Home /News /surat /

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બારડોલી બેઠક, હળપતિ હૂકમનો એક્કો

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બારડોલી બેઠક, હળપતિ હૂકમનો એક્કો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં બારડોલી વિધાનસભા બેઠક પર જીત માટે હળપતિ સમાજ પાસે છે જીતની ચાવી. એવું કહેવાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ જો હળપતિનો મળે સાથ તો જીત થાય પાક્કી.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મહાજંગમાં બારડોલી વિધાનસભા બેઠક પર જીત માટે હળપતિ સમાજ પાસે છે જીતની ચાવી. એવું કહેવાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ જો હળપતિનો મળે સાથ તો જીત થાય પાક્કી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022): લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલને સરદાર બનાવનાર બારડોલી રાજકીય રીતે ભારે સક્રિય છે. બારડોલી વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં નવું સીમાંકન ભાજપને ફળ્યું છે. એ પહેલા અહીં કોંગ્રેસનો દબદબો હતો જોકે નવા સીમાંકન બાદ અહીં કમળ ખીલ્યું છે. ભાજપ પોતાનો દબદબો યથાવત રાખવા તો સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીત મેળવવા માટે મેદાનમાં છે. આવો જાણીએ આ બેઠક પર કેવા છે રાજકીય સામાજિક સમીકરણ.

    બારડોલી વિધાનસભા બેઠક

    સુરત જિલ્લાના રાજકારણમાં સરદારની કર્મભૂમિ બારડોલીનું સારું એવું પ્રભુત્વ રહેલું છે. સુરત જિલ્લાના રાજકારણને લગતી રણનીતિ જાણે બારડોલીથી જ ઘડાતી હોવાનું કહેવાય છે. રાજકીય પક્ષોએ પણ જિલ્લાના વડા મથક તરીકે બારડોલીને સ્વીકારેલું છે. વલ્લભભાઈ પટેલને સરદાર બનાવનાર બારડોલીની આજે રાજ્યના સમૃદ્ધ પ્રદેશોમાં ગણતરી થાય છે. બારડોલીમાં સહકારી પ્રવૃત્તિઓનો સૌથી વધુ વિકાસ કરવામાં આવે છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસે સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા છે.

    ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બારડોલી વિધાનસભા બેઠક 169માં ક્રમાંકે છે. આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થયા બાદ બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સતત બે ટર્મથી ભાજપના ઈશ્વરભાઈ પરમાર આ બેઠક પર જીતતા આવ્યા છે.

    વર્ષ 2008માં નવા સીમાંકન બાદ બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. બારડોલી વિધાનસભામાં બારડોલી નગરપાલિકા ઉપરાંત બારડોલી તાલુકાના 58 ગામો, પલસાણા તાલુકાના તમામ ગામો અને ચોર્યાસી તાલુકાના 19 ગામોનો સમાવેશ થાય છે.

    બારડોલી વિધાનસભા બેઠક પર હાર-જીતના પરિણામ

    નવા સીમાંકન બાદ યોજાયેલ વર્ષ 2012માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસના નીતિનભાઈ રાણાને 22,272 મતોથી હરાવીને જીત મેળવી હતી. ભાજપના ઈશ્વરભાઈ પરમારને 81,049 મત, જ્યારે કોંગ્રેસના નિતિનભાઈ રાણાને 58,777 મતો મળ્યા હતા.

    વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રિપિટની થિયરી અપનાવીને ઈશ્વરભાઈ પરમારને જ ફરી ટીકીટ આપી હતી. કોંગ્રેસે ઉમેદવાર બદલીને ઈશ્વરભાઈ પરમારની સામે યુવા અગ્રણી તરુણ વાઘેલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર તરુણ વાઘેલાને 34,854 મતોથી હરાવ્યા હતા. ઈશ્વરભાઈ પરમારને 97,774 મત જ્યારે કોંગ્રેસના તરુણ વાઘેલાને 59,920 મતો મળ્યા હતા.









































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017ઈશ્વરભાઈ પરમારભાજપ
    2012ઈશ્વરભાઈ પરમારભાજપ
    2007કુંવરજીભાઈ હળપતિકોંગ્રેસ
    2002અનિલ કુમાર પટેલકોંગ્રેસ
    1998રજનીકાંત રજવાજીભાજપ
    1995પ્રવિણભાઈ રાઠોડકોંગ્રેસ
    1990પ્રવિણભાઈ રાઠોડJD
    1985જીતુભાઈ હળપતિકોંગ્રેસ
    1980જીતુભાઈ હળપતિકોંગ્રેસ
    1975છોટુભાઈ રાઠોડNCO
    1972ભૂલાભાઈ પટેલકોંગ્રેસ
    1967ભૂલાભાઈ પટેલકોંગ્રેસ
    1962ભૂલાભાઈ પટેલકોંગ્રેસ

    બારડોલી બેઠક પર મતદારોના સમીકરણ

    બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,63,925 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,36,978 પુરુષ મતદારો છે અને 1,26,943 મહિલા મતદારો છે તથા 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બારડોલી વિધાનસભામાં હળપતિ મતદારોની સૌથી વધુ સંખ્યા છે, જે લગભગ 60 હજાર જેટલી છે. હળપતિ મતદારોની આ સંખ્યા કુલ મતદારોના અંદાજિત 25 ટકા જેટલી છે.

    ઉપરાંત પાટીદાર અને અનુસુચિત જાતિના મતદારો પણ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પર અસર કરી શકે છે. બારડોલી વિધાનસભામાં હળપતિ સમાજ જે પક્ષની તરફેણમાં રહેશે તેની જીત થશે. કોંગ્રેસના પરંપરાગત મતદાર તરીકે ગણના પામતા હળપતિ સમાજનો છેલ્લી બે ટર્મથી ભાજપ તરફનો ઝુકાવ વધ્યો છે.

    બારડોલી વિધાનસભા બેઠકના પ્રશ્નો

    બારડોલી વિધાનસભા મત વિસ્તારના અમુક ગામોને બાદ કરતાં અહીં લગભગ મોટા ભાગના ગામોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારને કારણે પ્રદૂષણ વધવાનો સૌથી મોટો પ્રશ્ન છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા પણ એક મોટો પ્રશ્ન છે.

    પલસાણા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. અન્ય રાજ્યમાંથી અહીં મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે અને વરેલી, જોળવા, તાતીથૈયા, કડોદરા વિસ્તારમાં વસી ગયા છે. સ્થાનિકો આ વિસ્તારમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ લાવવાની માગ કરી રહ્યા છે.

    Gujarat Assembly Elections 2022

    બારડોલી અને પલસાણા તાલુકો ખેતીથી સમૃદ્ધ છે. બારડોલીમાં આવેલી એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રની ખાંડ મિલને કારણે આ વિસ્તારમાં શેરડીની મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને તેના થકી ખેડૂતોની સમૃદ્ધિ પણ વધી છે. પરંતુ બારડોલીના ખેડૂતો પણ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકારની આવક ડબલ કરવાની વાત કરી રહી છે, પરંતુ શેરડીના ભાવો બાબતે આ વાત પોકળ સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

    ખેડૂતોને મોંઘવારીના પ્રમાણમાં શેરડીના ટનદીઠ ભાવો ન મળતા હોવાથી ખેડૂતોમાં થોડા અંશે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને સિંચાઇ માટેની વીજળીમાં વારંવાર કાપ મુકવામાં આવતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. જેથી આ વખતની ચૂંટણીમાં ખેડૂત લક્ષી પ્રશ્નો બીજેપીને બારડોલીની સીટ પર જીતથી દૂર ધકેલી રહ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    દાસ્તાન ફાટક પરનો ઓવરબ્રિજ માથાનો દુઃખાવો-

    બારડોલી સુરત રોડ પર પલસાણા તાલુકામાં ઔદ્યોગિક વિકાસ થયો છે. બારડોલી અને આજુબાજુના ગામડાના લોકો કડોદરા તરફ જઈ શકે તે માટે વાહન વ્યવહારની સુવિધા છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી બની રહેલ દાસ્તાન ફાટક પરનો ઓવરબ્રિજ લોકો માટે માથાના દુઃખાવા સમાન બની રહ્યો છે.

    બારડોલી વિધાનસભા બેઠકની વિશેષતા

    બારડોલીને સમૃદ્ધ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. સત્યાગ્રહને કારણે બારડોલી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે તથા ખેતી અને ઔદ્યોગિક બંને રીતે સમૃદ્ધ છે. આ વિસ્તારમાં બુલેટ ટ્રેન પણ પસાર થવાની હોય વિકાસની ગતિમાં વેગ આવી શકે છે.

    પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન બારડોલી વિધાનસભા વિસ્તારમાં આવેલા અંત્રોલી ખાતે નિર્માણ પામશે. આ વિસ્તારના લગભગ દરેક ગામમાંથી મોટી સંખ્યામાં લોકો USA, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેઓ પણ પોતાના વતનનું ઋણ ચૂકવી વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યા છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Bardoli, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन