Home /News /surat /સુરતીલાલાઓ માટે સારા સમાચાર : 18 થી 65 વયના લોકોને Corona માટે Freeમાં વીમા કવચ, ક્યાંથી અને કેવી રીતે મળશે?

સુરતીલાલાઓ માટે સારા સમાચાર : 18 થી 65 વયના લોકોને Corona માટે Freeમાં વીમા કવચ, ક્યાંથી અને કેવી રીતે મળશે?

સુરતવાસીઓને કોરોનાની સારવાર માટે ફ્રીમાં વીમા પોલીસી આપવામાં આવશે

વીમા પોલીસી ક્યારે અને ક્યાંથી લેવાની? કેવી રીતે ફ્રીમાં વીમો મળશે? કોણ આપી રહ્યું છે આ સેવા? કેવી રીતે પ્રિમિયમના પૈસા પર મળશે? જુઓ તમામ વિગત

સુરત : શહેરના તમામ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈ બહેનો માટે સુરતનાં મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી શ્રી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. 18 થી 65 વયના લોકો માટે કોરોનાનો વિનામુલ્યે વીમાં કવચ સુવિધા મળશે.

સેવાભાવી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા શહેરના બધા જ સમાજના 18થી 65 વર્ષ સુધીના લોકો માટે સી.આર. પાટીલ કોરોના કવચ વીમા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. જેની શરૂઆત 1લી મેના રોજ ગોપીપુરા વિસ્તારમાં આવેલી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં સવારે 10 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

ક્યાંથી મળશે વીમા પોલીસી?

મુક્તિતિલક સંસ્થાના સુરેશ શાહે જણાવ્યું હતું કે, શહેરના 18 થી 65 વર્ષ સુધીના તમામ લોકો આ વીમા કવચ લઈ શકશે. સુરતીઓએ એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસી લેવાની રહેશે. જેની ટર્મ 195 દિવસની છે. વિમાની રકમ 1 લાખની રહેશે. લોકોનો સમય બચે જેથી બધાએ જાતે જ ઓનલાઇન પોલિસી લેવાની રહેશે. 1થી 5 મે દરમિયાન લેવાયેલી પોલિસીનું પ્રીમિયમ મુક્તિતિલક ફાઉન્ડેશન પરત કરશે.

આ પણ વાંચોરાજકોટ : 'બાપ અને દીકરા સહિત 10 લોકોએ એકીલને રહેંસી નાખ્યો', શું છે ઘટના? કેમ જીવ લઈ લીધો?

કેવી રીતે વીમા પ્રિમિયમની રકમ પરત મળશે?

વધુમાં તેમણે જણાવ્યું કે, પોલિસી લેતી વખતે પ્રીમિયમ ઓનલાઇન ભરવાનું રહેશે. વીમાની પોલિસી મળે ત્યારે તેની ઝેરોક્ષ, આધારકાર્ડ લઈ મુક્તિતિલક ફાઉન્ડેશનની ઓફિસે આવી સંસ્થાનું એક ફોર્મ ભરી જમા કરાવીને ચૂકવેલી પ્રીમિયમની પૂરેપૂરી રકમ પરત મેળવી શકાશે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે. જો દસ હજાર લોકો આ પોલિસી લેશે તો પ્રીમિયમની રકમ એક કરોડ જેટલી થશે જે મુક્તિતિલક ફાઉન્ડેશન સંસ્થા પરત પણ કરશે.

આ પણ વાંચોકપિરાજને રોજ બિસ્કિટ ખવડાવનારનું Coronaથી મોત, વાનરોનું ટોળુ 7 કિમી અંતર કાપી જીવદયા પ્રેમીના ઘરે પહોંચ્યું

1થી 5 મે દરમિયાન લેવાયેલી પોલિસીના પ્રીમિયમની રકમ 8મી તારીખથી સવારે 11થી 5 દરમિયાન ગોપીપુરામાં આવેલી મુક્તિફાઉન્ડેશનની ઓફિસ પરથી પરત લેવાની રહેશે. શનિવારે યોજાનાર સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ લાઇવ કરવામાં આવ્યું હતું. અને જ્યાં પોલિસી અંગેની તમામ માહિતી દર્શકોને આપવામાં આવી હતી.

આ અવસરે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં લોકો અલગ અલગ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે આ વિશિષ્ટ આયોજન ખરેખર પ્રશંસનીય છે. આખા દેશમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે. આ માટે વડાપ્રધાન મોદીજીએ પણ શુભકામનાઓ પાઠવી છે. સુરેશભાઈ, સમાજ અને સંસ્થાને આ કામ માટે અભિનંદન પાઠવું છું.
First published:

Tags: ગૂડ ન્યૂઝ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો