Home /News /surat /સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોની દાવેદારી, 66 ફોર્મ માત્ર લિંબાયત બેઠક પર ભરાયા

સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોની દાવેદારી, 66 ફોર્મ માત્ર લિંબાયત બેઠક પર ભરાયા

Gujarat assembly election 2022: ગઇકાલે સોમવારે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

Gujarat assembly election 2022: ગઇકાલે સોમવારે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

    અમદાવાદ: ગઇકાલે સોમવારે ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન ઘણા રાજકીય નેતાઓએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં, સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે રાજકોટની 8 વિધાનસભામાં ફોર્મ ભરવાનો સમય પૂરો થયો છે. અહીં પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

    સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ દાવેદારી

    સુરતમાં રાજકીય જંગના વિવિધ રંગ જોવા મળ્યા હતા. સુરતની 16 બેઠક પર 257 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે આજે ફોર્મની ચકાસણી થશે. જ્યારે 17મીએ ગુરુવારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. સૌથી વધુ 66 ફોર્મ લિંબાયત બેઠક અને સૌથી ઓછા 10 મહુવા બેઠક માટે ભરાયા હતા. ગૃહમંત્રીએ માતાની વાત માની 1:05 કલાકે ફોર્મ ભર્યું હતું. જ્યારે ચોર્યાસીમાં પત્તું કપાતા ઝંખતા પટેલ ફરક્યા નહોતા. કલેકટર કચેરીમાં ઉમેદવાર સાથે માત્ર ટેકેદારોને એન્ટ્રી અપાઇ હતી.

    આ પણ વાંચો: આ 4 બેઠકો ભાજપ માટે બની માથાનો દુખાવો, કોંગ્રેસમાં 41 મૂરતિયાઓ માટે ખણખોદ ચાલુ

    રાજકોટની કઇ સીટ પર કેટલા ફોર્મ ભરાયા?

    બાજી બાજુ, રાજકોટની 8 વિધાનસભામાં ફોર્મ ભરવાનો સમય પૂરો થયો છે. રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક અત્યાર સુધીમાં કુલ 28 ફોર્મ ભરાયા હતા. રાજકોટ વિધાનસભા 69 પૂર્વ બેઠક અત્યાર સુધીમાં કુલ 26 ફોર્મ, રાજકોટ વિધાનસભા 70 પૂર્વ બેઠક અત્યાર સુધીમાં કુલ 27 ફોર્મ, રાજકોટ વિધાનસભા 71 પૂર્વ બેઠક અત્યાર સુધીમાં કુલ 25 ફોર્મ, રાજકોટ જસદણ બેઠક અત્યાર સુધીમાં કુલ 17 ફોર્મ, રાજકોટ ગોંડલ બેઠક અત્યાર સુધીમાં કુલ 10 ફોર્મ, રાજકોટ જેતપુર બેઠક અત્યાર સુધીમાં કુલ 16 ફોર્મ, રાજકોટ ધોરાજી બેઠક અત્યાર સુધીમાં કુલ 21 ફોર્મ ભરાયા હતા.

    બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો 17મીએ છેલ્લો દિવસ

    નોંધનીય છે કે, પહેલા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે કુલ 1362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. પહેલા તબકકમાં 89 સીટો માટે મતદાન થવાનું છે. 89 વિધાનસભા સીટો માટે પક્ષ-અપક્ષ સહિત કુલ 1362 ઉમેદવારો મેદાને ઝંપાવ્યા છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 17મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે અત્યાર સુધી 95 ફોર્મ ભરાયા છે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો 17મીએ છેલ્લો દિવસ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Rajkot News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन