Home /News /surat /

Surat Crime: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે 5 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

Surat Crime: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે 5 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

ઇકોનોમિક સેલ દ્વારા આરોપી રાજકુમાર ભંડારીની ધરપકડ કરવામાં આવી છે.

કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપરાઇટર ભરત કોઠારી અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન પટેલ સાથે મળીને અગાઉથી આયોજન કરી કાવતરું રચીને ટેક્સટાઇલ માર્કેટના વિવર્ષો પાસેથી કાપડની ખરીદી કરી હતી

સુરત ટેક્સટાઇલ માર્કેટ (Surat Textile Market)માં અલગ-અલગ કાપડના વેપારીઓ સાથે 5,07,93,618 રૂપિયાની છેતરપિંડી (Fraud) કરનાર આરોપીઓને ફરિયાદના ગણતરીના કલાકોમાં જ આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત શહેર (Surat City)ને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ સામે આવે છે. હરેશ દોમડીયા નામના વ્યક્તિ સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે અને તેઓ ઉધના વિસ્તારમાં આવેલ બ્રહ્માણી જરીના નામથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેમને ઇકોનોમિક સેલમાં એક ફરિયાદ કરી હતી કે, કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપરાઇટર ભરત કોઠારી અને સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન પટેલ સાથે મળીને અગાઉથી આયોજન કરી કાવતરું રચીને ટેક્સટાઇલ માર્કેટના વિવર્ષો પાસેથી કાપડની ખરીદી કરી હતી. પ્રથમ વખત તમામને રૂપિયાની ચુકવણી કરી દીધી હતી. ત્યારબાદ ફરી માર્કેટમાંથી અલગ અલગ વિવર્સ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદમાં હોટેલમાંથી નીકળતા કપલને પકડી તોડ કરતી ગેંગ ઝડપાઇ

કાપડ દલાલ રાજકુમાર ભંડારી તેના સાગરીતો સાથે મળીને અલગ-અલગ વિવર્ષ પાસેથી 5,07,93,618 રૂપિયાનું કાપડનો જથ્થો ખરીદ્યો હતો અને ત્યારબાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તેથી સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ ઇકોનોમિક સેલમાં નોંધાઈ હતી.  મહત્વની વાત છે કે આરોપી રાજકુમાર ભંડારીએ અગાઉ પણ સુરતમાં કાપડ માર્કેટમાં આ જ પ્રકારે અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદ થાય એના ગણતરીના સમયમાં ઇકોનોમિક સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકમાં જ ઇકોનોમિક સેલ દ્વારા આરોપી કિશન પટેલ, ભરત કોઠારી અને રાજકુમાર ભંડારીની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ સુરતના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી શરૂઆતમાં માલની ખરીદી કરી પેમેન્ટ ચૂકવી દેતા હતા ત્યારબાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો જથ્થો વધારીમાં ખરીદતા હતા અને પેમેન્ટની ચુકવણી કરતા ન હતા.

આ પણ વાંચો- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 210 કિલો વજન ધરાવતા વ્યક્તિનું સફળ ઓપરેશન કરાયું

ઇકોનોમિક સેલ દ્વારા આરોપી રાજકુમાર ભંડારીની ધરપકડ કરવામાં આવે છે તેની સામે અગાઉ પણ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો ગુનો નોંધાયો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોસંબા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને સલાબતતપુરામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat Crime, Surat Crime Latest News, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन