Home /News /surat /

Surat: Kiran Hospital માં બાળકોની ફ્રીમાં થશે સર્જરી, આ નંબર પર કરો સંપર્ક

Surat: Kiran Hospital માં બાળકોની ફ્રીમાં થશે સર્જરી, આ નંબર પર કરો સંપર્ક

Symbolic image

જટીલ ઓપરેશનો (Surgeries) કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે

વધુ જુઓ ...
    Nidhi jani, Surat: સ્વતંત્ર ભારતના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit mahotsav) ઉજવી રહ્યો છે. કિરણ હોસ્પિટલ (Kiran hospital, Surat) સુરત દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે દેશના જટીલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ અપાવવા માટે એક ભગીરથ પ્રયાસ થઇ રહ્યો છે .

    આવા જટીલ ઓપરેશનો (Surgeries) કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે. કિરણ હોસ્પિટલની સેવા સમગ્ર દેશ ઉપરાંત અન્ય દેશોના લોકો પણ લઇ રહ્યા છે.

    News 18 સાથેની વાતચીતમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી જણાવે છે કે , 15 સપ્ટેમ્બર 2022 સુધીમાં તે બાળકની પૂરી વિગત સાથે કિરણ હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant ), લિવર ટ્રાન્સપ્લાન્ટ (Leaver transplant), કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant), બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીઓ જે કિરણ હોસ્પિટલના અત્યાધુનિક સાધનો દ્વારા કરવામાં આવશે .

    આ યોજના અંતર્ગત 10 વર્ષની ઉંમર સુધીના જટીલ બીમારીથી પીડાતા 750 બાળકોને ફ્રીમાં સર્જરી (Free surgeries) અને સારવાર કરવામાં આવશે. દેશની જૂજ હોસ્પિટલો જ આવા જટીલ ઓપરેશનો કરવા સક્ષમ હોય છે. આવા ઓપરેશનોનો ખર્ચ 25 લાખ સુધી થતો હોય છે.

    આ પણ વાંચો:   'Har Ghar Tiranga' અભિયાન હેઠળ રાજકોટમાં ફરકાવાયો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ત્રિરંગો

    આવા જટીલ ઓપરેશનો કરવા માટે કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના 43 વિભાગો અતિ આધુનિક સાધનોથી સુસજ્જ અને દરેક બીમારીના ઈલાજ કરવા માટે સક્ષમ છે. આ તમામ વિભાગોમાં દર વર્ષે 4 લાખથી પણ વધારે દર્દીઓ સેવા લઇ રહ્યા છે.

    કિરણ હોસ્પિટલ આ અંગે ફંડ એકત્ર કરવા માટે પણ સુસજ્જ છે આ અંગે રજીસ્ટ્રેશન કિરણ હોસ્પિટલના  www.kiranhospital.com   પોર્ટલ પર કરવાનું રહેશે

    વધુ માહિતી માટે સંપર્ક કરો: 9726432048/ 0261-7161111, અથવા inquiry@kiranhospital.com
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Child care, Children Health, Gujarat surat, Hospitals, Surat City

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन