Home /News /surat /

Gujarat Elections 2022: અચાનક જ પૂર્ણેશ મોદીના ખોળામાં આવ્યું કેબિનેટ મંત્રીનું પદ, જાણો દિગ્ગજ નેતાની પ્રોફાઇલ

Gujarat Elections 2022: અચાનક જ પૂર્ણેશ મોદીના ખોળામાં આવ્યું કેબિનેટ મંત્રીનું પદ, જાણો દિગ્ગજ નેતાની પ્રોફાઇલ

Purnesh Modi and Controversy: 55 વર્ષીય પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર, 1965ના રોજ સુરતમાં થયો હતો. તેમણે વકીલાતનો અભ્યાસ કરેલો છે. તેમના પિતાનું નામ ઇશ્વરલાલ મોદી છે અને તેમની પત્નીનું નામ બીનાબેન મોદી છે.

Purnesh Modi and Controversy: 55 વર્ષીય પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર, 1965ના રોજ સુરતમાં થયો હતો. તેમણે વકીલાતનો અભ્યાસ કરેલો છે. તેમના પિતાનું નામ ઇશ્વરલાલ મોદી છે અને તેમની પત્નીનું નામ બીનાબેન મોદી છે.

  ગુજરાતમાં આગામી વિધાનસભા (Gujarat Assembly Election 2022) ચૂંટણીના પડઘમ ચોતરફ વાગી રહ્યા છે. નેતાઓ અને પાર્ટીઓ મતદારોને આકર્ષવા પ્રચારના દરેક માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણીની સીઝન એટલે નેતાઓ પણ હવે મેદાનમાં દેખાશે. જોકે, ક્યો પક્ષ કોને ક્યાંથી ટીકિટ આપશે તે તો હજુ ખૂબ દૂરની વાતો છે. પરંતુ તે પહેલા તમારે દરેક નેતા વિશે મહત્વની જાણકારી રાખવી ખૂબ જરૂરી છે.

  જેથી એક યોગ્ય ઉમેદવારને તમારો કિંમતી મત આપી શકો. આજે આ લેખમાં અમે તમને ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત સરકારના માર્ગ-મકાન, સિવિલ એવિયેશન અને ટૂરિઝમ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી (Purnesh Modi, Cabinet Minister for Civil Aviation and Tourism Department) વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  પૂર્ણેશ મોદીના અંગત જીવનમાં ડોકીયું  (BJP Neta Purnesh Modi)

  55 વર્ષીય પૂર્ણેશ મોદીનો જન્મ 22 ઓક્ટોબર, 1965ના રોજ સુરતમાં થયો હતો. તેમણે વકીલાતનો અભ્યાસ કરેલો છે. તેમના પિતાનું નામ ઇશ્વરલાલ મોદી છે અને તેમની પત્નીનું નામ બીનાબેન મોદી છે.

  પૂર્ણેશ મોદીની રાજકીય કારકિર્દી (Political career of Purnesh Modi)

  સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલમાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સામેલ થયા છે. તેઓ વર્ષ 2017માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે નિમાયા હતા. તેઓ શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. સાથેસાથે બીજેપીના શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

  સુરત શહેર ભાજપમાં અગાઉ બે જૂથ જોવા મળતા હતા, જેમાંથી એક સી.આર.પાટીલ જૂથ અને બીજુ પૂર્ણેશ મોદી જૂથ તરીકે ઓળખાતું હતું. લોકોને કલ્પના નહોતી કે, જ્યારે સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ હશે, ત્યારે પૂર્ણેશ મોદીને મંત્રાલય મળી શકે છે. પરંતુ અચાનક જ સ્ટેજ પર પૂર્ણેશ મોદીને જોઈ લોકો આશ્ચર્યમાં આવી ગયા હતા.

  ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ એક વખત પોતાના કૌશલ્યની વાત કરી હતી. તેમણે કહ્યું નાનપણથી કૌશલ્ય વિકાસ પામતું હોય છે. હું 8મા ધોરણમાં હતો, ત્યારે ટાઈપિંગ શીખ્યો. જ્યારે હું 11મા ધોરણમાં આવ્યો, ત્યારે દિવસમાં 100 પેજ ટાઈપ કરી શકતો હતો.
  આ પણ વાંચો- Gujarat Elections: યુવાનોમાં સન્માનિત શિવ કથાકાર જીગ્નેશ દાદા કોણ છે? રાજકારણીઓ લેવા માંગે છે તેમના આશિર્વાદ

  કોરોનાનો શિકાર બન્યા પૂર્ણેશ મોદી

  કોરોના સતત વધી રહેલા કેસોમાં એક તરફ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે, ત્યારે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા ચકચાર મચી હતી. તેમણે ટ્વિટ કરીને જાણ કરી હતી કે, મારો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા મિત્રો પણ પોતાનો રીપોર્ટ તાત્કાલિક કરાવી લે. મારી તબિયત હાલ સારી છે.

  મંત્રીજી સાંભળે છે કર્મચારીઓના મનની વાત

  માર્ગ અને મકાન તથા ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી પૂર્ણેશ મોદીએ એક નવી કવાયત શરૂ કરી છે. તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મનની વાત સાંભળવા માટે તેઓએ હવેથી દર મહિનાની 17 તારીખ અને જો તે દિવસે અનુકૂળ ન હોય તો તેની આગળ-પાછળની કોઇ તારીખે ગાંધીનગર સર્કિટ હાઉસમાં મુલાકાત કરવાનું નક્કી કર્યું છે.

  મંત્રી આ માટે પોતાનો આખો દિવસ ગાળશે અને તેમના વિભાગોની અલગ-અલગ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવીને પોતાના મંતવ્યો, ફરિયાદો અને અન્ય જરૂરી ચર્ચાઓ કરે તે માટે પૂર્ણેશ મોદીએ આ નવો રિવાજ શરૂ કરાવ્યો છે. રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે આ અગાઉ મોદીની નીચેના વિભાગના એક અધિકારીએ તેમની વાત માની ન હતી અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે હવે મોદીએ વિભાગની વાત અંદર જ રહે તે હેતુથી આ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.

  પ્રેરણદાયક નવી પહેલ

  કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની ચેમ્બરમાં નવો પ્રયોગ કર્યો છે. રાજ્યના અન્ય કેબિનેટ મંત્રીઓ પોતાની ચેમ્બર બંધ રાખીને વહીવટ કરે છે, ત્યારે પૂર્ણેશ મોદીએ તેમની ચેમ્બરમાં પ્રવેશવાનો મુખ્ય દરવાજો ટ્રાન્સપરન્ટ કાચનો બનાવ્યો છે, જે પહેલો પ્રયોગ છે. બીજા મંત્રીઓ તેમને અનુસરે તેવો આ પ્રયાસ છે. આ દરવાજાની મદદથી બહાર વેઇટિંગમાં ઉભેલા કોઇપણ અરજદાર મંત્રીની ચેમ્બરને બહારથી જોઇ શકે છે. અંદર કોણ બેઠું છે. કઇ મિટિંગ ચાલે છે. મિટિંગ ક્યારે પૂર્ણ થાય છે તે બધું જોઇ શકાય છે. તેઓ કહે છે કે હું મારી ચેમ્બરમાં શું કરી રહ્યો છું તેની મુલાકાતીઓ અને અરજદારોને જાણ થાય તે હેતુથી મેં દરવાજો બદલ્યો છે.

  પૂર્ણેશ મોદી અને વિવાદ (Purnesh Modi and Controversy)

  - પૂર્ણેશ મોદીએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, નાપાક ઈરાદા ધરાવતું પાકિસ્તાન અવારનવાર છમકલાં કરતું રહે છે. કસાબ જીવતો પકડાયો એ સારી વસ્તુ છે, નહિતર કોંગ્રેસ દ્વારા ભગવા આતંકવાદમાં આ બધી પ્રવૃત્તિઓ ખપાવવામાં આવી હોત. 1965માં યુદ્ધ બાદ કોંગ્રેસ ભારતનો સરક્રિક વિસ્તાર પાકિસ્તાનને સોંપી દેવા માંગતી હતી, એવો પણ આક્ષેપ કરતા રાજકારણમાં અજંપો વ્યાપી ગયો હતો.

  - રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન સુરત શહેરમાંથી ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો. જેમાં ભાજપના કાર્યકરોએ જ ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો ઉધડો લીધો છે. જેમાં પૂર્ણેશ મોદી રાંદેર ગામમાં કાર્યકરોને સમજાવવા માટે ગયા હતા. તે સમયે ભાજપના જ કાર્યકરોએ તેમને આડેહાથ લીધા હતા.

  - પૂર્ણેશ મોદીએ ફરી એકવાર સરકારની કામચોરી કરવાની નીતિને ઉજાગર કરી હતી. સુરતમાં કેબિનેટ કક્ષાના મંત્રી પૂર્ણેશ મોદીએ મીડિયાને સૂચન કરતાં કહ્યું કે, ચોમાસામાં રોડ-રસ્તા તુટવાની ઘટના સામાન્ય બાબત છે, ડામરને પાણી સાથે વેર હોવાથી રસ્તાંઓ તૂટી જાય છે, આ વાતને વધારે પડતી ચગાવવી જોઇએ નહીં.

  - કર્ણાટકમાં વર્ષ 2019માં લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક અંગે ટિપ્પણી કરી હતી. જેના આધારે ભાજપના તત્કાલિન ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. પૂર્ણેશ મોદીએ ફરિયાદી તરીકે ચૂંટણી અધિકારી પાસેથી ભાષણની સર્ટીફાઇડ સીડી મેળવી હતી. તેમની માંગ છે કે રાહુલ ગાંધીની હાજરીમાં આ સીડી ચાલુ કરવામાં આવે અને ભાષણ અંગે સ્પષ્ટતા આપે. આ નિવેદનના કારણે મોદી અટક ધરાવતા અનેકની છબી ખરડાઇ છે.

  આટલી સંપત્તિના માલિક છે મોદી

  કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કરોડોની સંપત્તની માલિકી ધરાવે છે. વર્ષ 2017માં તેમણે રજૂ કરેલા એફિડેવીટ અનુસાર તેમની કુલ સંપત્તિ રૂ.1.73 કરોડ છે. જે વર્ષ 2012માં 1.46 કરોડ રૂપિયા હતી. જેમાં તેમની પાસે 1.07 લાખ અને તેમની પત્ની પાસે 89192 રૂપિયા કેશ છે. વિવિધ બેંકોમાં તેમની રૂ. 14,60,042 ડિપોઝીટ છે.

  તેઓ 3.12 લાખના બોન્ડ્સ અને ડિબેન્ચર્સ પણ ધરાવે છે. રૂ. 75,000ની પોસ્ટલ સેવિંગ છે. રૂ.2,32,61,425 કરોડનું લાઇફ ઇન્સ્યોરન્સ અને પોલીસી છે. મોદી પાસે એક ટોયોટા ઇનોવા કાર છે, જેની કિંમત 7.25 લાખ છે. આ ઉપરાંત 10 તોલા સોનું અને 250 ગ્રામ ચાંદી તેમની પાસે અને 22 તોલા સોનું અને 750 ગ્રામ ચાંદી તેમની પત્ની પાસે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Purnesh Modi

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन