Home /News /surat /સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ, કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ, કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો

સુરત: રાજ્યમાં ચકચાર મચાવનાર સુરતની (Surat Crime) દીકરી ગ્રીષ્મા વેકરિયાની (Grishma Vekaria murder) હત્યાથી તમામ ગુજરાતીઓને ઢેસ પહોંચી છે. ત્યારે આ કેસમાં અનેક એવી વિગતો સામે આવી છે જેનાથી હત્યારા ફેનિલ ગોયાણીની (Fenil Goyani) માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે. ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી. આ સાથે ફેનિલે ગળું કાપીને હત્યા કઇ રીતે કરવી તે પણ સોશિયલ મીડિયામાં જોયું હતુ. હત્યા કરવા માટે ક્રાઇમ પેટ્રોલની અલગ અલગ સિરિઝ પણ જોઇ નાંખી હતી.

Surat Grishma Vekaria Murder Case: સામાજિક આગેવાન દિનેશ નાવડીયા જણાવ્યું કે, આરોપી યુવક કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો જે બંધ થવું જોઇએ. સ્મોકિંગ ઝોનનાં નશામાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે.

સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં પાદરા ખાતે શનિવારે મોડી સાંજે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં ચપ્પુનાં ઘા ઝીંકી રહેંસી નાખવાની ઘટના બની હતી. જે વાતે ચકચાર મચી ગયો છે. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની સાથે સમાજના અગ્રણીઓ હવે આ દીકરીને વિદાય આપવા માટે બહાર આવ્યા છે ત્યારે સમાજના અગ્રણીઓને આજરોજ પોલીસ કમિશનર અને રેન્જ આઈજીને મળી આરોપી સ્મોકિંગ ઝોન અને couple box ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવક અંગે તેનાં પિતાએ પણ કહ્યું હતું કે, તે પરિવારનાં કહ્યાંમાં નથી. તેમનો જ સિક્કો ખોટો છે. તેને ફાંસીની સજા આપવાની પણ તેમણે વાત કરી હતી

છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે સતત અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બે દિવસ પહેલાં કામરેજ તાલુકાના પાદરા ખાતે જે ઘટના બની હતી ગ્રીષ્મા નામની યુવતીને જાહેરમાં ફેમિલી નામના યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઇ ચપ્પુ લઇને તેના ભાઈ અને માતાની નજર સામે જાહેરમાં રહેંસી નાખવાની ઘટના બનવા પામી હતી જોકે આ ઘટના નો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો તેનાં પર રોષ ઠાલવી રહ્યા છે

આ પણ વાંચો-સુરત ગ્રષ્મા વેકરિયા હત્યા કેસ: સાત વખત આરોપી અને યુવતીનાં મોટા પિતા વચ્ચે સમાધાન થયું છતા દીકરીને મારી નાંખી

દિકરીને ન્યાય મળે તે માટે સમાજના અગ્રણીઓ પણ હવે આગળ આવી રહ્યા છે જોકે ફેનીલ ગોયાણી ગ્રીષ્મા વેકરીયાને લાંબા સમયથી હેરાન-પરેશાન કરતો હતો એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનાં પરિવાર દ્વારા ઠપકો આપવા સાથે સમાજના આગેવાનોને જોડે રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ જે પ્રકારે આ ઘટના બની છે ત્યારે સમાજના અગ્રણીઓ હવે આગળ આવ્યા છે ખાસ કરીને આરોપીને રૂપિયાની બેલેન્સ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કપલ બોક્સ (couple box) ચલાવતો હોવાની વિગતો સામે આવી છે ત્યારે આવા કપલ બોક્સ (couple box)ને કારણે આ પ્રકારની હિચકારી ઘટના બનતી રહે છે જેને લઇને આવા ખરાબ ધંધા બંધ કરાવવા અને દીકરીને આપવા માટે સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે.સામાજિક આગેવાન દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે, આરોપી યુવક કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો જે બંધ થવું જોઇએ. સ્મોકિંગ ઝોનનાં નશામાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે. સ્મોકિંગ ઝોનમાં નશાનો કારોબાર થાય છે. તો કપલબોક્સમાં યુવતીઓનાં જીવન બરબાદ થાય છે.
" isDesktop="true" id="1179290" >

બીજી બાજુ વાત કરીએ તો ફેનિલ ગોયાણીનાં પિતા પંકજભાઈ પોતાનો દીકરો તેમના કહ્યામાં નથી અને સમગ્ર ઘટનાને લઈને પોતાનો સિક્કો ખોટો હોવાની વાત કરી હતી અને આ દીકરાને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેમને કંઇ રંજ નથી. તેવી વાત પણ કરી હતી જોકે આ મામલામાં ગુજરાતના ગૃહ મંત્રી સહિતના આગેવાનોએ ભોગ બનનારી દીકરીનાં પરિવારને મળી સાંત્વના આપી હતી અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી ઝડપી ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો પર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime City Crime News, Grishma Vekaria Case, Surat City

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन