રેરેસ્ટ ઓફ ધ રેર: જજે કહ્યું આ કેસ રેરેસ્ટ ઓફ રેર (Rarest Of Rare Case) છે. ગ્રીષ્મા (Grishma Vekaria Murder Case) પણ માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. દંડ આપવો સરળ નથી મારી પણ 37 વર્ષની કારકિર્દી છે. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યાનો પણ પ્રયાસ કર્યો. ગ્રીષ્માનાં પરિવારજનો કોર્ટ રૂમમાં ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડ્યા
સુરત: શહેરના (Surat) પાસોદરામાં 12 ફેબ્રુઆરીએ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં (Grishma Vekaria murder case) કેસમાં આરોપી ફેનિલ કોયાણીને (Fennil Koani) કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આજે કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યારબાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી.
-ગ્રીષ્માનાં પરિવારને આપેલું વચન આજે પૂર્ણ થયુ છે. -ગ્રીષ્માનાં હતિયારાને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. -સુરતનાં ગ્રીષ્મા કેસમાં ગુજરાતનાં CM ભુપેન્દ્ર પટેલ જે કહે છે તે પૂર્ણ કરે છે. -માતા-બહેન દીકરીઓ માટે ગુજરાત આખા દેશમાં સુરક્ષીત રાજ્ય તરીકે ઓળખાય છે અને તે આ રીતે જ નંબર વન રહે તે અમારો નિર્ધાર છે. -આવતીકાલે ગૃહમંત્રી સુરત જઇ ગ્રીષ્માનાં માતા-પિતાની મુલાકાત લેશે
ગ્રીષ્મા હત્યા કેસમાં ફાંસીના ચુકાદા બાદ ગૃહ રાજ્યમંત્રી @sanghaviharsh ની પ્રેસ કોન્ફેરન્સ કહ્યું કે...
માતા, બહેનો, દીકરીઓ માટે ગુજરાત સુરક્ષિત, ઘટનાના 70 દિવસમાં જ દોષિતને ફાંસીની સજા થઈ
. -દીકરીઓની સુરક્ષામાં કોઇ જ પ્રાકરે બાંધછોડ નહીં કરવામાં આવે. -ગ્રીષ્માનાં માતા-પિતાને તે જ દિવસે મળવાનું થયું હતું તે દિવસે જ મે તેમને વચન અપાવ્યું હતું કે, હું તેનાં હથિયારાને ગણતરીનાં દિવસોમાં સજા અપાવીશ અને દુનીયાનાં કોઇપણ ખુણામાં કેમ ન હોવું હું તમને વંદન કરવાં અવશ્ય આવીશ -હત્યનો લાઇવ વીડિયો સામે આવતા જ ચારેય બાજુ પોલીસ, મીડિયા, સ્થાનિક અને રાજ્યનાં તમામ લોકોએ આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરી હતી.
-બનાવની ગંભીરતા જોઇને CM ભુપેન્દ્ર પટેલે આ મામલે તાત્કાલિક ચુકાદો આવે તે અંગે આદેશ આપ્યાં હતાં. -CMની સૂચના અનુસાર SITની રચના કરી માત્ર પાંચ જ દિવસમાં 2500 પાંનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. તેમજ 27 લોકોની જુબાની લેવામાં આવી હતી. -SIT દ્વારા 190 સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ-
આજે વ્હાલી ગ્રીષ્માને શ્રદ્ધાંજલી પાઠવું છું એમને પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું. ગ્રીષ્મા ના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે.
ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ ની સૂચના થી પોલીસની સ્પેશયલ ઇનવેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી ઐતિહાસિક કમગીરી માટે દરેક સભ્ય અને ન્યાયતંત્ર સાથે જોડાયેલા દરેક કર્મચારીને અભિનંદન પાઠવું છું અને નામદાર કોર્ટના આ એતિહાસિક ચુકાદાને સલામ કરું છું વંદન કરું છું
સરકારી પક્ષે કહ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજ આજે 5મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે
રેરેસ્ટ ઓફ ધ રેર: જજે કહ્યું આ કેસ રેરેસ્ટ ઓફ રેર છે. ગ્રીષ્મા પણ માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. દંડ આપવો સરળ નથી મારી પણ 37 વર્ષની કારકિર્દી છે. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. આરોપીએ ઠંડા કલેજે બે લોકોની હત્યાનો પણ પ્રયાસ કર્યો. ગ્રીષ્માનો પરિવાર કોર્ટ રૂમમાં ઘ્રુસકેને ઘ્રુસકે રડી પડ્યા