Home /News /surat /આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે: મહુવામાં રાહુલ ગાંધી

આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે: મહુવામાં રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતના મહુવામાં જનસભા સંબોધી રહ્યા છે.

Gujarat assembly election 2022: હું નાનો હતો ત્યારે મારી દાદીએ મને એક ચોપડી આપી અને મને જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે: સુરતના મહુવામાં રાહુલ ગાંધી

    મહુવા: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેઓ આજે બે જાહેર સભા સંબોધવાના છે. જ્યારે આજે સુરતના મહુવામાં જાહેરસભા સંબોધતાં તેમણે જણાવ્યુ હતુ કે, આ યાત્રામાં બધા આવી જાય છે, તમને કોઇ નથી પૂંછતુ કે તમારો ધર્મ, જાતિ કઇ છે. સવારથી રાત થઇ જાય છે, પરંતુ થાક નથી લાગતો. અહીં પણ મને કોન્વેયમાંથી ઉતરીને કારમાં બેસવાનું કહ્યું પરંતુ મેં એટલું ચાલી નાંખ્યું.

    'આદિવાસીઓ દેશના પહેલા માલિક છે'

    સુરતના મહુવામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રમાં નફરત કે હિંસા નથી માત્ર ભાઈચારો છે. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. તમે વનવાસી નહીં આદિવાસી છો. આ દેશ તમારો છે. આદિવાસીઓને ફાયદો આપતા કાયદા લાગુ જ નથી થયા. ભાજપના લોકો તમારી જમીન છીનવા માગે છે. આદિવાસીઓ દેશના પહેલા માલિક છે. અમારી સરકારમાં આદિવાસીઓને શિક્ષણ મળશે. અમે ઇચ્છીએ છીએ કે તમારા ઇતિહાસની રક્ષા થાય.


    આ પણ વાંચો: કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ: PM મોદી

    તેમણે કહ્યું, હું નાનો હતો ત્યારે મારી દાદીએ મને એક ચોપડી આપી અને મને જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે. આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારોનો બહુજ જૂનો પારિવારિક સબંધ છે. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. ખેડૂતોનું દેવું માફ નથી થતું, યુવાનો બેરોજગાર છે.

    'પીડિતોને મળીને તેમની વાતો સાંભળીને દુ:ખ થાય છે'

    રાહુલ ગાંધીએ કહ્યુ કે, હું ખેડૂતોને, આદિવાસીઓને, લોકોને પીડિતોને મળીને તેમની વાતો સાંભળીને દુખ થાય છે. ગઇકાલે મારી યાત્રામાં એક વ્યક્તિ આવ્યો અને રડવા લાગ્યો. તો કહે છે કે, કોરોનામાં મારું આખું પરિવાર જતો રહ્યો. ડોક્ટરોએ મારા માતાપિતાને બચાવ્યા નહીં. મારી માતાએ મારા હાથમાં દમ તોડ્યો. આ જ નહીં આવા લાખો યુવાનો દેશમાં છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, Rahul gandhi latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन