Home /News /surat /સુરત: જમીન પર કબજો કરવા આવેલા સૌરાષ્ટ્રના ચાર માથાભારે હથિયારો સાથે ઝડપાયા, બિલ્ડરે આપી હતી સોપારી!

સુરત: જમીન પર કબજો કરવા આવેલા સૌરાષ્ટ્રના ચાર માથાભારે હથિયારો સાથે ઝડપાયા, બિલ્ડરે આપી હતી સોપારી!

બિલ્ડર પાસેથી નાણા વસુલાત કરવા માટે સૌરાષ્ટ્રની ગેંગ એ કબજો જમાવ્યો, પ્રોજેકટ ઉપર કબજો જમાવવા માટે કોણે સોપારી આપી હતી, એ તપાસનો વિષય બનેલ છે.

બિલ્ડર પાસેથી નાણા વસુલાત કરવા માટે સૌરાષ્ટ્રની ગેંગ એ કબજો જમાવ્યો, પ્રોજેકટ ઉપર કબજો જમાવવા માટે કોણે સોપારી આપી હતી, એ તપાસનો વિષય બનેલ છે.

સુરત : પાસોદરા રોડ ઉપર આવેલ મા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગમાં ગેરકાયદે કબજો જમાવવા આવેલ સૌરાષ્ટ્રના નામચીન ચાર શખ્સોને ગત રાતે સરથાણા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલાઓ પાસેથી હાથ બનાવટની ચાર પિસ્તોલ, જીવતા કારતુસ ૧૩ નંગ ચાર મોબાઇલ ફોન એમ કુલ રૂ,૪૫,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો છે. બિલ્ડર પાસેથી નાણા વસુલાત કરવા માટે સૌરાષ્ટ્રની ગેંગ એ કબજો જમાવ્યો હોવાનું જાણવા મળેલ છે.

સરથાણા પોલીસ જણાવ્યા મુજબ પાસોદરા રોડ ઉપર આવેલ જે બી ડાયમંડ સ્કુલની પાછળ બ્લોક નં.૫૯, મા સિદ્ધિ વિનાયક ગ્રીન બિલ્ડીંગ ડી ના ત્રીજા માળે સૌરાષ્ટ્રની ગેંગએ કબજો જમાવ્યો હોવાની બાતમી અધિક પોલીસ કમિશ્નર સેકટર - ૧ ને બાતમી મળતાં સરથાણા પોલીસ મથકના પી આઇ સોલંકી, પીએસઆઇ પી એમ હઠીલા સહિતે ગત રાતે મા સિધ્ધિ વિનાયક બિલ્ડીંગમાં છાપો માર્યો હતો.

પોલીસે કાર્યવાહી દરમિયાન રૂમમાંથી (1) સલીમ ઇબ્રાહીમ ઠેબા રહે, જમાલવાડી જુનાગઢ (2) સાજીદ સુલતાન ઠેબા રહે, સુખપુર, અમરેલી (3) હનીફ અલ્લારખા દરઝાદા રહે, જુના કુંભારવાડા જી.જુનાગઢ (4) ઉમર કાસમ પટ્ટણી રહે, મોટા સૈયદવાડા જુનાગઢને ઝડપી લેવાયા હતા. આ તમામની અંગઝડતી લેતાં ચારેયના પેન્ટના ખીસ્સામાંથી દેશી બનાવટની પિસ્તોલ અને ૧૩ નંગ કારતુસ મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસે મોબાઇલ ફોન સહતિ કુલ રૂ. ૪૫.૨૦૦ નો મુદામાલ કબજે લઇને ઝણવટપુર્વકની તપાસ આદરી છે.

પોસોદરાના ખાતે સિધ્ધિ વિનાયક પ્રોજેકટ રાજુ રવજી દેસાઇ રહે, ધરાવે છે. આ પ્રોજેકટ પેટે કોરોડોની રૂપિયાની નાણાકીય લેતીદેતીમાં ગેરકાયદે કબજો જમાવવા માટે સૌરાષ્ટ્રની ગેંગને સોપારી આપવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. જો કે પકડાયેલ પૈકીના સલીમ સહિતના ગેંગ સાથે સંકળાયેલા છે, અને પ્રોજેકટ ઉપર કબજો જમાવવા માટે કોણે સોપારી આપી હતી, એ તપાસનો વિષય બનેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ મોટા માથાની સંડોવણી બહાર આવે તો નવાઇ નહીં એમ જણાવ્યુ છે.
First published:

विज्ञापन