Home /News /surat /

Gujarat election 2022: કોણ છે સી આર પાટીલ, જાણો ભાજપના મજબૂત અને જાણીતા ચહેરાની સફર

Gujarat election 2022: કોણ છે સી આર પાટીલ, જાણો ભાજપના મજબૂત અને જાણીતા ચહેરાની સફર

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

Gujarat BJP state president CR Patil : સી.આર. પાટીલ 1990ની સાલમાં ભાજપમાં જોડાયા હતા. ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ પદે પહોંચી ગયા હતા. સી.આર. પાટીલે 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવી હતી.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022 ) ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેમાં પણ ખાસ કરીને સી.આર. પાટીલનુ (CR Patil) નામ કોઈની માટે નવું નથી. સી.આર પાટીલ એવું નામ છે, જેણે ગુજરાતના રાજકારણનો નકશો જ બદલી નાંખ્યો અને તેને એક નવી દિશા આપી. તેમની ગણતરી આજે માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના મોટાગજાના નેતાઓમાં કરવામાં આવે છે. આજના આ વિશેષ આર્ટિકલમાં અમે આપને સી.આર પાટીલના જીવન અને તેમની રાજકીય સફર જેવી માહિતીથી અવગત કરાવીશું.

  કોણ છે સી.આર પાટીલ (CR Patil)

  ગુજરાત ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળના વિશ્વાસુ સી. આર. પાટીલ એટલે કે ચંદ્રકાન્ત રધુનાથ પાટીલનો જન્મ 16 માર્ચ, 1955ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ ખાતે થયો હતો. તેમના પિતાનુ નામ રધુનાથ પાટીલ અને માતાનુ નામ શ્રીમતિ સરુબાઈ હતું. 1 મે, 1960માં જે સમયે તત્કાલિન બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પાટીલ પરિવાર ગુજરાતમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત થયો.

  તેમણે દક્ષિણ ગુજરાતમાં પોતાનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યો અને પછીથી સુરતની ઈન્ડસ્ટ્રીયલ ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટમાંથી ફીટર-ટર્નરનો અભ્યાસ કર્યો હતો. સીઆર પાટીલના પિતા રઘુનાથ પાટીલ ગુજરાત પોલિસમાં કાર્યરત હતા, તેથી પોતાના પિતા અને અન્ય લોકોને જોઈને વર્ષ 1975માં સીઆર પાટીલે પણ ગુજરાત પોલિસમાં જોડાવવાનો નિર્ણય કર્યો. 6 મે, 1976માં સીઆર પાટીલે લગ્ન કર્યા, તેમની પત્નીનુ નામ શ્રીમતિ ગંગા પાટીલ છે. તેમના પરિવારમાં તેમના સિવાય તેમની પત્ની, 3 દીકરીઓ અને 1 દીકરો અને પુત્રવધુ છે.

  પાટીલ છે આટલી સંપતિના માલિક

  નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતી વખતે ભાજપના વર્તમાન સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (BJP state president CR Patil) પોતાના સોગંદનામામાં પોતાની, પત્ની અને પરિવારની સ્થાવર અને જંગમ મિલકતની જાહેરાત કરી હતી. તા. 30/03/2019 ના સોગંદનામા અનુસાર, સીઆર પાટીલ પાસે હાથ પરની રોકડ રૂ. 3.86 લાખ દર્શાવવામાં આવી હતી.

  આ સિવાય જો વાત કરવામાં આવે તો જંગમ અને સ્થાવર થઈને તેમની કુલ મિલકત રૂ. 21.20 કરોડની છે. જેમાં રૂ. 17.40 લાખની બેંક થાપણો, રૂ. 65.05 લાખના નોન લિસ્ટેડ કંપનીના શેર, રૂ. 2.48 લાખના લિસ્ટેડ કંપનીના શેર, 41.99 લાખ રાષ્ટ્રીય બચત યોજનામાં, રૂ. 1 કરોડની આપેલી લોન, 19.70 લાખના હીરાના દાગીના, 28.44 લાખના સોનાના ઘરેણાં, 7.94 લાખની કિંમતના ચાંદીના ઘરેણાં, રૂ. 64 હજારના નંગ અને 27.76 લાખના કર અને ટ્રેક્ટર બે વાહનો એમ કુલ રૂ. 12,61,78,797ની જંગમ મિલકતો અને ખેતી તથી બિન ખેતીની 5.56 કરોડની જમીન, બેન્કમાં ફિક્સ ડિપોઝિટ રૂ. 7.50 લાખ અને રહેણાંક મકાન તથા અન્ય વસાહત સહિત કુલ રૂ. 5.56 કરોડની સ્થાવર મિલકત છે.

  Gujarat election 2022: લોકોના દિલમાં વસી ગયા બાદ પક્ષે રૂપાણીને CM પદેથી કેમ હટાવ્યા?


  આ સિવાય તેમની પત્ની અને પરિવારના સંપતિની વાત કરવામાં આવે તો તેમની પાસે રૂ. 24.80 લાખની સ્થાવર મિલકતો, રૂ. 98,560 રોકડ, રૂ. 36.97 લાખની કિંમતના સોનાના ઘરેણાં, 14.50 લાખની કિંમતના ચાંદીના ઘરેણાં , 29.45 લાખના ડાયમંડના દાગીના આ સિવાય 3.13 લાખના નોન લિસ્ટેડ કંપનીના શેર અને 4.90 લાખના લિસ્ટેડ કંપનીના શેર સામેલ છે. આ સિવાય તેમના પરિવારની કુલ સંપતિ 68.38 લાખ છે. આમ તેમની પત્ની અને પરિવારની કુલ મિલકત 46.59 કરોડની મિલકત છે.

  વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં સી.આર.પાટીલની રૂ. 24.21 કરોડની સંપત્તિ હતી. જ્યારે વર્ષ 2014માં તેમાં વધારો થતા કુલ સંપત્તિ 74.47 કરોડ થઈ હતી. જો કે 2019માં તેમાં આશ્ચર્ય જનક રીતે ઘટાડો થયો છે. સાંસદ સી.આર. પાટીલે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલાં સોગંદનામામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 2013-14માં રૂ. 1.86 કરોડનું ઈન્કમટેક્સ રીટર્ન ભર્યુ હતું. જે વર્ષ 2014-15 અને 2015-16માં ઈન્કમ ટેક્સ ક્રમશઃ ઘટતું ગયુ હોવાનું જણાવ્યું છે.

  સામાન્ય માણસથી લઈ સાંસદ અને પ્રદેશ પ્રમુખ સુધીની પાટીલની સફર (Patil's political journey)

  સી.આર. પાટીલ 1990ની સાલમાં ભાજપમાં જોડાયા હતા. ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ પદે પહોંચી ગયા હતા. સી.આર. પાટીલે 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવી હતી. જો કે વિવાદોને કારણે તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

  આ બાદ તે 1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. જો કે યુનિયનની રચનાને પગલે તેમને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  આ બાદ 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. જ્યાં તેમણે વર્ષ 1995થી 1997 સુધી GIDCના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

  વર્ષે 1998થી 2000 સુધીના સમયમાં તેમને GACLના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2009માં સી.આર. પાટીલે નવસારી લોકસભા સીટ પરથી ચૂંટણા લડી અને વિજયી બન્યા, જે બાદ તેમણે નવસારીના સાંસદ તરીકે પદભાર સંભાળ્યો. જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ કાર્ય કરી ચૂક્યા છે. આ બાદ તેમની રાજકીય કારકીર્દીએ ગતિ પકડી અને એકબાદ એક તે નોંધનીય હોદ્દાઓ પર કાર્યભાર સંભાળતા રહ્યાં. સી.આર. પાટીલ 2014 અને 2019માં પણ સાંસદ બન્યા હતા. તેમણે વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

  20 જુલાઈ 2020ના રોજ સી. આર. પાટીલની ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રથમ વખત છે કે જ્યારે કોઈ નોન ગુજરાતીએ ભાજપ પ્રેદશ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હોય. સી. આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અનેક ઐતિહાસિક નિર્ણયો અને જીત ભાજપે મેળવી છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીને એક નવી ઉંચાઈએ પોહચડવાનું કામ તેમણે માત્ર એક વર્ષેના સમયમાં કર્યું છે. તેના એક વર્ષના સમયગાળાના મહત્વના નિર્ણયો અને ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 21 જુલાઇ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સી આર પાટીલે સંગઠન ને મજબૂત કરવા કામગીરી હાથ ધરી હતી.

  Gujarat election 2022: AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે? કઈ રીતે થયો રાજકારણમાં તેમનો ઉદય


  આ રીતે છોડી પોતાની અનોખી છાપ

  સૌરાષ્ટ્, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રવાસની સાથે જ સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોમાં જોશ પુરવાનું કામ કર્યું. તો દક્ષિણ ગુજરાતના કાર્યકરો તો પાટીલની વર્કિંગ સ્ટાઇલથી જાણીતા જ હતા. 24 સપ્ટેમ્બર 2020ના રોજ પેજ સમિતિ કાર્યક્રમનો પ્રારંભ કરી રાજ્યમાં આવેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી તૈયારીનો પ્રારંભ કર્યો. આ સાથે જ ભારતીય જનતા પાર્ટી 10 નવેમ્બર 2020ના રોજ 8માંથી 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાવામાં સફળ રહ્યું.

  પાટીલના કારભાર સંભાળ્યા બાદ પહેલી વખત ડાંગ જેવી વિધાનસભામાં પર ભાજપે ઐતિહાસિક લીડ સાથે જીત મેળવી. પેટા ચૂંટણી પૂર્ણ થતાં જ 7 જાન્યુઆરી 2021ના રોજ પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. ત્યાર બાદ રાજ્ય સભા બે બેઠકોની ચૂંટણી પણ બિન હરીફ રીતે જીત મેળવી હતી.

  આ સાથે જ સી આર પાટીલે સ્થનિક સ્વરાજની ચૂંટણીઓ ની તૈયારીનો પ્રારંભ કર્યો. જે અંતર્ગત પહેલી વખત પ્રદેશ ભાજપના ઇતિહાસમાં ટિકિટ મેળવવા માટે ના નિયમોનું ચુસ્ત પણે અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 60 વર્ષથી ઉપરના ને ટિકિટ નહીં, પરિવારના સભ્યોને ટિકિટ નહીં અને ત્રણ ટર્મ ચૂંટાયેલા હોદ્દેદાર ને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો.

  આ સાથે જ 23 ફેબ્રુઆરી એ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 6માંથી 6 મહાનગરો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. તો 2 માર્ચે ના રોજ આવેલા પરિણામમાં ભાજપે 31 જિલ્લા પંચાયત, 205 તાલુકા પંચાયત અને 75 નગરપાલિકમાં ઐતિહાસિક જીત મેળવી હતી. તો ત્યારબાદ થયેલ મોરવાહડફ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી હતી. તો એક વર્ષેના સમયગાળામાં સહકારી સંસ્થાઓમાં પણ ભાજપનો ડંકો વગાડ્યો છે.

  ભાજપના ફંડીગ મેનેજર તરીકે સીઆર પાટીલનું નામ ખૂબ ઊંચુ છે. સુરતના ટેક્સટાઈલના વેપારીઓ અને ઉદ્યોગકારો તથા હીરા ઉદ્યોગકારોના પ્રશ્નો ઉકેલવાથી લઈને તેમના સંગઠના પ્રશ્નો સુધી અને રાતોરાત સરકાર બદલવાના નિર્ણય સુધી સીઆર પાટીલનું નામ ભાજપ માટે ઘણું જ ફાયદાકારક રહ્યું છે. પોતાની આવડત અને કૌશલ્યને કારણે તે પાર્ટીને જીતતો અપાવે જ છે, સાથે જ ચૂંટણી સમયે ભાજપ માટે ફંડ એકઠું કરવામાં તેઓ સતત અગ્રેસર રહ્યા છે. જેથી રાજકીય રીતે તેમનું કદ ખૂબ ઊંચ થઈ ગયું છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, CR Patil, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन