Home /News /surat /Gujarat election 2022: સુરત જિલ્લાની માંગરોળ (ST) બેઠક પર કોંગ્રેસ જમાવી શકશે દબદબો? જાણો કેવી છે રાજકીય રસાકસી
Gujarat election 2022: સુરત જિલ્લાની માંગરોળ (ST) બેઠક પર કોંગ્રેસ જમાવી શકશે દબદબો? જાણો કેવી છે રાજકીય રસાકસી
mangrol st assembly constituency: માંગરોળ વિધાનસભા બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓના પરીણામો પર નજર કરીએ તો અહીં વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રામજીભાઇ ચૌધરીએ 5888 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી.
mangrol st assembly constituency: માંગરોળ વિધાનસભા બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓના પરીણામો પર નજર કરીએ તો અહીં વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રામજીભાઇ ચૌધરીએ 5888 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly election 2022) રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે અને ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. પ્રચારના પડઘમ અને સભાઓ સાથે નેતાઓના મેળાવડા જામી રહ્યા છે. તેવામાં સુરત હવે રાજકીય રીતે એપી સેન્ટર બની રહ્યું છે. સુરતની રાજકીય ગતિવિધિઓની અસર સમગ્ર રાજ્યમાં થતી દેખાય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ ભારતીય જનતા પાર્ટી માટે હવે આમ આદમી પાર્ટીને હાસ્યામાં ધકેલવાની રાજકીય પ્રવૃત્તિ શરૂ થશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આમ આદમી પાર્ટી ભાજપને નુકસાન ન કરે એ માટેની રણનીતિ તૈયાર કરાશે. જેમાં મુખ્ય મુદ્દો પાટીદાર અનામત આંદોલન સમિતિનો રહેશે. AAPને પછાડવા PAASને ભાજપ તરફ કરવાની ભાજપની રણનીતિ રહેશે. ત્યારે અમે તમને આ લેખમાં સુરત જીલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક (mangrol st assembly constituency) (ST)ની રાજકીય રસાકસી વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
માંગરોળ બેઠક પર છે કોંગ્રેસનો દબદબો
માંગરોળ વિધાનસભા (mangrol assembly Seat) બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓના પરીણામો પર નજર કરીએ તો અહીં વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રામજીભાઇ ચૌધરીએ 5888 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 1967માં કોંગ્રેસના પી.ડી પટેલે કોંગ્રેસના જે. ડી ચૌધરીને 8605 મતોના માર્જીન સાથે હાર અપાવી હતી. ત્યારબાદ વર્ષ 1972માં યોજાયેલી ચૂંટણીમાં ફરી કોંગ્રેસના વિનોદભાઇ ચૌધરીએ જીત મેળવી હતી. ત્યારપછીની ચૂંટણી વર્ષ 2012માં યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના પ્રભુભાઇ નાગરભાઇ વસાવાએ ભાજપના હેમલતાબેન વસાવાને મ્હાત આપી હતી. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ જીત મેળવી હતી.
માંગરોળ બેઠક પર મતદારોનું ગણિત (Counting of voters at Mangrole seat)
માંગરોળ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,21,928 છે. જેમાં 1,12,915 પુરૂષ મતદારો અને 1,09,003 મહિલા મતદારો છે. જ્યારે અંદાજે 10 અન્ય મતદારો છે.
માંગરોળ શહેરમાં કેવી છે લોકોની સમસ્યા?
શહેરમાં ખાનગી માલિકો દ્વારા છુટા મુકી દેવાતા રેઢિયાળ ઢોરો, ગાયો, આખલાઓના કારણે ઉભી થતી ટ્રાફિક સમસ્યા તેમજ અવારનવાર આખલા યુધ્ધથી બનતી જીવલેણ ઘટનાઓ મુખ્ય મુદ્દો રહ્યો છે. આ મુદ્દે પાલિકાના સત્તાધીશો અને આગેવાનો વચ્ચે આક્ષેપબાજી પણ થઈ હતી.
આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા, આડેધડ થતાં પાર્કિંગ અટકાવવા, ધુમ સ્ટાઈથી બેફામ બાઈક ચાલકો પર કડક કાર્યવાહી કરવા, છકડો રીક્ષાના સાઈલેન્સરથી ઉડતી ધૂળની ડમરીઓ અટકાવવા, રેસિડન્ટ વિસ્તારમાં બેફામ ચાલતા ભારે વાહનો પર નિયંત્રણ કરવા, ગાંધી ચોક પોલીસ ચોકી પુનઃ શરૂ કરવા, શહેરમાં જીડીસી આર. કાયદાનું ઉલ્લંઘન કરી રેસીડન્ટ, પબ્લિક કોમર્શીયલ બિલ્ડીંગો બની રહેલ છે. તેમાં પાર્કિંગ તેમજ ફાયર સેફટી જેવી જાહેર સુવિધાઓ ઉભી કરાતી ન હોય તેવા બાંધકામ અટકાવવા, માંગરોળમાં પણ સુરતની જેમ અનેક પ્રકારની અનિયમિતતાઓ ધરાવતા શૈક્ષણિક સંકુલો, ટયુશન કલાસીસો ચાલી રહી છે. તેના પર રોક લગાવવા માંગ કરવામાં આવી રહી છે. માંગરોળમાં બહુચર્ચિત સીસીટીવી કેમેરાઓ મોટાભાગે બંધ પડ્યા હોય તેને મેન્ટેનન્સ કરી ચાલુ કરાવવા પણ માંગ ઉઠી છે.
માંગરોળ બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓ
ચૂંટણી વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
ગણપત વસાવા
ભાજપ
2012
પરભુભાઇ વસાવા
કોંગ્રેસ
1972
વિનોદભાઇ ચૌધરી
કોંગ્રેસ
1967
પી.ડી પટેલ
કોંગ્રેસ
1962
રામજીભાઇ ચૌધરી
કોંગ્રેસ
હાલ બેઠક પર શું છે સ્થિતિ?
સુરત વિધાનસભાની બારેબાર બેઠકો ફરી એકવાર હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવાના તમામ પ્રયાસો શરૂ કરવાના રહેશે. PAASના ચહેરાઓને જાહેરમાં ભલે ભાજપને તેઓ સમર્થનના કરે, પરંતુ પરદા પાછળથી આમ આદમી પાર્ટીને સમર્થન આપીને ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે લાભ કરે એ પ્રકારની રણનીતિ ગોઠવાઇ રહી છે. બીજી તરફ વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહી છે, ત્યારે સુરત શહેરની કુલ 12 જેટલી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સારો દેખાવ ન કરે એના માટેની તમામ તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવશે. આમ સુરત સહિત માંગરોળમાં પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો માહોલ રહેશે.
માંગરોળ બેઠક પર વિવાદો
- માંગરોળ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનેલા નારસિગભાઈ વસાવાના પુત્ર કિરીટભાઈ વસાવા અને યુથ કોંગ્રેસના પ્રમુખ સ્નેહલ વસાવા વિધિવત રીતે ભાજપમાં જોડાતા મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા એ બંને કોંગ્રેસ કાર્યકરોને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકારતા ઉમરપાડા તાલુકામાં મોટો રાજકીય ધડાકો થયો હતો.
-સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભડકૂવા ગામે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અનેઆ વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવાએ હાજરી આપી હતી. ગણપત વસાવાએ પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેણે જણાવ્યું હતું કે, સત્તા મળી જાય પછી દેશને લૂંટવાનુ કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસેના કર્મોથી પતી ગઈ છે ભાજપે પતાવી નથી, છેલ્લા પાંચ દસ વર્ષથી કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથી.
- માંગરોળ તાલુકા વિકાસ અધિકારી પઢિયારનો લાંચ લેતો કથિક વીડિયો વાયરલ થયા ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જેમાં અધિકારી પોતાના શર્ટના ખિસ્સામાં પૈસા મૂકતો જોવા મળી રહ્યો હતો. કામ કરાવવા માટે 2 ટકા લેખે પૈસાની માંગ કરી હોવાનો ટીડીઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાબતે સુરત જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના કડક આદેશો આપ્યા હતા.
- વર્ષ 2018માં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા વિરૂદ્ધ રૂ. 77 કરોડ જેટલી આવક કરતાં વધુ સંપત્તિના મામલે થયેલી અરજી ધ્યાને લઇ એન્ટી કરપ્શન બ્યૂરોને તાકીદે કાર્યવાહી કરવાનો આદેશ હાઇકોર્ટના જસ્ટિસ એ.જે. દેસાઇએ આપ્યો હતો. હાઇકોર્ટના આ આદેશથી ગણપત વસાવાને મોટો ફટકો પડ્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે ચોથી મે, 2018ના રોજ આદેશ કર્યો હતો.