Home /News /surat /Gujarat Assembly Election: જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન થયું

Gujarat Assembly Election: જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન થયું

જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતમાં કેટલું મતદાન થયું

Gujarat Assembly Election 2022: 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું. આવો જાણીએ, દક્ષિણ ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પર કેટલું મતદાન કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
    અમદાવાદઃ 1લી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ તબક્કામાં અંદાજે 56.88 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું. આવો જાણીએ, દક્ષિણ ગુજરાતની કઈ વિધાનસભા બેઠક પર કેટલું મતદાન કરવામાં આવ્યું હતું.
    વિધાનસભા બેઠકમતદાનની ટકાવારી
    નાંદોદ (ST)65.14
    ડેડિયાપાડા (ST)71.2
    જંબુસર61.83
    વાગરા63.1
    ઝઘડિયા(ST)77.65
    ભરૂચ54.35
    અંકલેશ્વર59.43
    વ્યારા (ST)65.29
    નિઝર (ST)77.87
    ડાંગ (ST)64.84
    જલાલપોર63.87
    નવસારી61.81
    ગણદેવી(ST)66.24
    વાંસદા(ST)70.62
    ધરમપુર(ST)64.77
    વલસાડ61.31
    પારડી49.16
    કપરાડા(ST)75.17
    ઉમરગામ(ST)61.75
    ઓલપાડ59.04
    માંગરોળ60
    માંડવી (ST)64.25
    કામરેજ60
    સુરત ઈસ્ટ62.9
    સુરત નોર્થ55.32
    વરાછા માર્ગ55.63
    કરંજ49.53
    લિંબાયત51.35
    ઉધના55.69
    મજૂરા55.39
    કતારગામ52.55
    સુરત પશ્ચિમ60.04
    ચોર્યાસી54.4
    બારડોલી(sc)60.21
    મહુવા (ST)71.36


    હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી ડિસેમ્બરનું મતદાન પૂરું થઈ ગયું છે.

    " isDesktop="true" id="1293300" >

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन