Mehali tailor, surat. મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, ગમે તેઓ મુશ્કેલ માર્ગ કેમ ન હોઈ તેઓ મંજિલ મેળવી ને જ જંપે છે અને આ વાત સાબિત કરી બતાવી છે. સુરતના યુવાનોએ જે સૂરતના નવાગામ ડિંડોલીમા કોઈ પણ સુવિધા વગર વર્ષોથી સડક સે સરહદ તક ગ્રુપમાં આર્મી મા જોડાવા તનતોડ મહેનત કરી રહ્યા છે.આર્મી અને પોલીસમાં વિભાગમાં જવા ઇચ્છુક યુવાનો દ્વારા સડક સે સરહદ તક ગ્રુપ ચાલે છે. આ ગ્રુપના યુવાનો આર્મી,પોલીસ અને અન્ય વિભાગોમા નોકરી મેળવા માટે સ્વયંભૂ મહેનત કરે છે. આમાં આર્મી અને પોલીસમાં ભરતી મેળવવા તેઓએ જાત મહેનત જાહેર રસ્તા પર દોડીને લાઇબ્રેરીમા આખો દિવસ અભ્યાસ કરી પોતાના સપનાને સાકાર કર્યા છે .
કચરાની ગાડીમાં કામ કરનારના દીકરાએ આર્મીની પરીક્ષા પાસ કરી
જેમાંથી એક યુવા સિલેકકશન કમિશન પસંદગી થયેલા 21 વર્ષીય સમાધાન પાટીલ છે.જેના પરિવારમાં માતા પિતા અને ચાર બહેનો છે. સમાધાનના પિતા ડોર ટુ ડોર આવતી કચરાની ગાડીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. સમાધાનના પરિવારની નાણાકીય પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે તે હાલ એસ વાય ના અભ્યાસ સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરી રહ્યો છે. શનિ અને રવિવારના દિવસે ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થઈ રહ્યો છે.
આ સાથે જ સેનામાં જોડાવાના દ્રઢ નિર્ણય સાથે તેણે સડક સે સરહદ ગ્રુપમાં જોડાઈ પ્રેક્સિસ કરવાનું પણ શરૂ રાખ્યું હતું. જે મહેનતના પરિણામરૂપે આજે સમાધાનની આસામ રાઈફલમાં પસંદગી થઈ છે.યુવાનની પરીવારની નાણાકીય પરિસ્થીતી નબળી હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ દિલમા જીદ અને જુસ્સો હતો કે સેનામા સેવા આપવી છે અને આજે આ સપનુ એમનું પુરુ થયું છે.
આર્મીમાં જોડાવા માટે શારીરિક સજ્જતા અને એક પ્રકારની ટફનેસની જરૂરિયાત હોય છે. જેના માટે વહેલી સવારે અહીં યુવાનો ભેગા થાય છે.જેમના કેટલાક યુવાનો એવા પણ છે જેમની પાસે ટ્રેનિંગ શૂટ કે શુઝ પણ નથી હોતા. તો કેટલાક યુવાનો આખો દિવસ ભણવાનું અને નોકરી કરીને લોથપોથ થઈ જવા છતાં વહેલી સવારે કે મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લઈ સજ્જતા કેળવે છે. અને ત્યારબાદ આ યુવાનો આર્મી ,પોલીસ અને વન રક્ષક તરીકે નોકરી મેળવી સફળતા હાંસલ કરી છે.તેમજ અન્યોએ તેમાંથી પ્રેરણા લઈ દેશની સેવા અને આતંકવાદને નાથવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ સુદ્દઢ બનાવી રહ્યા છે.
ગરીબ અને મધ્યમ વર્ગના યુવા માટે હજુ સુધી કોઈ પણ રનીંગ ટ્રેક કે અન્ય સુવિધા હજી સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી
ગરીબ અને મધ્યમ વર્ગના આ ગ્રુપના યુવાનોને દેશ સેવા માટે આર્મીમાં જોડાવું છે. પણ સરકાર માટે શરમજનક બાબત એ પણ છે કે ગુજરાતના ગૌરવમાં વધારો કરતા અને જાહેર માર્ગ પર પ્રેક્ટિસ કરતા યુવાનોને પ્રોપર જગ્યા મળે તે માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ યુવાનોની રજૂઆત ને કોઈએ પણ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધી હોય તેમ હાલ દેખાઈ આવતું નથી.ટ્રેનિંગ દરમ્યાન વોર્મઅપ, રનીગ, દ્રિલિંગ,સહિતની પ્રેક્ટિસ કરતા આ યુવાનો જે સ્થળે ટ્રેનિંગ લે છે ત્યાં કોઈ રનીંગ ટ્રેક કે પ્રોપર મેદાન નથી તેઓ ખુલ્લા ડામરના રોડ ઉપર પ્રેક્ટિસ કરે છે. સમાચારોમાં આ બાબત સામે આવ્યા બાદ તેમને એક મેદાન તો આપવામાં આવ્યું છે પરંતુ તેમની જરૂરિયાત મુજબની રનીંગ ટ્રેક કે અન્ય સુવિધા હજી સુધી ઉપલબ્ધ કરવામાં આવી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર