Home /News /surat /ગુજરાત માટે સારા સમાચાર, ગુજરાતના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશન બનશે
ગુજરાત માટે સારા સમાચાર, ગુજરાતના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશન બનશે
ગુજરાત માટે સારા સમાચાર
Good News for Gujarat: હવે દિલ્હીથી ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનોની કાયપલટ થવાની છે. રાજ્યના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનશે. સાથે ભારતના વારસાને જીવંત રાખવા તમામ સ્ટેશનો પર તેની ઝાંખી જોવા મળશે.
કેતન પટેલ, બારડોલી: દિલ્હીથી આવ્યા ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશન બનશે. જેમાં કિમ અને બારડોલીનો સમાવેશ થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. ભૂતકાળની સરકારમાં રેલવે સ્ટેશનોની હાલત અત્યંત્ત ખરાબ હતી. રેલવે સ્ટેશનો પર પારાવાર ગંદકી જોવા મળતી અને અનેક સમસ્યાઓથી મુસાફરો પરેશાન હતા. પરંતુ હવે દિલ્હીથી ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનોની કાયપલટ થવાની છે. રાજ્યના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનશે. સાથે ભારતના વારસાને જીવંત રાખવા તમામ સ્ટેશનો પર તેની ઝાંખી જોવા મળશે.
ગુજરાતના ક્યાં સ્ટેશનોની કાયાપલટ થશે?
મળતી વિગતો પ્રમાણે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, બારડોલી, ભક્તિનગર, ભાણવડ,ભાવનગર, ભેસ્તાન, ભીલડી, ગોંડલ, હાપા, બીલીમોરા, બોટાદ, ડભોઈ, ચાંદલોડિયા, ડાકોર, ધ્રાંગધ્રા, ગોધરા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કેશોદ, ખંભાળિયા અને કીમ સહિત ટોટલ 87 રેલવે સ્ટેશનો આધુનિક બનવાના છે.
ગુજરાતના 87 રેલવે સ્ટેશનમાં સુરતના કીમ અને બારડોલી રેલવે સ્ટેશનનો સમાવેશ થતા કીમ અને બારડોલી તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભૂતકાળમાં કીમ રેલવે સ્ટેશન એટલે સમસ્યાનું ઘર માનવામાં આવતું હતું. તેમાંથી વારંવાર બંધ થતી રેલવે ફાટક માથાના દુખાવા સમાન હતી. ટ્રેનોના સ્ટોપજ મળતા નોહતા તેવા સમયે કીમના ઉસ્માન કાનુગા, રફીક કાનુગા સહિત ગ્રામજનો વારંવાર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપજ માટે રજુઆત કરતા અને રેલવે મંત્રાલય દ્વારા કિંમને અનેક ટ્રેનોના સ્ટોપજ પણ આપ્યા છે. આજે કીમ રેલવે સ્ટેશન આધુનિક બની ગયું છે અને સતત સુવિધામાં વધારો થઇ રહ્યો છે.
જ્યારથી રેલવે મંત્રી દર્શના બેન જારદોષ બન્યા છે, ત્યારથી તેઓ સતત વિકાસના કામોને વળગી રહ્યા છે. હાલમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનો આધુનિક બનવાના છે અને તેમાંય કીમ અને બારડોલી રેલવે સ્ટેશનો સમાવેશ કરાયો છે. આ શ્રેષ્ઠ આયોજન પાછળ રેલ મંત્રી દર્શનાબેન જારદોષ છે. રેલવેમાં સુધારાની સાથે સુવિધા પણ વધી રહી છે. નવી નવી ટ્રેનો આવી રહી છે. બુલેટ ટ્રેન પણ પ્રધાન મંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટ છે અને તેની કામગીરી પણ યુદ્ધના ધોરણે થઇ રહી છે.
ખાસ કરીને વાત કરવામાં આવે તો રેલ મંત્રી સુરતના હોય અને દક્ષિણ ગુજરાતની રેલવેની સમસ્યાથી તેઓ જાણકાર છે એટલે રેલવેને લગતી તમામ સમસ્યાઓમાંથી હવે ચોક્કસ નિકાલ આવશે અને રેલવે આધુનિક બનશે. વર્લ્ડ ક્લાસ બનશે પણ સાથે રેલવે મંત્રાલય એ પણ ધ્યાન રાખ્યું છે કે, ભારતના પારંપરિક વરસાને જીવંત રાખવા રેલવે સ્ટેશનો પર તેની ઝાંખી પણ જોવા મળશે. ગુજરાતના તેમાંય ખાસ કરીને કીમ અને બારડોલીના લોકો રેલ મંત્રી દર્શનાબેન જારદોષ નો દિલથી આભાર માને છે.