Home /News /surat /સુરત: હવે ટોપી, ખેસ, ઝંડાની બોલબાલા, પ્રચાર સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ધમધમી

સુરત: હવે ટોપી, ખેસ, ઝંડાની બોલબાલા, પ્રચાર સામગ્રી બનાવતી ફેક્ટરીઓ ધમધમી

સુરતમાં પ્રચારની સામગ્રીઓ બનાવતી ફેક્ટરીમાં કામકાજનો જોર-શોરથી આરંભ

Gujarat assembly election 2022: ચૂંટણીની જાહેરાત થતાં જ ધમધમાટ શરૂ. સુરતમાં પ્રચારની સામગ્રીઓ બનાવતી ફેક્ટરીમાં કામકાજનો જોર-શોરથી આરંભ

સુરત: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર માટેની સામગ્રી મંગાવતી હોય છે, ત્યારે આ પ્રકારની સામગ્રી બનાવતા વેપારીઓએ પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીનો જે રીતે ગુજરાતમાં ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે તેને લઈને વેપારી દ્વારા તમામ પાર્ટીઓના ઝંડા બેનરો ટી-શર્ટ સાડી અને તમામ ઉમેદવાર પોતાના ખભે પહેરતા ખેસ મોટી સંખ્યામાં બનાવી રાખ્યા છે.

ત્રિપાંખ્યો જંગ વેપારીઓને ફળશે!

ગઇકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીની જાહેરાત થતાં તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો અંગે મંથન તથા રાજકીય રણનીતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે-સાથે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો છે. જોકે, ચૂંટણી સમયે તમામ પાર્ટી પોતાની રાજકીય પાર્ટીના ઝંડા, બેનરો સહિતની સામગ્રીનો પ્રચારમાં ઉપયોગ કરતી હોય છે, ત્યારે સુરતના વેપારીએ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પહેલાથી જ તમામ સામાન બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

આ પણ વાંચો: ફરી એક વાર બોગલ કોલ સેન્ટર ધમધમતા થયા, બે જગ્યાએ પોલીસે કરી રેડ

20 જેટલી રાજકીય પાર્ટીઓની પ્રચાર સામાગ્રી કરે છે તૈયાર

સુરતમાં તમામ પાર્ટીઓના ઝંડા સહિતની પ્રચાર સામાગ્રી તૈયાર કરી દેવામાં આવી છે. આગામી સમયમાં ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ આ તમામ સામગ્રી સુરતના વેપારીઓ પાસેથી ઉમેદવારો દ્વારા મંગાવાની શરૂઆત થશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ સાથે આપ પાર્ટી જે રીતે મેદાનમાં ઉતરી છે, તેને લઈને વેપારીઓને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આમ, તો સુરતના વેપારી દેશભરની 20 જેટલી રાજકીય પાર્ટીઓની વસ્તુઓ લાંબા સમયથી બનાવે છે અને 2022-23 અને 2024માં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સામાન અત્યારથી તૈયાર કરવા લાગ્યા છે. પ્રચાર સામાગ્રી તૈયાર કરતાં વેપારીએ ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશથી પણ ઓર્ડર મળે તેવી આશા વ્યક્ત કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Election 2022, Surat news

विज्ञापन
विज्ञापन