Home /News /surat /ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં છે અગ્રેસર

ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં છે અગ્રેસર

પાલિકાના  સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ

વાલક ખાતે ૫૦ એમએલડીના બે ફ્રેન્ચવેલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બે ફ્રેન્ચવેલની કામગીરી પૂરી થતા ભૂગર્ભજળ થકી પાલિકા દૈનિક ૨૧૦ MLD પાણી પુરવઠો આપી શકશે.

સુરત : ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં અગ્રેસર છે. અસામાન્ય અને કુદરતી સંજોગોમાં શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડી શકાય તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા કવાયત કરાઇ છે. વાલક ખાતે ૫૦ એમએલડીના બે ફ્રેન્ચવેલનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બે ફ્રેન્ચવેલની કામગીરી પૂરી થતા ભૂગર્ભજળ થકી પાલિકા દૈનિક ૨૧૦ MLD પાણી પુરવઠો આપી શકશે.

આ અંગે પાલિકાના  સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સુરતને અત્યાર સુધી તાપી નદી દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું અને હવે બીજા પારંપરિક સ્રોતનો  પાલિકાએ ઉમેરો કર્યો છે. સુરતની વસ્તી ૨૦૪૧માં ૧.૨૪ કરોડ થાય તેવી ગણતરી મૂકવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતની મોટા ભાગની યુવતીઓ કઈ ઉંમરમાં કરે છે લગ્ન? 

પહેલા તાપી નદીમાંથી પાણી લેવામાં આવતું હતું પરંતુ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુદરતી આપત્તિના સમયે આ વધતી વસ્તી માટે અંદાજે એક વ્યક્તિ મુજબ ૪૦ લીટર પ્રતિદિન પ્રતિ વ્યક્તિને મળી રહે તેની જરૂરિયાતને ધ્યાને રાખી ફ્રેંચવેલ બનવામાં આવશે. જેના થકી સુરતની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના એક શિક્ષકે લાખના ખર્ચે બનાવી મોટરકાર

પાલિકાએ ફક્ત તાપી નદી પર આધાર રાખવાને બદલે ભૂગર્ભજળનો ઉપયોગ પીવાના પાણી તરીકે થઇ શકે તે માટે નવા બે ફ્રેન્ચવેલ બનાવવાનું આયોજન કર્યુ છે. જોકે, ૫૫ એમએલડીના બે ફ્રેન્ચવેલ સરથાણામાં કાર્યરત છે. ૨૦૧૩થી આ બંને ફ્રેન્ચવેલ થકી પાલિકા દૈનિક ૧૧૦ એમએલડી પાણી પૂરું પાડી રહી છે. બે ફ્રેન્ચવેલની સફળતા બાદ અન્ય નવા બે ફ્રેન્ચવેલ બનાવી પીવાના વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવાનું કાર્ય શરૂ કરાયું છે. જોકે થોડા સમય પહેલા વેસ્ટ પાણી ઉદ્યોગો ફિલ્ટર કરી કરોડો રૂપિયા કમાણી  કરનાર  દેશની સૌથી પહેલી સુરત મનપા છે. ત્યારે આવા પ્રોજેક્ટ દેશ માટે પ્રેરણા આપવામાં પણ સુરત આગળ છે. ત્યારે આવા અનેક પ્રોજેક સુરત મનપા શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

विज्ञापन
विज्ञापन