Mehali tailor,surat: શેરબજારબાદ સોનાના ભાવમાં પણ થોડો ઘણો ઉતાર ચઢાવ જોવા મળે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર ચઢાવ જ જોવા મળી રહ્યો છે.આજે સોનાના ભાવમાં 24 કેરેટમાં ભાવ સ્થિર રહ્યા છે. જયારે 22 કેરેટના ભાવમાં આજે ફરી આંશિક વધારો થતા ભાવ બે દિવસ પેહલા જેટલો જ થયો.
સુરતમાં બજેટ બાદ બે દિવસ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો તો બે દિવસ આંશિક ઘટાડો જોવા મળ્યો પરંતુ 24 કેરેટમાં સોનાના ભાવમાં આજે સ્થિરતા આવી છે.આજે અને કાલે સોનાનો ભાવ 59300 જ રહ્યો છે.
સુરતમાં 22કેરેટમાં સોનાના ભાવમાં આજે ફરી 100રૂનો વધારો નોંધાતા આજે સોનાની કિંમત 51700 પર પહોંચી હતી. ગઈ કાલે 22 કેરેટ સોનાના ભાવમાં 100નો રૂપિયાનો ઘટાડો થતાં સોનાનો ભાવ 51600 હતો પરંતુ આજે ફરી સોનાનો બે દિવસ જેટલો જ થયો છે.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
ચાંદીનો ભાવ પણ આજે રૂ. ઘટીને રૂ.76400પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 2000રૂપિયાનો વધારો થયો છે.પરંતુ આજે ચાંદીના ભાવમાં 900રૂ ઘટાડો જોવા મળ્યો છે.
સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે.
સોનાના ભાવમાં રહી શકે છે તેજીજો એક્સપર્ટની માનીએ તો સોનાના ભાવ આ વર્ષ 64,000 રૂપિયાના ભાવને પાર કરી શકે છે. હજુ સોનાના વર્તમાન ટ્રેંડને જોઈએ તો ગોલ્ડ જલ્દી આ લેવલ પર પહોંચી શકે છે. આ વર્ષ સોનાના ભાવમાં તેજી રહી શકે છે. સેંટ્રલ બેન્કના ગોલ્ડ ખરીદવાની પૉઝિટિવ અસર ગોલ્ડ પર જોવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gold price, Local 18, સુરત