Home /News /surat /Surat News: EPFOએ બહાર પાડી અનોખી યોજના, હવે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે!

Surat News: EPFOએ બહાર પાડી અનોખી યોજના, હવે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે!

X
EPFO

EPFO દ્વારા ખાસ યોજના શરૂ કરવામાં આવી.

પીએફ ઓફીસના કર્મચારીઓ દ્વારા દર મહિનાની 27 તારીખે અલગ અલગ સ્થળ પર જઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સુરતમાં ઇપીએફઓ કાર્યાલયમાં તાપી નવસારી અને સુરતનો સમાવેશ થાય છે

Mehali tailor, Surat દેશના દરેક મોટા શહેરમાં ઇપીએફઓ કાર્યાલય સક્રિય હોય છે. જેમાં પીએફ સંબંધિત ખાતાધારકો કર્મચારીઓ અને પેન્શન મેળવવા માટે કેટલાક સવાલો ઊભા થાય છે અને તેના વિશે માહિતી મેળવવા માટે દરેક મહિનાની 10 તારીખે પીએફ ઓફીસમાં નિધિ આપકે નિકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. નિધિ આપકે નિકટ કાર્યક્રમમાં હવે તેનું નવું વર્ઝન એટલે કે નિધિ આપકે નિકટ 2.0 કાર્યક્રમ દરેક શહેરમાં શરૂ થશે.


યોજનામાં હવે લોકોએ EPFO કાર્યાલય સુધી આવવું પડશે નહીં


નિધિ આપકે નિકટ 2.0 યોજનામાં હવે પીએફ ઓફીસના કર્મચારીઓ દ્વારા દર મહિનાની 27 તારીખે અલગ અલગ સ્થળ પર જઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સુરતમાં ઇપીએફઓ કાર્યાલયમાં તાપી નવસારી અને સુરતનો સમાવેશ થાય છે જેથી તાપી અને નવસારીના લોકોએ પણ પીએફને લઈ કે અન્ય કોઈ સમસ્યાને લઈને સુરત સુધી આવવું પડતું હતું.


 

હવે નવસારી તાપી અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં કર્મચારીઓ દ્વારા જે તે સ્થળે કાર્યક્રમ કરવામાં આવશે. જેને લઇ લોકોને પીએફ ને લઇ સમસ્યાનું નિરાકરણ અને તેના લાવ વિશે એક સ્થળ પર તમામ કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવશે.


200 થી વધુ લાભાર્થીઓએ સ્થળ પર પીએફ અંગેની માહિતી મેળવી


ભવિષ્ય નિધિ કર્મચારી સંગઠન સુરતના નેજા હેઠળ સુરત જિલ્લાના ત્રણ જિલ્લા એવા સુરત તાપી અને નવસારી ત્રણે જગ્યા પર નિધિ આપકે નિકટ 2.0 નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓને પીએફ ને અને પેન્શન ને લગતી સમસ્યાઓનો સ્થળ પર નિરાકરણ કરી એમને જવાબ આપવામાં આવ્યો હતો સાથે ત્રણેય જગ્યાઓ પર મોટી સંખ્યાઓમાં પીએફ ના લાભાર્થીઓએ ભાગ લીધો હતો.


 લગભગ 200 થી વધુ લાભાર્થીઓને સ્થળ પર પીએફ અંગેની માહિતી અને એમને અંગત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને બધા લાભાર્થીઓએ બિરદાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું એક અનેરી પહેલ છે સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની ક્ષેત્રીય કાર્યાલય epfo સુરત તરફથી સમગ્ર કાર્યક્રમ ક્ષેત્રિય કમિશનર શ્રી સુદર્શન કુમારના નેજા હેઠળ અને આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો.

First published:

Tags: Epfo, Where EPFO Invest Fund, સુરત