સોનાના ભાવમાં વધારો સોનાના ફાઇનાન્સર્સના નફા પર પણ સકારાત્મક અસર કરી શકે છે.
આજે 22 કેરેટ સોનાના ભાવમાં આજે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે 22 કેરેટ સોનાનું માર્કેટ 53,400 એ 10 ગ્રામ પ્રતિ ખુલ્યું હતું. 24 કેરેટ સોનાના ભાવમાં પણ આજે 100રૂ વધારો જોવા મળ્યો હતો આ સાથે આજે 24 કેરેટ સોનાનો ભાવ 61300ની કિંમતે પહોંચ્યું હતું.
Mehali Patel, Surat: જ્યારે પણ વિશ્વમાં ઇકોનોમિક ફેરફાર આવે છે ત્યારે તેની સૌથી મોટી અસર સોનાના ભાવ પણ પડે છે. અમેરિકન ફેડરલ બેંકમાં હાલ ઘણા મોટા ફેરફાર થઈ રહ્યાં છે જેની સીધી અસર વિશ્વનાં અર્થતંત્ર પર પહોંચી છે. આ જ કારણે સોનાના ભાવમાં આજે વધારો જોવા મળી છે.
સોનાના ભાવ સતત આસમાને પહોંચી ગયા છે. આજે 22 કેરેટ સોનાના ભાવમાં આજે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે 22 કેરેટ સોનાનું માર્કેટ 53,400 એ 10 ગ્રામ પ્રતિ ખુલ્યું હતું. 24 કેરેટ સોનાના ભાવમાં પણ આજે 100રૂ વધારો જોવા મળ્યો હતો આ સાથે આજે 24 કેરેટ સોનાનો ભાવ 61300ની કિંમતે પહોંચ્યું હતું. જ્યારે પણ વિશ્વમાં આર્થિક ફેરફાર આવે છે ત્યારે તેની સૌથી મોટી અસર સોનાના ભાવ પણ પડતી હોય છે. અમેરિકાન બેંકમાં હાલ ઘણો મોટો ફેરફાર થઈ રહ્યો છે જેની સીધી અસર વિશ્વની ઇકોનોમી પર પહોંચી છે. આ જ કારણે સોનાના ભાવમાં આજે સતત વધારો જોવા મળી રહ્યો છે.
સોનાનો ભાવ (10 ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ -61300
22 કેરેટ 10 ગ્રામ -54,400
સોનાનો ભાવ (10ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ -6130
22 કેરેટ 10 ગ્રામ -5440
ગઈકાલે સોનાનો ભાવ (10 ગ્રામ)
24 કેરેટ 10 ગ્રામ- 61200
22 કેરેટ 10 ગ્રામ -53,300
છેલ્લા એક મહિનાથી સોનાના ભાવમાં હજાર રૂપિયા જેટલો ફેરફાર નોંધાયો છે. જેમાં કેટલીક વાર વધારો, તો કેટલીક વાર ઘટાડો જોવામળ્યો હતો. આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દરઅલગ અલગ હોય છે.જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.