Home /News /surat /Surat Fraud: સુરતના વેપારીઓને અમદાવાદમાં બેસીને છેતરતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

Surat Fraud: સુરતના વેપારીઓને અમદાવાદમાં બેસીને છેતરતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

બંને આરોપીની તસવીર

Surat Fraud: સુરત પોલીસે ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓે છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ઇકો સેલ દ્વારા બે આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ શહેરની પોલીસે ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓે છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ઇકો સેલ દ્વારા બે આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ એકબીજાની મદદથી વિશ્વાસ કેળવી મોટી રકમનું કાપડ લઈ પેમેન્ટ ન ચૂકવીને છેતરપિંડી આચરતા હતા.

સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી એક વર્ષ પહેલાં લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈને અંજામ આપ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના નોંધાઇ હતી. ત્યારે આ બનાવને પગલે સુરત પોલીસે ઠગાઈ કરનાર આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા, મનોહરલાલ જોસ્મેલ તલરેજા અને લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી ધરપકડ કરી હતી. આ બંને એકબીજાના મેળા-પીપણાથી વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી આચરતા હતા.

આ પણ વાંચોઃ ChatGPTને કારણે મુંબઈની યુનિવર્સિટીના પ્રોફેસરે અભ્યાસક્રમ બદલ્યો!

કાવતરું રચી વેપારીઓને છેતરતા હતા


સુરત ઇકો સેલ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા તથા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી ભેગા મળી સુરતના વેપારીઓને છેતરવા માટે પૂર્વ આયોજિત કાવતરૂં રચી આરોપી લક્ષ્મણ કોડવાણીએ ડમી સીમકાર્ડ મેળવી આરોપી વિજય ઉર્ફ શ્યામ મખીજાને આપ્યું હતું. સુરતના વેપારીઓને પોતે શ્યામ મખીજા છે અને તે શ્રી શ્યામ એજન્સીના માલિક બોલે છે અને પોતે શાહીબાગ સફલ-૧૧માં વેપાર ધંધો કરે છે તેવું કહેતો હતો. તેટલું જ નહીં, પોતાના રેફરન્સમાં આરોપી લક્ષ્મણ પાસે રહેલા ડી ફોન નંબરો બીજા વેપારીઓના હોવાનું જણાવી વેપારીઓને વિશ્વાસમાં લેતા હતા અને વેપારીઓ ખાતરી કરવા ફોન કરતા તો આરોપી લક્ષ્મણ પોતે વેપારી બોલતો હોવાનું સુરતના વેપારીઓને જણાવી શ્યામ મખીજા બહુ જ સારા વેપારી હોવાનો અભિપ્રાય આપી બન્ને આરોપીઓ એકબીજાના મેળાપીપણાથી સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ મંગાવતા હતા.


ગુજરાત બહાર સસ્તા ભાવે માલ વેચતા હતા


ત્યારબાદ પાર્સલો લોડીંગ ટેમ્પો ચાલક મારફતે ટ્રાવેલ્સમાંથી છોડાવી માલ છોડાવનાર ટેમ્પોચાલક પાસેથી માલ અધવચ્ચે બીજા ટેમ્પોમાં ભરી લઇ જઇ અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતા સામે આવ્યું હતું. જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરી છે. હાલ તેમણે કેટલા વેપારીઓને છેતર્યા છે અને માલ વેચીને રૂપિયા ક્યાં રાખ્યા છે તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन