Home /News /surat /Gujarat Assembly election 2022: ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ, કોંગ્રેસે કરવી પડશે તડામાર તૈયારીઓ

Gujarat Assembly election 2022: ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ, કોંગ્રેસે કરવી પડશે તડામાર તૈયારીઓ

choryasi assembly constituency : ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે.

choryasi assembly constituency : ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે.

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) આગમન સાથે જ રાજકીય ચહલપહલ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ છે, તે જોતા વહેલી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી અટકળો ચલાવવામાં આવી રહી છે. જો કે હાલમાં જે પ્રકારે સ્થિતિનું સર્જન થયું છે તે જોતા કોઇ પણ સ્થિતિમાં વહેલી ચૂંટણીનું આયોજન થાય તેવી શક્યતા નહીવત્ત છે. તમામ રાજકીય પાર્ટીઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગઈ છે.

  વધુમાં વધુ 150 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ભાજપે તેના પરંપરાગત શહેરી મતદારો તેમજ આદિવાસી, ઓબીસી, દલિત અને પાટીદારોને ધ્યાનમાં રાખીને ખાસ રણનીતિ બનાવી છે. કોંગ્રેસ પણ રાજકીય છાપ ટકાવી રાખવા માટે ગડમથલ કરી રહી છે. ગુજરાત વિધાનસભા 2022માં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આજે અહીંયા અમે તમને ચોર્યાસી વિધાનસભા બેઠક (choryasi assembly constituency) વિશે જાણકારી આપી રહ્યા છીએ.

  ચોર્યાસી વિધાનસભા બેઠક (choryasi assembly constituency)

  ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ઝંખનાબેન પટેલે કોંગ્રેસ ઉમેદવાર યોગેશભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના પૂર્વ મહામંત્રી અજય ચૌધરી ભાજપમાંથી બળવો કરીને ત્રીજું પરિબળ બનીને મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતાં, અજય ચૌધરી આ બેઠક પર જીતી શક્યા નહોતા.

  આ પણ વાંચો- Gujarat Election: ઓલપાડ બેઠક પર મતદારો ભાજપનું કમળ ખીલવશે કે પછી કોંગ્રેસનો પંજો પકડશે? જાણો સ્થિતિ


  વર્ષ 2012ની ચૂંટણી પર નજર નાંખીએ તો તે વખતે ચોયાર્સી વિધાનસભામાં 3,61,117 મતદારો હતા. ભાજપે તે વખતે રાજેન્દ્રભાઈ પટેલને ટીકીટ આપી હતી. રાજેન્દ્રભાઈ પટેલને ચૂંટણીમાં 1,19,917 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર સતીષ પટેલને 52,279 વોટ મળ્યા હતા. રાજા પટેલ 67,638 મતથી વિજયી બન્યા હતા.
  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ઝંખનાબેન પટેલભાજપ
  2012રાજેન્દ્રભાઈ પટેલભાજપ
  2007નરોત્તમભાઈ પટેલભાજપ
  2002નરોત્તમભાઈ પટેલભાજપ
  1998નરોત્તમભાઈ પટેલભાજપ
  1995નરોત્તમભાઈ પટેલભાજપ
  1990મનુભાઈ પટેલYVP
  1985કાંતિભાઈ પટેલકોંગ્રેસ
  1980ઉષાબેન પટેલકોંગ્રેસ
  1975ઠાકોરભાઈ પટેલNCO
  1972નરસિંહભાઈ કોન્ટ્રાક્ટરકોંગ્રેસ
  1967U. P. S. ભટ્ટકોંગ્રેસ
  1962પુરુષોત્તમ ચૌહાણકોંગ્રેસ

  ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં મહાપાલિકાના 29 પૈકીના 9 વોર્ડનો વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 9 અડાજણ-પાલ,વોર્ડ નંબર-17 ડુંભાલ-પરવટ, વોર્ડ નંબર-21 ઇચ્છાનાથ ડુમસ, વોર્ડ નંબર-24-લિંબાયત ઉધનાયાર્ડ, વોર્ડ નંબર-25 ગોડાદરા ડિંડોલી ઉત્તર, વોર્ડ નંબર-26 ડિંડોલી દક્ષિણ, વોર્ડ નંબર-27 પાંડેસરા ભેસ્તાન, વોર્ડ નંબર-28 બમરોલી અને વોર્ડ નંબર-29 વડોદ જીઆવ.

  ચોર્યાસી મતવિસ્તારની માહિતી

  ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં આવેલો છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ અને પાટીદાર તથા અન્ય લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં સ્થાનિકો મુખ્યત્વે, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. મુખ્યત્વે ડાંગર, શેરડી, કેળા તેમજી શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

  ચોર્યાસી વિધાનસભા પેટાચૂંટણી

  ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય રાજાભાઈ પટેલનું મુંબઇ ખાતે 5 ઓગસ્ટ 2015ના રોજ અવસાન થતાં ચોર્યાસી વિધાસભાની બેઠક ખાલી પડી હતી. આ કારણોસરવિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ નેતાગીરીએ કોળી સમાજને સાચવવાના ભાગરૂપે રાજાભાઇની પુત્રી ઝંખનાને ટિકિટ આપી હતી.

  કોંગ્રેસે સૌથી વધારે મતદારો ધરાવતા ઉત્તર ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ધનસુખ રાજપૂતને ચૂંટણી જંગમાં ઉતાર્યાહતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં ધનસુખ રાજપુતને 46,651 વોટ મળ્યા હતા. જ્યારે ઝંખનાબેન પટેલને 90,098 વોટ મળ્યા હતા. ભાજપના ઝંખનાબેન પટેલે ખૂબ મોટા માર્જિનથી આ બેઠક જીતી હતી. કાંઠા વિભાગના લોકો જણાવે છે કે, ધારાસભ્ય ઝંખના બેન પટેલે ધારાસભ્ય તરીકે ક્યારેય પોતાના પિતા રાજેન્દ્રભાઈ પટેલની ખોટ સાલલા દીધી નથી.

  ઝંખનાબેન પટેલ વિવાદ

  વર્ષ 2016માં સુરતના ડુમસ રોડ પર તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં ઝંખનાબેન પટેલે ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું. સંબોધનમાં ઝંખનાબેન પટેલની જીભ લપસી હતી. તેમણે આનંદીબહેન પટેલને મુખ્યમંત્રીની જગ્યાએ પ્રધાનમંત્રી કહીને સંબોધન કર્યું હતું. આનંદીબહેન પટેલને પ્રધાનમંત્રી કહીને સંબોધન કરતા તમામ લોકો અચંબામાં મુકાઈ ગયા હતા અને આનંદીબહેન પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા.

  આ પણ વાંચો- Gujarat assembly election 2022: ભાજપનો ગઢ રહી છે વાગરા વિધાનસભા બેઠક, જાણો ચૂંટણી સમીકરણો અને રાજકીય રસાકસી


  ચોર્યાસી વિધાનસભા બેઠકનું ગણિત

  ચોર્યાસી વિધાનસભા બેઠકના આંકડાકીય ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોઈ પણ રીતે હિન્દીભાષીને ટીકીટ આપવામાં આવતી નથી. આ બેઠક પર હંમેશા કાંઠા વિભાગનાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012માં થયેલ નવા સીમાંકન બાદ ચોર્યાસી વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારના લોકો વસવાટ કરે છે. આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે. ત્યારબાદ ખલાસી માછી, મુસ્લિમ, ક્ષત્રિય, પ્રજાપતિ, પાટીદાર, હળપતિ, દલિત, બ્રાહ્મણ, દેસાઈ, રાજપૂત, OBC તથા ગુજરાતી મતદારો વસવાટ કરે છે.

  નરોત્તમ પટેલ અને ચોર્યાસી વિધાનસભા

  વર્ષ 1995થી લઈને વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરોત્તમભાઈ પટેલ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. ચોર્યાસી વિધાનસભામાં આઠ લાખ મતદારો હતા તે સમયે પણ ભાજપનાં વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલ આ બેઠક પરથી વિજયી થતાં આવ્યા છે.

  વિધાનસભાની ચૂંટણી પહેલા જ તમામ પક્ષોમાં ‘આયા રામ ગયા રામ’ની સ્થિતિ સર્જાઈ છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી લીધી છે. ત્યારબાદ વિધાનસભામાં પણ ધારાસભ્ય બને તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડા જિલ્લાના પૂર્વ ભાજપના નેતા નરોત્તમ પટેલે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

  નવસારી લોકસભા ચૂંટણી

  નવસારી લોકસભામાં સુરત જિલ્લાના લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી તથા ગણદેવી કુલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સી. આર.પાટીલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને6,89,668ના તફાવતથી હરાવ્યા હતા.

  નવસારી લોકસભા બેઠક વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. નવસારી લોકસભા બેઠકમાં સુરતના 60 ટકા અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ |  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन