Home /News /surat /Surat News: સુરતમાં સિવિલ-સ્મીમેરમાં ડેન્ગ્યૂ-મેલેરિયા કરતાં ચાર ગણા કેસ કૂતરાં કરડવાના, લોકોમાં રોષ

Surat News: સુરતમાં સિવિલ-સ્મીમેરમાં ડેન્ગ્યૂ-મેલેરિયા કરતાં ચાર ગણા કેસ કૂતરાં કરડવાના, લોકોમાં રોષ

સુરતમાં ડેન્ગ્યૂ-મેલેરિયા કરતાં ચાર ગણા વધુ કેસ કૂતરાં કરડવાના સામે આવ્યાં છે.

Surat News: સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાંથી ડોગ બાઇટના કેસના આંકડા સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ડોગ બાઇટના કેસ ડેન્ગ્યૂ અન મેલેરિયા કરતાં પણ વધારે છે.

સુરતઃ શહેરમાં અનેકવાર કૂતરાંના આંતક સામે આવતો જોવા મળ્યો છે. થોડા દિવસ પહેલાં જ એક બાળકી પર હડકાયા કૂતરાંએ હુમલો કર્યો હતો. ત્યારે સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાંથી ડોગ બાઇટના કેસના આંકડા સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ડોગ બાઇટના કેસ ડેન્ગ્યૂ અન મેલેરિયા કરતાં પણ વધારે છે.

ડેન્ગ્યૂ-મેલેરિયા કરતાં કૂતરાં કરડવાના વધુ કેસ


સુરતમાં રખડતા કૂતરાંઓના આતંકને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં વિસ્તારોમાં તો રખડતા કૂતરાંઓના ત્રાસને કારણે બાળકોને પણ ઘરની બહાર નીકળવા દેતા લોકો ડરી રહ્યા છે. ત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે, સુરતની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાની સરખામણીમાં કૂતરાં કરડવાના કેસ ચાર ગણા વધારે છે. તાજેતરમાં જ સુરતના અશ્વિનીકુમાર રોડ પર હંસ સોસાયટીમાં પાંચ વર્ષની બાળકીને એક કૂતરાએ બચકું ભર્યું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનામાં ડેન્ગ્યૂ-મેલેરિયા કરતાં ડોગ બાઇટના કેસ ત્રણથી ચાર ગણા વધારે છે.


કયા મહિનામાં કેટલા કેસ સામે આવ્યાં?


સુરતની સિવિલ-સ્મીમેર હોસ્પિટલમાં ગત 4 મહિનામાં ડેન્ગ્યૂ-મલેરિયા કરતાં કૂતરાં કરડવાના કેસ 4 ગણા નોંધાયા છે. સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના 370, મેલેરિયાના 324 અને ડોગ બાઈટન 1141 કેસ આવ્યા હતા. ઓક્ટોબરમાં ડેન્ગ્યૂના 333, મેલેરિયાના 361 અને ડોગ બાઈટના 1383 કેસ આવ્યા હતા. જ્યારે નવેમ્બરમાં ડેન્ગ્યૂના 288, મેલેરિયાના 332 અને ડોગ બાઈટના 1723 કેસ આવ્યા હતા. ડિસેમ્બરમાં ડેન્ગ્યૂના 234, મેલેરિયાના 275 અને ડોગ બાઈટના 1992 કેસ આવ્યા હતા. રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલ હોય કે મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલ, બંનેમાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. સૌથી વધારે કેસ કૂતરું કરડવાને લઈને આવતા હોય છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Dog Bite, SMIMER HOSPITAL, Surat Civil Hospital, Surat news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन