Home /News /surat /સુરત: 1.40 લાખ રૂપિયાનો પગારદાર GST અધિકારી પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત: 1.40 લાખ રૂપિયાનો પગારદાર GST અધિકારી પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો

જીએસટી અધિકારી

Surat GST officer: નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલે ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી.

વધુ જુઓ ...
 સુરત: સરકારી અધિકારી મોટી રકમ આપીને નોકરી પર આવી લાંચ વગર કામ ન કરતા હોવાની ફરિયાદો સતત આવી રહી છે. હવે વધુ એક કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોના હાથ ઝડપાયો છે. ACBના હાથે ઝડપાયેલાા આ અધિકારી GST વિભાગ1.40 લાખ રૂપિયાનો પગાર મેળવતા હોવાનું સામે આવ્યું છે. એસીબીએ છટકું ગોઠવીને જીએસટી વિભાગના અધિકારીને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સરકારી કર્મચારી લાંચ લીધા વગર કામ ન કરતા હોવાની ફરિયાદો સતત સરકાર પાસે આવી રહી હતી. આવા કર્મચારીને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ACB વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે. ગતરોજ પણ એક આવે જ અધિકારી સામે લાંચ લેવા મામલે ACB વિભાગે કાર્યવાહી કરી છે.

નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુશીલ અગ્રવાલે (52) (રહે. સંગીની રેસીડન્સી, પનાસગામ, સિટીલાઇટ, મૂળ. રાજસ્થાન) ટેક્ષ કન્સલ્ટન્ટ પાસેથી 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડના નાણા મેળવવા પ્રોસેસ કરી હતી.

રિફંડના નાણા રિલીઝ કરવા માટે સુપ્રિટેન્ડન્ટે 5 હજારની માંગણી કરી હતી. જોકે, આ વ્યક્તિ લાંચ આપવા માંગતો ન હતો તેથી તેણે એસીબીમાં ફરિયાદ આપી હતી. સુરત એસીબીના સ્ટાફે ગુરુવારે નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે સુપ્રિટેન્ડન્ટને છટકું ગોઠવી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જોકે, ACBએ ઝડપેલા અધિકારીનો 1.40 લાખનો માસિક પગાર છે, અને નિવૃત્તિના 8 વર્ષ બાકી છે.

આ પણ વાંચો: ACB એ હોમ ગાર્ડના બે અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યા 

આ કેસમાં એસીબી છેલ્લા 6 મહિનાની રિફંડ રિલીઝની કર્યાંની ફાઇલોની તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. આ કેસમાં મોડી રાત સુધી એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટના સિટીલાઇટ ખાતે આવેલા ઘરે તપાસ આદરી હતી.

ગુજરાતના અન્ય સમાચાર:


ભરૂચ માથેથી મોટું સંકટ ટળ્યું, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો


ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર છે. નર્મદા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો હતો. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી વધીને 28 ફૂટથી વધુ થઈ ગઈ હતી. શુક્રવારે ગોલ્ડન બ્રિજ ખાતે જળ સપાટી 25.25 ફૂટે પહોંચી છે. જોકે, નદી હજુ ભયજનક સપાટીથી સવા ફૂટ ઉપર વહી રહી છે.
" isDesktop="true" id="1243005" >

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં એકતરફી પ્રેમમાં બે કિશોરીની હત્યા


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એકતરફી પ્રેમીના ત્રાસના બનાવો વધ્યા છે. બેખોફ થઈને ફરતા આવારા તત્ત્વોને પોલીસનો ડર જ લાગતો નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા પણ અચકાતા નથી. મહત્વનું છે કે, દસ દિવસ પહેલાં ખેડાના માતરમાં ભરબજાર વચ્ચે સરાજાહેર આધેડે કિશોરીનું ગળું કાપીને હત્યા કરી હતી. તો ગઈકાલે, વલસાડના ઉમરગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને પતાવી દીધી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. બપોરે 11 વાગ્યે પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ જાણકારી પણ આપવાની છે. ઉલ્લેખનીય છે કે, બંને હત્યા કેસમાં એકતરફી પ્રેમ જવાબદાર છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: GST, ગુનો, પોલીસ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन