Home /News /surat /Gujarat Election 2022: ભાજપનો કિલ્લો ગણાતી સુરત પૂર્વ બેઠકનો રસપ્રદ રાજકીય ઈતિહાસ, જાણો બેઠકનો ચિતાર

Gujarat Election 2022: ભાજપનો કિલ્લો ગણાતી સુરત પૂર્વ બેઠકનો રસપ્રદ રાજકીય ઈતિહાસ, જાણો બેઠકનો ચિતાર

Surat Purv assembly constituency: સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે.

Surat Purv assembly constituency: સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly election 2022) નજીક છે ત્યારે સુરતની બેઠકોને નજરઅંદાજ કરી શકાય નહી.સુરતમાં કુલ 7 વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. જેમાં સુરત પૂર્વ (Surat Purv assembly constituency) એક મહત્વની બેઠક માનવામાં આવે છે. સૂરત પૂર્વ ગુજરાતની 182 વિધાનસભા બેઠકમાંની 159 નંબરની બેઠક છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત સુરત શહેર તાલુકાના સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 5, 8, 9, 10, 11, 12 અને 30 નો સમાવેશ થાય છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 200916 મતદારો છે, જેમાંથી 102071 પુરૂષ, 98836 મહિલા અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

અહી ઉલ્લેખનિય છે કે, સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી 14 કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે.

સુરત પૂર્વ સીટનો રાજકીય સમીકરણ (Political equation of Surat East seat)

આમ તો સુરત બેઠક એટલે ભાજપનો ગઢ, આ વાત કોઈને કહેવાની કદાચ જરૂર જ નથી. સુરતની અન્ય 6 બેઠકોની જેમ સુરત પૂર્વ બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી અડીખમ ઉભી રહે છે અને તેના ઉમેદવારો જીતનો બુલંદ પરચમ લહેરાવે છે. સુરત વિધાનસભા બેઠકનો કોઈ ઓળખની જરૂર નથી. આ બેઠક ભાજપના દિગ્ગજ ગણાતા નેતા કાશીરામ રાણાની હોમપીચ કહી શકાય છે. સુરતની તમામ બેઠક પર તમામ પક્ષોની નજર રહેતી હોય છે તેવામાં સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તાર પણ બાકી રહેતો નથી. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યો છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપ જીતતો આવ્યો છે.

વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરીનો ઉપયોગ કરીને નવા ચહેરાને આ બેઠક પરથી ઉભો કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત વર્તમાન ધારાસભ્ય અરવિંગ રાણાને ટિકીટ આપવામાં આવી હતી. રાણા અગાઉની સરખામણીએ વધુ મતોની લીડ સાથે જીત્યા હતા. ભાજપ માટે સુરત જીલ્લો અતિ મહત્વનો રહ્યો છે. આ બેઠકનો રાજકીય ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે. આ સાથે જ વર્તમાન ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ સુરતના જ છે.

આ પણ વાંચો- Gujarat Election 2022: ચૂંટણી માટે કોંગ્રેસના 7 કાર્યકારી પ્રમુખોમાં સ્થાન ધરાવતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોણ છે?


નવા સીમાંકન બાદ આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. જો કે મહારાષ્ટ્રમાંથી અલગ થયા પછી ગુજરાતની રચના બાદ 1962માં યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈશ્વરલાલ દેસાઈ આ પ્રદેશમાંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારપછી આ સીટ સતત કોંગ્રેસના કોથળામાં હતી. વર્ષ 1975માં કાશીરામ ભાઈ રાણા ભારતીય જનસંઘની ટિકિટ પરથી ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. 1980ની વિધાનસભાની ચૂંટણીમાં કાશીરામભાઈને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસના જસવંત ચૌહાણનો વિજય થયો હતો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મદનલાલ કાપડિયાએ જીત મેળવી હતી.

આ વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપની આ પ્રથમ જીત હતી. વર્ષ 2002માં કોંગ્રેસના મનીષભાઈ ગિલિટવાલા ફરી આ બેઠક પરથી જીત્યા હતા, પરંતુ 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રણજીતભાઈ ગિલિટવાલા બે વખત અહીંથી ધારાસભ્ય બન્યા હતા. જે બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદભાઈ રાણા અહીંથી ધારાસભ્ય બન્યા હતા.

સુરત પૂર્વ સીટના જાતિગત સમીકરણ (Gender equation of Surat East seat)

સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં સૌથી વધુ મતદારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે, જ્યારે હિન્દુઓમાં રાણા સમાજના મતદારો સૌથી વધુ છે. સમગ્ર પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં 77 હજાર 365 મુસ્લિમ મતદારો છે, જ્યારે હિન્દુઓમાં 35 હજાર 427 રાણા સમાજના, 14 હજાર 286 ખત્રી સમાજના, 6 હજાર 259 ઘાંચી સમાજના, બ્રાહ્મણ સમાજના હજાર લોકો છે.. આ સાથે જ અહીં 48 પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, જેના કારણે મોટાભાગે અહીં પાતળી સરસાઈથી હારજીત થતી જોવા મળે છે. જો કે વર્ષ 2017ને બાદ કરતા અહીં લીડ વધુ જોવા મળતી હતી, પણ 2017માં પાટીદાર આંદોલનની અસરના પગલે પરિણામો પર પણ તેની નજર જોવા મળી હતી.

હાર-જીતના સમીકરણ (Win-loss equation of Surat East seat)
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017અરવિંદ રાણાબીજેપી
2012ગીલીટવાલા રણજીતભાઈબીજેપી
2007ગીલીટવાલા રણજીતભાઈબીજેપી
2002ગીલીટવાલા મનીશભાઈઆઈએનસી
1998ખાસી ગુલાબદાસબીજેપી
1995ખાસી ગુલાબદાસબીજેપી
1990કાપડિયા મદનલાલબીજેપી
1985મહાશ્વેતા ચૌહાણઆઈએનસી
1980જસવંતસિંહ ચૌહાણઆઈએનસી
1975કાશીરામ રાણાબીજેએસ
1972ગોરધનદાસ ચોખાવાલઆઈએનસી
1967ગોરધનદાસ ચોખાવાલઆઈએનસી
1962ઈશ્વરલાલ દેસાઈઆઈએનસી

2017ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ ભાઈ રાણાએ કોંગ્રેસના નીતિનભાઈ ભરૂચાને 13,347 મતોથી હરાવીને જીત મેળવી હતી. આ વિધાનસભા મતવિસ્તારમાંથી અરવિંદ ભાઈ રાણાના પૂર્વ રણજીતભાઈ ગિલિટવાલા ધારાસભ્ય હતા અને ગુજરાત સરકારમાં મંત્રી પણ બન્યા હતા.

સુરતની પૂર્વ વિધાનસભા બેઠકની રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો અહીંનો મતદાર ભાજપ સમર્થક રહ્યો છે. આ જ કારણ છે કે 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રણજીતભાઈ ગિલિટવાલા ધારાસભ્ય બન્યા હતા. ગુજરાત સરકારની કેબિનેટમાં પણ તેમને સ્થાન મળ્યું. રણજીતભાઈ ગિલિટવાલાએ કોંગ્રેસના કદીરભાઈ પીરઝાદાને 15,789 મતોથી હરાવીને બેઠક જીતી હતી. આ વિધાનસભા મતવિસ્તાર મૂળભૂત રીતે સુરતના રહેવાસીઓનો ગણાય છે.

આ પણ વાંચો- Gujarat election 2022: શું સુરતની કરંજ વિધાનસભા બેઠક પર ભાજપ જાળવી શકશે પોતાની સત્તા? જાણો શું કહે છે સમીકરણો


લોકસભા

અહી નોંધનીય છે કે, વર્ષ 1977માં સુરત લોકસભા બેઠક પર જનતા પાર્ટીના ઉમેદવાર મોરારજી દેસાઈ જીત્યા હતા અને દેશના વડા પ્રધાન બન્યા હતા. વર્ષો સુધી તેમણે વડા પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો હતો. કાશીરામ રાણ સતત 4 ટર્મ સુધી અહીં સાંસદ રહ્યાં હતા. કાશીરામ રાણા એ જ જનસંધનો પાયો નાંખ્યો હતો. ભારતીય જનતા પાર્ટી આજે પણ તેમી મહેનતના મીઠા ફળ ચાખી રહી છે.

સમસ્યા

સુરત પૂર્વ વિધાનસભા મત વિસ્તારની સમસ્યાની વાત કરીએ તો અહીં સાંકડા રસ્તાઓ અને સાંકડી શેરીઓ છે. આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા હંમેશા રહે છે, પરંતુ જે રીતે સુરતના છેવાડાના વિસ્તારમાં વિકાસના કામો થયા છે તે રીતે આ વિસ્તારના આંતરિક ભાગોમાં પણ થયા નથી. સ્વચ્છતાની બાબતમાં પણ આ વિસ્તાર ઘણો પછાત છે. એકંદરે સ્વચ્છ પાણી, વીજળી, ગટર અને રસ્તા અહીંના મુખ્ય ચૂંટણી મુદ્દા છે. આ સાથે જ અહીં ક્રાઈમ રેટ પણ ખૂબ વધારે હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, સાથે જ રોજગારીના મુદ્દે પણ ઘણા જ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | ઉધના | જલાલપોર |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો