સુરતઃ ગેંગસ્ટર સચિન મિશ્રા હત્યાના ત્રણ આરોપીની ધરપકડ, હત્યારો જેલમાં સાથે હતો
સુરતઃ ગેંગસ્ટર સચિન મિશ્રા હત્યાના ત્રણ આરોપીની ધરપકડ, હત્યારો જેલમાં સાથે હતો
મૃતક સચિન મિશ્રાની તસવીર
આરોપીની પૂછપરછમાં મારનાર સચિન લાજપોર જેલમાં હતો ત્યારે ગુડ્ડુ ગેંગને લઇને દાદાગીરી કરતો હતો. તે સમયે તેની સાથે જેલમાં દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ણામુરારી મિશ્રા પણ હતો.
સુરતઃ સુરતમાં (surat) લૂંટના ગુનામાં લાજપોર જેલમાં બંધ સચિને જેલમાં રહેલા એક યુવકને તેના મિત્ર સામે માર માર્યો હતો. તેની અદાવત રાખીને મરખનાર યુવકે સચિને મારી નાખવાની કાવતરું રહ્યું હતું. જોકે બે દિવસ પહેલા જેલમાંથી છૂટેલા સચિનને ગતરોજ ફાયરિગ (firing) કરી બે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ મામલે પોલીસે (police) 3 લોકોની ધરપકડ કરી હતી.
ગતરોજ શુક્રવારે રાત્રે પાંડેસરા વિસ્તરમાં એક યુવકની હતા કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મારનાર યુવાન પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગુડ્ડુ ગેંગના ગેંગસ્ટર સચિન મિશ્રા ગીતાનગર સોસાયટીની ગલીમાં હતો. ત્યારે ત્રણ હુમલાખોરોએ રિક્ષામાં આવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં સચિન મિશ્રાને પહેલી ગોળી ગળાના ભાગે વાગતાં તે જીવ બચાવી ત્યાંથી ભાગ્યો હતો. અને નજીકમાં એક મકાનમાં ઘૂસી ગયો હતો.
જ્યાં પણ હુમલાખોરોએ દોડી આવી બીજી ગોળી માથામાં મારી દેતા તે ત્યાં ઢળી પડયો હતો અને ગણતરીની મિનિટોમાં તેનું મોત થયું હતું. જોકે ઘટનાની જાણકારી માળતા પાંડેસરા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી. જેમાં મારનાર યુવાન ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિષના ગુનામાં સચિન બે મહિનાથી જેલમાં બંધ હતો. બે દિવસ પહેલાં જ લાજપોર જેલમાંથી બહાર આવ્યો હતો. જોકે આ હકીકતના આધારે પોલીસે ગેંગવોર લઈને હત્યા થયાની દિશામાં તપાસ શરૂ કરી હતી અને 3 આરોપીની ધરપકડ કરી છે.
આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ણામુરારી મિશ્રા સ્વપ્નીલ ઉર્ફે નંદુ પંડિત ભગવાન રાણે મહેન્દ્ર ઉર્ફે ધરમેન્દ્ર બીહારીલાલ કોઠારી પોલીસે આ હત્યાના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી હતી. જોકે આરોપીની પૂછપરછમાં મારનાર સચિન લાજપોર જેલમાં હતો ત્યારે ગુડ્ડુ ગેંગને લઇને દાદાગીરી કરતો હતો. તે સમયે તેની સાથે જેલમાં દેવેન્દ્ર ઉર્ફે બંટી ક્રિષ્ણામુરારી મિશ્રા પણ હતો. ત્યારે એક દિવસ સામાણીય બાબતે સચિને દેવેન્દ્રને તેના મિત્રની સામે માર માર્યો હતો.જેને લઇને દેવેન્દ્રને આ વાત લાગી આવ્યું હતું.
જોકે પોતે જેલમાંથી બહાર આવીને સાચીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અને સચિન જેલમાંથી બહાર આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યારે સચિન બે દિવસ પહેલા જેલમાંથી છૂટીને આવ્યાની હકીકત દેવેન્દ્રને મળતા પોતાના મિત્ર સાથે પિસ્તોલ સાથે સચિનને મારવું એમણે બે દિવસથી તેની દરેક બેઠક પર ફરતો હતો.
ગતરોજ તે પાંડેસરા વિસ્તારમાં મળી આવતા તેના પર બે રાઉન્ડ ફાયરિગ કરી તેની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે કબૂલાત કરતા પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી હતી. જોકે દેવેન્દ્ર પણ ગુનેગાર હતો તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ પ્રોહિબિશન મારામારી અને છેલ્લે ગાડી સળગવાની ઘટનામાં જેલમાં હતા. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 6 જેટલગુના નોંધાયેલા છે. ત્યારે પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી એક પિસ્તોલ બે છરા અને હત્યામાં વપરાયેલ રીક્ષા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર