સલાબતપુરા વિસ્તારમાં રહેતી અને મહેંદીકામ કરતી યુવતીના નામે કોઈ બદમાશે ઈનસ્ટાગ્રામ ફેક આઈડી બનાવી ડી.પીમાં ફોટો મુકી બદનામ કરવાનો કોશિષ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત સાઇબર ક્રાઇમને લઈને સતત ફરિયાદો સામે આવી રહી છે. તેમાં પણ મહિલાના નામે સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવી તેના ફોટા મૂકી મહિલાઓને બદનામ કરવાની સતત બની રહેલ ઘટના સમયે વધુ એક ઘટના સામે આવી છે.
સુરતના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી મહેંદી કામ કરે છે. યુવતીના નામથી કોઈ બદમાશે ઈસ્ટ્રાગ્રામ ફેક આઈડી બનાવી ટી.પીમાં યુવતીના ફોટા મુક્યા હતા. બદમાશે યુવતીના ફ્રેન્ડ સર્કલને ફોલો કરી ઈન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી યુવતીના અન્ય ફોટાઓની માંગણી કરી હતી અને ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી.
યુવતીએ અનેકવાર રજૂઆત કરતા બદમાશે યુવતીના નામનું ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડીનું નામ બદલી નાંખી લવ-લાઈફ 1234 રાખ્યુ હતું પરંતુ ડીપીમાં યુવતીનો જ ફોટો રાખ્યો હતો. બદમાશે યુવતીના ફ્રેન્ડ સર્કલમાં તેના વિષે પુછપરછ કરતો હતો. તેમજ તેની માતાને મોબાઈલ નંબર પણ તેની પાસે હતો અને તેનો સ્ક્રીન શોર્ટ પાડી મોકલાવ્યો હતો.
બદમાશના ત્રાસથી કંટાળીને યુવતીએ તેનું ઈન્ટ્રગ્રામ આઈડી બંધ કરી દીધુ હતું. જોકે યુવાનથી પરેશાન યુવતી એ આ બાબતે સુરત પોલીસ ના સાઇબર ક્રાઇમ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આ યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં સતત સાયબર ક્રાઇમના ગુનોઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જોકે આ ગુનાઓને આંતરી અને પોલીસ ગુનેગાર સુધી પહોંચી પણ રહી છે અને ડિટેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમ અટકાવવા માટે કેટલીક બાબતોમાં સાવચેતી અનિવાર્ય છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં સેફ્ટિ અને પ્રાઇવેસીના ફિચર્સનો યોગ્ય ઉપયોગ કરી અને યૂઝર્સ સાયબર ક્રાઇમથી બચી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર