Home /News /surat /

Gujarat election 2022: જાણો કોણ છે હાંસિયામાં ધકેલાઈ ગયેલા કુમાર કાનાણી, કેવી છે તેમની રાજકીય સફર અને તેમની સાથે જોડાયેલા વિવાદો

Gujarat election 2022: જાણો કોણ છે હાંસિયામાં ધકેલાઈ ગયેલા કુમાર કાનાણી, કેવી છે તેમની રાજકીય સફર અને તેમની સાથે જોડાયેલા વિવાદો

BJP MLA Kumar Kanani: કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટી તરફથી સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે. કુમાર કાનાણીનો જન્મ 1 ડિસેમ્બર, 1963ના રોજ થયો હતો. કુમાર કાનાણીનું પૂરું નામ કિશોરભાઈ શિવાભાઈ કાનાણી છે. કાનાણીનું અસલી નામ કિશોર કાનાણી છે.

BJP MLA Kumar Kanani: કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટી તરફથી સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે. કુમાર કાનાણીનો જન્મ 1 ડિસેમ્બર, 1963ના રોજ થયો હતો. કુમાર કાનાણીનું પૂરું નામ કિશોરભાઈ શિવાભાઈ કાનાણી છે. કાનાણીનું અસલી નામ કિશોર કાનાણી છે.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણીમાં પડધમ વાગી ચૂક્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ કદાચ ઈતિહાસમાં સૌથી રસપ્રદ રહેશે. આવુ એટલા માટે કે દરેક વખતે ચૂંટણીમાં મુખ્ય પ્રતિસ્પર્ધીઓ તરીકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામતો હોય છે પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી (Gujarat AAP) પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.

    આમ ગુજરાત વિધાનસભા 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ગત વર્ષે મંત્રી મંડળમાં થયેલા ફેરફાર બાદ કેટલાક લોકપ્રિય અને જાણીતા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જેને લઈને તેમનામાં નારાજગી પણ જોવા મળી રહી છે. કુમાર કાનાણી (Kumar kanani) પણ આવા જ એક નેતા કહી શકાય જે મંત્રીમંડળના ફેરફાર બાદ હાલ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તો ચાલો જાણીએ ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીને લગતી કેટલીક વિગતો.

    કોણ છે કુમાર કાનાણી (Who is Kumar Kanani?)

    કુમાર કાનાણીનો જન્મ 1 ડિસેમ્બર, 1963ના રોજ થયો હતો. કુમાર કાનાણીનું પૂરું નામ કિશોરભાઈ શિવાભાઈ કાનાણી (Kishorebhai Shivabhai Kanani) છે. જણાવી દઈએ કે કુમાર કાનાણીનું અસલી નામ કિશોર કાનાણી છે, પણ રાજકારણમાં તેમને કુમાર કાનાણીના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. કુમાર કાનાણીનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના (સાવરકુંડલા) જુના સાવર ગામમાં થયો હતો. તેમનું બાળપણ ખૂબ જ સામાન્ય રહ્યું હતું. તેમના અભ્યાસ વિશે વાત કરીએ તો કુમાર કાનાણી સુરતના વરાછા રોડની શ્રી કી ચી કોઠારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે વર્ષ 1977માં ધોરણ 9 બાદ અભ્યાસ કર્યો નથી. તેમના પત્નીનુ નામ શારદાબેન કાનાણી છે. રાજકારણ સાથે કુમાર કાનાણી ટેક્સટાઈલ વેવિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે.

    કુમાર કાનાણી આટલી સંપતિના છે માલિક

    ડિસેમ્બર 2017માં પોતાના સોગંદનામામાં જણાવેલી વિગતો અનુસાર કુમાર કાનાણી પાસે હાથ પરની રોકડ આશરે રૂ. 15,25,036 હોવાનું જાણવા મળે છે. આ સિવાય તેમની જંગમ સંપતિની વાત કરીએ તો બેન્કમાં રૂ. 8,91,204 ની થાપણો, રૂ. 92,600 શેર અને ડિબેન્ચર, નેશનલ સેવિંગ સ્કિમમાં રૂ. 11,02,558નું રોકાણ, રૂ. 16,04,084ની કિંમતની ઈનોવા કાર અને એક્ટિવા, રૂ. 78,39,693ની આપેલી લોન સહિત કુલ રૂ. 1,30,58,285ની જંગમ મિલકતો છે. તેમની પત્ની પાસે રૂ. 19,79,342ની હાથ પર રોકડ, રૂ. 2045 બેન્ક થાપણો, રૂ. 533236ની કિંમતનું 166 ગ્રામ સોના સહિત કુલ રૂ. 3298888ની જંગમ મિલકતો છે.

    આ સિવાય સ્થાવર મિલકતોની વાત કરીએ તો કુમાર કાનાણી પાસે કુલ રૂ. 5824288ની સ્થાવર મિલકતો છે. આ સાથે જ રૂ. 81,88,414ની સરકારી લોન અને પત્ની રૂ. 25000ની સરકારી લોન ધરાવે છે.

    Gujarat election 2022: બહોળી લોકચાહના ધરાવતા ઋષિકેશ પટેલ ભાજપ માટે મહત્વપૂર્ણ લોકનેતા


    કુમાર કાનાણીની રાજકીય સફર (Political journey of Kumar Kanani)

    કુમાર કાનાણી ભારતીય જનતા પાર્ટી તરફથી સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા છે. જણાવી દઈએ કે કુમાર કાનાણી વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા સામે કિશોર કાનાણીએ 20359 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો, જ્યારે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ધીરુભાઈ ગજેરા સામે 13998 મતોથી વિજય બન્યા હતા.

    જણાવી દઈએ કે તેમની રાજકીય સફની શરૂઆતમાં કુમાર કાનાણી સુરત મહાનગર પાલિકાના મેયર તરીકે પણ પદભાર સંભઆળી ચૂક્યા છે. આ બાદ તે 13 મી વિધાનસભાના સભ્ય રહ્યાં અને તેમણે રાજયકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. જો કે ગતવર્ષે મંત્રી મંડળમાં કરવામાં આવેલા ફેરફાર બાદ તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે છતાં પણ ફરજમાંથી દૂર કર્યા બાદ પણ તે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે અને હાલ પહેલા કરતા વધુ એક્ટિવ દેખાઈ રહ્યાં છે.

    વિવાદોથી નથી દૂર કુમાર કાનાણી

    રાજકારણ સાથે જોડાયેલા નામો જ્યાં સુધી કોઈ વાદ વિવાદમાં ન સપડાય ત્યાં સુધી તેમની રાજકીય કારકિર્દી અધૂરી હોય તેવુ લાગતું હોય છે. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાથે પણ કંઈક આવું જ છે. જણાવી દઈએ કે કોરોનાકાળ દરમ્યાન કલમ 144 ભંગ કરવાના ગુના હેઠળ PMO અને CMOમાં તેમની ફરિયાદ દાખલ કરાઈ હતી. સાથે જ પોલિસ સ્ટેશનમાં પણ આ બાબતને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    Gujarat election 2022: ગોરખપુરથી લઈને કચ્છ સુધી ચાહક વર્ગ ધરાવે છે યોગી દેવનાથ, ભાજપ આ વર્ષે ગુજરાતના યોગીને આપી શકે છે ટિકીટ


    આ સાથે જ તેમના નામ સાથે જોડાયેલા મોટા વિવાદની વાત કરીએ તો સુરતના મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદવ અને ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીના પુત્ર વચ્ચે બોલાચાલીને કારણે ઊભો થયેલો વિવાદ મોખરે છે. કુમાર કાનાણીનો પુત્ર પોતાના મિત્રો સાથે બજારમાં માસ્ક વિના ફરી રહ્યાં હતો, ત્યારે કોન્સ્ટેબસ સુનિતા યાદવે તેમને ટોક્યા હતા. જે બાદ બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો બિચક્યો હતો. આ બાબતને લઈને તત્કાલિન મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ તેમને ઠપકો આપવામાં આવ્યો હતો. બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી ગયો અને પછી સુનિતા યાદવે રાજીનામું આપ્યું હતું.

    સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી પોતાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમો તોડતા લોકોને દંડ ન કરવા માટે રજૂઆત કરી હતી. જો આ બાબત ગંભીરતાથી ધ્યાને લેવામાં નહીં આવે, તો આગામી દિવસમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બાબતને લઈને કુમાર કાનાણી અને ટ્રાફિક પોલીસ વચ્ચે રક્ઝક થઇ હતી. આ રકઝકનો વિડીયો વાયરલ થયો હતો.

    આગામી ચૂંટણીને લઈને શું હશે તેમની ભૂમિકા?

    હાલ મંત્રી મંડળના ફેરફાર બાદ તેમને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે. જો કે છેલ્લી 2 ટર્મથી સુરતના વરાછા બેઠક પર સતત જીત મેળવતા પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવી ભૂમિકા રહેશે તેને લઈને હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

    જણાવી દઈએ કે સાઈડલાઈન કરાયા હોવાને કારણે હાલ કુમાર કાનાણી પક્ષથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મારી બેઠક ભાજપ માટે જીતવી હવે અઘરી બનશે. તેમણે દાવો કર્યો છે કે સુરતની વરાછા બેઠક જીતવી ભાજપ માટે અઘરી છે. રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ઉમેર્યુ હતું કે વરાછા બેઠક પર ભાજપનું હંમેશા વર્ચસ્વ વધ્યું રહ્યુ છે, પરંતુ હવે ભાજપના જ મતદારો તેમનાથી વિમુખ થયા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kumar kanani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन