Home /News /surat /Gujarat election 2022: કામરેજ બેઠક પર આપ બદલી શકે છે ભાજપ-કોંગ્રેસ માટે સીટની ગણતરી, જાણો ચૂંટણી સમીકરણો

Gujarat election 2022: કામરેજ બેઠક પર આપ બદલી શકે છે ભાજપ-કોંગ્રેસ માટે સીટની ગણતરી, જાણો ચૂંટણી સમીકરણો

Kamrej assembly constituency: સુરત વિધાનસભાની 12 બેઠક પર આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે કારણ કે જે પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે.

Kamrej assembly constituency: સુરત વિધાનસભાની 12 બેઠક પર આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે કારણ કે જે પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે.

Gujarat Assembly election 2022 : વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થવા જઈ રહ્યું છે ગુજરાતના રાજકારણ નો સમીકરણ સુરતથી બદલાઈ રહ્યો છે. એ વાત સૌ જાણે છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાતમાં સુરતથી થઈ છે અને સુરતના નામાંકિત ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

સુરત વિધાનસભાની 12 બેઠક પર આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે કારણ કે જે પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે આ તમામ કોંગ્રેસની બેઠક છે જેથી આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં બાર વિધાનસભાની બેઠક આવે છે જેમાંથી આજે અમે તમને સૌથી મહત્વની ગણાતી કામરેજ વિધાનસભા બેઠક (kamrej assembly constituency)વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

કામરેજ પરથી આપ બગાડી શકે છે ખેલ

સુરતની બારમાંથી ચાર કામરેજ, કરંજ, વરાછા અને કતારગામ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી ભાજપનો ખેલ બગાડી શકે છે. આમ તો વર્ષ 2002થી કામરેજ બેઠ પર ભારતીય જનતા પાર્ટીને કોઇ હટાવી શક્યું નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે, પાટીદાર અનામત આંદોલનની અસર વિધાનસભાની આ બેઠક પર થઈ શકે છે અને ભાજપને સીટ ગુમાવવાનો પણ વારો આવી શકે છે પરંતુ પરિણામ તેનાથી વિપરીત ગયું હતું અને ભાજપને પાટીદારોના આંદોલન વચ્ચે પણ પાટીદારોનો સાથ મળ્યો હતો.

પાટીદારોનો મિજાજ

વિધાનસભા બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો નિશ્ચિત કરે છે કે કયા પક્ષના ઉમેદવાર વિજય મેળવશે. આ બેઠક પર હળપતિ મતદારોનું સારું એવું પ્રભુત્વ છે. જેમાં શહેરી વિસ્તારમાં પાટીદારો અને ગ્રામ્ય વિસ્તારમાં હળપતિ મતદારો વહેંચાયેલા છે. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ચાર બેઠક પર દેશભરની નજર હતી.

આ પણ વાંચો- Gujarat election: શું ભાજપ વટવા બેઠક પર વિજયની હેટ્રીક મારી શકશે? જાણો શું કહે છે સમીકરણો


વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું તે સમયે પાસના પૂર્વ નેતા અને કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે ચાર વિધાનસભા બેઠક (વરાછા રોડ, કરંજ, કામરેજ અને કતારગામ) પર કોંગ્રેસના ચારેય ઉમેદવારોને લઈ હજારોની સંખ્યામાં કાર્યકરોને લઈ રોડ શો પણ કર્યો હતો. પરંતુ સરકાર સામે ભારે વિરોધ બાદ પણ આ ચારેય બેઠક પર પાટીદાર સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવ્યા હતા. આંદોલનની ભારે અસર જોવા મળી હતી તેમ છતાં હાર્દિક ફેક્ટર વિધાનસભા ચૂંટણી વખતે આ ચારે બેઠક પર જોવા મળી નહોતી.

આપ બની શકે છે નવો વિકલ્પ

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે પરંતુ આ વખતે સુરતમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. જે કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે છે. કારણ કે, જે રીતે પાટીદાર મત વિસ્તાર ગણાતા વરાછા, કરંજ ,કામરેજ વિસ્તારના વૉર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.

2017ની ચૂંટણી પરીણામો પર એક નજર

કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. સુરતની મોટા ભાગની બેઠકોમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ છે તે વાત સૌ કોઇ જાણે છે. ત્યારે 2017માં સત્તાના સંગ્રામમાં ભાજપે વીડી ઝાલાવડીયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ બેઠક પર ભાજપના વી.ડી ઝાલાવડીયાએ 1,47,371 મતોથી જીત મેળવી હતી. જ્યારે અશોક જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા.

કામરેજ બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ (Elections held on Kamrej Assembly seat)
ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017વી ડી ઝાલાવડીયાભાજપ
2012પ્રફુલભાઇ પાનશેરીયાભાજપ
2007ભારતીબેન રાઠોડભાજપ
2002પ્રવિણભાઇ રાઠોડભાજપ
1998રમણભાઇ રાઠોડકોંગ્રેસ
1995ધનજીભાઇ રાઠોડભાજપ
1990ડાહીબેન રાઠોડકોંગ્રેસ
1985નારણભાઇ રાઠોડકોંગ્રેસ
1980નારણભાઇ રાઠોડકોંગ્રેસ
1975ધનજીભાઇ રાઠોડએનસીઓ

ઉલ્લેખનિય છે કે, 3000થી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા અને શહેરના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને વિધાનસભાની ચૂંટણીને લઇ તેઓ આપમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગતા હતા. પણ થોડા સમયમાં જ તેમનો હરિરસ ખાટો થઈ ગયો હતો.

ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓએ વર્ષ 2019માં લોકસભા સુરતની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીથી ટિકિટ માંગી હતી એટલું જ નહીં વર્ષ 2016માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેઓએ કામરેજ વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા અમિત શાહના સભાનું આયોજન પણ કર્યું હતું, જેમાં પાસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. હાર્દિક જેલમાં હતો ત્યારે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થતા કરનાર મહેશ સવાણી જ હતા. હવે કામરેજ અથવા વરાછા વિધાનસભા બેઠક પર આપ અન્ય ચહેરો શોધી રહી છે.

આ પણ વાંચો- Gujarat Election: અનામત આંદોલનનું એપી સેન્ટર હતી વરાછા બેઠક, જાણો હાલ કેવો છે પાટાદારોનો મૂડ


કામરેજ બેઠક પર વિવાદ (Controversy over the seat of Kamrej)

- ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી કોંગ્રેસના બે ઉમેદવાર નોંધાતા ભારે વિવાદ સર્જાયો હતો. અહીં નિલેશ કુંભાણી અને અશોક જીરાવાલાએ ઉમેદવારી ફોર્મ નોંધાવતા કોંગ્રેસનો આંતરિક ડખો સપાટીએ આવ્યો હતો.

- ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તમામ ચૂંટણીની અંદર ખૂબ જ પરિશ્રમ કરીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં દૃઢ વિશ્વાસ છે. અમારી રણનીતિ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સામે લડવા કરતાં લોકો સુધી અમે કરેલાં કામોને પહોંચાડવાની છે. આમ આદમી પાર્ટી અમારી સામે કોઈપણ પ્રકારનો પડકાર નથી.

- ભાજપના કોર્પોરેટર વૃજેશ ઉનડકટે જણાવ્યું હતું કે નિખીલ સવાણીએ વરસાદી દેડકા છે. પક્ષ બદલી નાખે છે. આમ આદમી પાર્ટીના જે 27 નગરસેવક છે તેમની કાર્યપ્રણાલી લોકો જાણી ગયા છે. પાટીદાર આંદોલન વખતે પણ સુરતમાં બેઠક ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી મહેશ સવાણીના આમ આદમી પાર્ટી માં જવાથી ભાજપ ફેર પડતો નથી પોતાના નેતા અરવિંદ કેજરીવાલની જેમ વીજળીના થાભલાની ખોટી તસવીરો મૂકે છે અને ડીલીટ કરે છે તેઓ ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kamrej, સુરત