Home /News /surat /મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાત, સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાત, સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાતોથી સાવધાન

Greedy Advertising Surat: મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાતોથી લોકો તે લીંક પર ક્લિક કરી દેતા હોય છે, જેનાથી તેમના બેંક ખાતામાંથી ઘણીવાર પૈસા પણ કપાઈ જાય છે. સુરતમાં યુવકે અસંખ્ય લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ પર કરવામાં આવી છે.

વધુ જુઓ ...
Surat crime news: મોબાઈલ રિચાર્જની લોભામણી જાહેરાતોથી લોકો તે લીંક પર ક્લિક કરી દેતા હોય છે, જેનાથી તેમના બેંક ખાતામાંથી ઘણીવાર પૈસા પણ કપાઈ જાય છે. આવી જ લોભામણી જાહેરાત આપતા એક આરોપીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં યુવકે અસંખ્ય લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. જોકે આ મામલે સાઇબર ક્રાઈમ પોલીસે એક આરોપી ધરપકડ વધુ તપાસ શરૂ કરી છે.

લોભામણી જાહેરાતો આપી લાખો રૂપિયાની છેતરપિંડી


ગુગલ પ્લે સ્ટોરમાંથી આવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા ચેતજો કારણ કે, તેનાથી તમારા ખાતામાંથી લાખો રૂપિયા ગાયબ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ 12 મહિનાનું મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાતો કરી છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ સુરત સાઇબર ક્રાઈમ મળી હતી. જેના આધારે પોલીસે આ મામલે ગુનો દખલ કરી તપાસ શરૂ કરી હતી. વરાછામાં બરોડા પ્રિસ્ટેજ પાસે રહેતા યુવકે પાખી એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ નામની એપ્લિકેશન બનાવી હતી.

આ પણ વાંચો: સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા ત્રણ પુલની હાલત અતિ બિસ્માર

મેસેજ દ્વારા અનેક લોકો પાસેથી નાણા ખંખેરી લીધા


ઉલ્લેખનીય છે કે, આ યુવક આવા મેસેજ દ્વારા અનેક લોકો પાસેથી નાણા ખંખેરી લીધા હતા. જેમાથી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઠગાઈનો આંકડો રૂપિયા 10.19 લાખ પહોંચી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી મનિષ પટેલ નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર કાર્તિક વરીયાએ મનિષ શીરિષચંદ્ર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઠગાઈનો આંકડો રૂપિયા 10.19 લાખ પહોંચી ગયો


અપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાં હોસ્ટ કરાવી 12 મહિનાનું મોબાઈલ રિચાર્જ રૂપિયા 1249 અને 1499માં કરી આપવાની વોટ્સએપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ ઉપર લોભામણી જાહેરાત મૂકી હતી. જોકે આ યુવક છેતરપિંડી ભોગ બન્યા બાદ કાર્તિક વરિયાએ તેના સગા સંબંધી અને મિત્રો મળી કુલ 251 લોકોનું પોતાની આઈડીમાંથી રિચાર્જ કરાવ્યું હતું. જે પેટે 3.36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપી મનિષે રૂપિયા 71 હજારનું રિચાર્જ કર્યું હતું પરંતુ રૂપિયા 2.65 લાખ રૂપિયાનું રિચાર્જ ન કરી છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી મનિષ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે હજુ વધુ કેટલા સાથે છેતરપિંડી આચરી છે તે અંગે વધુ પૂછપરછ કરી રહી છે.
Published by:Vimal Prajapati
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन