સુરત : મહારાષ્ટ્રના મુંબઈ એરપોર્ટ પર જે રીતે દાણચોરીની ઘટનામાં તંત્ર એલર્ટ થયા બાદ હવે દાણચોરી માટે મહારાષ્ટ્રની નજીક આવેલા ગુજરાતનું સુરત એરપોર્ટ (Surat Airport) સૌથી સલામત માનવામાં આવી રહ્યું છે. શાહજાથી આવતી ફ્લાઈટમાં સતત સોના સાથે હીરાની દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે બુધવારની રાત્રે એરપોર્ટ પર શારજાહ ફલાઇટમાંથી રૂપિયા 15 લાખના સોના સાથે એકની ધરપકડ કરી હતી. આ જ ફલાઇટમાં શારજહા જઇ રહેલાં એક વ્યક્તિને છ કરોડના હીરા સાથે ઝડપી લેવાયો હતો. બંનેની અટક કરીને કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
કસ્ટમ અને ડીઆરઆઇના સુરતના એરપોર્ટ પર આવતી શાહજહાની ફ્લાઈટમાં સતત દાણચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ઘટનાઓમાં સોના સાથે હીરા મળી આવવાનો મામલો સામે આવતા તંત્રએ આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બુધવારે શારજહાથી આવેલી ફલાઇટમાં તપાસમાં ગોલ્ડ મળ્યું હતુ. ઓપરેશન એડિશનલ કમિશનર મનીષ કુમારે પાર પાડયુ હતુ. ફલાઇટ આવતા જ અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતુ.
જેમાં એક મુસાફર નિયત મર્યાદા કરતા વધુ ગોલ્ડ પહેરેલો દેખાયો હતો. તેની પાસેથી 300 ગ્રામથી વધુ સોનું મળી આવ્યુ હતુ. જેની કિંમત 14થી 15 લાખ થતી હતી. બે જણની અટક બાદ તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવનાર હોય ગુરુવારના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા.
નોંધનીય છે કે, અગાઉ અનેકવાર કસ્ટમ વિભાગને એરપોર્ટ પરથી ગોલ્ડ મળી આવ્યુ છે. પરંતુ માત્રા ઓછી હોવાથી મોટાભાગે ધરપકડ કરવામાં આવતી નથી. પરંતુ આ કેસમાં રકમ વધુ હોઈ તેથી ધરપકડ કરાઈ છે. ડાયમંડ ઓરિજિનલ છે કે સિન્થેટિકની તેની પણ તપાસ કરવામાં આવશે. આવનાર મુસાફરોના ચેકિંગ બાદ આ ફ્લાઇટ જઈ રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી 6 કરોડના હીરા મળી આવ્યા હતા. અઢીથી 300 કેરેટના હીરા કસ્ટમ અધિકારીઓએ કબ્જે કર્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર