Home /News /surat /Gift expo in Surat: સુરતીઓને પસંદ આવ્યા ઇકો ફ્રેન્ડલી ગીફ્ટ્સ
Gift expo in Surat: સુરતીઓને પસંદ આવ્યા ઇકો ફ્રેન્ડલી ગીફ્ટ્સ
3D મોડેલ રામ મંદિર
સુરતમાં બે દિવસનો ગિફટિંગ (Gift expo in Surat) અને સ્માર્ટ ઓફિસનો સંયુક્ત એકસપો યોજાયો હતો. તેમાં મોટી ઉંમરે શરુ કરેલી સ્ટાર્ટ અપ કંપનીથી લઈને નાની ઉંમરે કરેલા ઇન્ફોટેક સ્ટાર્ટ અપ બધા એકસાથે જોવા મળ્યા હતા.
Nidhi Jani, Surat: સુરતમાં લે મેરેડિયન (Lemeridian) હોટેલમાં એક સંયુક્ત એક્સપોનું (Gift expo in Surat) આયોજન કરાયું હતું જેમાં અનેકવિધ અવનવી પ્રોડક્ટ્સની સાથે ઓફિસની ટેક્નિકલ સમસ્યાઓનું સમાધાન લાવે તેવા ઇન્ફોટેક સ્ટોલ પણ એક્સપોમાં રાખવામાં આવ્યા જેનાથી ઓફિસ માટે એક જ જગ્યાએથી બે કાર્ય કરી શકાય. ખાસ કરીને દિવાળીના આગળ આગળ જયારે કર્મચારીને દિવાળી ભેટ આપવાના હોય તેના માટે આ પ્રકારના એકસપોનું આયોજન કરવામાં આવે છે. ઘર સુશોભનથી માંડીને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવા દરેક પ્રોડક્ટ અહીં ઉપલબ્ધ કરવામાં આવેલા.
10 ધોરણ ભણીને નવ વર્ષ સુધી હીરામાં કામ કર્યા બાદ ફરીથી ભણવાની શરૂઆત કરી અને 12 કોમર્સ ભણ્યા પછી તેમણે તેમની કળાને સ્ટાર્ટ અપમાં બદલવા શરૂઆત કરી, લેસર આર્ટના માલિક રાજેશ શેખડા News 18 સાથે વાતચીત કરતાં જણાવે છે કે તેમણે બનાવેલા લાકડાના દરેક આર્ટ કોઈને પણ ગિફ્ટમાં આપી શકાય છે. તેમના દરેક આર્ટ અને લોકોએ ખૂબ પસંદગી આપી અને તેમનું ગિફ્ટ કંપનીનો બિઝનેસ શરૂ થયો. તેઓ ગિફ્ટને કસ્ટમાઇઝ (Custmised gifts) કરીને આપવા માટે પ્રખ્યાત છે. તેમણે બનાવેલા અદભુત લાકડાના મંદિરો તેમની ઓળખાણ સમાન છે. તેમણે અયોધ્યાનું રામ મંદિર, કેદારનાથ મંદિર, સોમનાથ મંદિર વગેરે બનાવ્યા છે. તેઓ જણાવે છે કે સોમનાથ મંદિર આટલી ઊંડાણમાં કોઈએ બનાવ્યું નથી.
ત્યારે નાની ઉંમરે કરેલા સ્ટાર્ટ અપમાં ઇન્ફોટેક કંપની દુર્વાસા, જેમણે એક્સ્પોના દરેક પોસ્ટર બનાવ્યા હતા. કોલેજના ત્રીજા વર્ષ દરમિયાન જ પોતે એક સ્ટાર્ટઅપ શરૂ કરવું છે તેવું મનમાં ઠાનીને ટ્રેનિંગની સાથે સાથે ઓફિસની શરૂઆત કરી. હાલમાં તેમને ત્યાં ટ્રેનિંગ લીધેલા વિદ્યાર્થીઓ મોટી મોટી ઈન્ફોટેક કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરી રહ્યા છે. જે તેમની કુશળતાનું પરિણામ છે.
આ ઉપરાંત ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ ઓપશન તરીકે ગિફટોપીડિયાએ લોકોનું ધ્યાન સૌથી વધુ આકર્ષિત કર્યું હતું. ધવલ ગાંધી જણાવે છે કે, તેમણે રાઈસ હસ્ક, કોફી હસ્ક, બામ્બુ હસ્ક વગેરેમાંથી કોફી મગ, બોલપેન, ડિનર સેટ, બામ્બુના ટૂથબ્રશ, લીમડાની લાકડીના દાંતિયા,પેન્સિલ,ગ્લાસ વગેરે બનાવટ અદભુત રીતે બનાવી હતી. તેમની વધુ એક ખાસિયત એ હતી કે ગ્રાહકો માટે જે તે કંપનીના નામ પર તેઓ એક અલગ ઓનલાઈન સ્ટોર ઉભો કરી આપતાં હતા અને જે કર્મચારી માટે એક વિકલ્પ આપતાં કે તેમને કઈ વસ્તુ ગિફ્ટમાં જોઈએ છે, જેનાથી તેમને અણગમતા ગિફ્ટ ના મળે અને તેમની પસંદગીના ગિફ્ટ મળવાથી તેનો ઇષ્ટત્તમ ઉપયોગ કરી શકાય.