર્ષ 2019માં લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક અંગે ટિપ્પણી કરી હતી. જેના આધારે ભાજપના તત્કાલિન ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.

  પૂર્ણેશ મોદીએ ફરિયાદી તરીકે ચૂંટણી અધિકારી પાસેથી ભાષણની સર્ટીફાઇડ સીડી મેળવી હતી. તેમની માંગ છે કે રાહુલ ગાંધીની હાજરીમાં આ સીડી ચાલુ કરવામાં આવે અને ભાષણ અંગે સ્પષ્ટતા આપે. આ નિવેદનના કારણે મોદી અટક ધરાવતા અનેકની છબી ખરડાઇ છે.

  - ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિડીયો વાયરલ બન્યો હતો. તેમજ સુરત ભાજપમાં અંદરો અંદર ચાલતો વિવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરોએ જ ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લીધો હતો. જેમાં પૂર્ણેશ મોદી રાંદેર ગામમાં કાર્યકરોને સમજાવવા માટે ગયા હતા.

  તે સમયે ભાજપના જ કાર્યકરોએ તેમને આડેહાથ લીધા હતા. આ વિડીયોથી ભાજપનો વિખવાદ સપાટીએ આવી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે, બાદમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.

  સુરત પશ્ચિમ બેઠક પર યોજાયેલ ચૂંટણીઓ
  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017પુર્ણેશ મોદીભાજપ
  2013 (પેટા ચૂંટણી)પુર્ણેશ મોદીભાજપ
  2012કિશોરભાઇ વાંકાવાલાભાજપ
  2007કિશોરભાઇ વાંકાવાલાભાજપ
  2002ભાવનાબેન ચાપતવાલાભાજપ
  1998હેમંતભાઇ ચાપતવાલાભાજપ
  1995હેમંતભાઇ ચાપતવાલાભાજપ
  1990હેમંતભાઇ ચાપતવાલાભાજપ
  1985બાબુભાઇ સોપારીવાલાકોંગ્રેસ
  1980મેહમદભાઇ સુરતીકોંગ્રેસ(આઇ)
  1975પોપટલાલ વ્યાસએનસીઓ
  1972જશવંતસિંહ ચૌહાણકોંગ્રેસ
  1967M.H.A.S. ગોલંદાઝકોંગ્રેસ
  1962ઉર્મિલાબેન પ્રેમશંકર ભટ્ટકોંગ્રેસ

  ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સુરતથી ધીમે-ધીમે થઈ રહી છે. તેવામાં સુરત બીજેપીમાં અંદરોદરની વિખવાદના કારણે સુરત પશ્ચિમ બેઠકનો ભોગ લેવાઇ શકે છે.

  આપની એન્ટ્રી સાથે જ સુરતના રાજકારણના સમીકરણોમાં ખુબ જ મોટા પરિવર્તન આવ્યા હોવાથી બીજેપીને પોતાના દરેક પગલાઓ સંભાળીને લેવા પડે તેમ છે.

  કેમ કે આપની એન્ટ્રીથી કોંગ્રેસ કરતાં બીજેપીને વધારે નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. તેથી આગામી દિવસોમાં સુરત ભાજપ પોતાના આંતરિક વિવાદને ઉકેલતું નથી તો ચોક્કસ રીતે આપને ફાયદો થઈ શકે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Surat news

  विज्ञापन
  विज्ञापन