Mehali tailor,surat: બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2023થી જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં કીમતી ધાતુઓના ભાવમાં થયેલા વધારા વચ્ચે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો.
સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 24 કેરેટમાં સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 58610 પર પહોંચી હતી. જ્યારે આજે 1090નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 59700 પર પહોંચી ગયો છે.
સુરતમાં બજેટ બાદ એક દિવસમાં 22કેરેટમાં સોનાના ભાવમાં રૂપિયાનો ઉછાળો આવ્યો છે.ગઈકાલે સોનાની કિંમત 56710 પર પહોંચી હતી. જ્યારે આજે 1030નો રૂપિયાનો વધારો થતાં સોનાનો ભાવ 56710 પર પહોંચી ગયો છે.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
ચાંદીનો ભાવ પણ આજે રૂ. 2000વધીને રૂ. 73000 પ્રતિ કિલોગ્રામ બંધ રહ્યો હતો. જ્યારે બજેટના દિવસની વાત કરવામાં આવે તો કાલે ચાંદીના ભાવમાં 71000રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા 2 દિવસમાં ચાંદીના ભાવમાં 1280 રૂપિયાનો વધારો થયો છે.જ્યારે સોનામાં 1380 રૂપિયાનો વધારો થયો છે.
વિદેશી બજારોમાં સોનામાં તેજી
વિદેશી બજારોમાં સોનું મજબૂત થઈને $1,923 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી ઘટીને $23.27 પ્રતિ ઔંસ થઈ હતી. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે કોમેક્સ પર હાજર સોનાનો ભાવ તેના અગાઉના બંધ સામે $1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના ભાવમાં સતત ત્રીજા મહિને તેજી જોવા મળી હતી, જેને નબળા પડી રહેલા ડૉલર અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધીમો વધારો કરવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gold price, Local 18, સુરત