Home /News /surat /Surat: હવે બજારમાં આવી ફળ અને આઇસ્ક્રીમની સેન્ડવિચ, જોતા જ આવી જાય મોઢામાં પાણી!

Surat: હવે બજારમાં આવી ફળ અને આઇસ્ક્રીમની સેન્ડવિચ, જોતા જ આવી જાય મોઢામાં પાણી!

ફળ અને આઇસ્ક્રીમ સેન્ડવિચ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે

ખાવાના શોખીન સુરતમાં શાકભાજીની સેન્ડવિચમાં ઘણી વેરાયટી જોવા મળી રહે છે. પરંતુ સુરતમાં પેહલી વાર કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલમાં મળી રહી છે . પાઈનેપલ આઈસ્ક્રીમ સેન્ડવીચ. જે લોકોને ઘણી જ પસંદ આવી રહી છે

    Mehali Tailor, Surat; સુરતમાં આપણે અનેક પ્રકારની સેન્ડવીચ ખાવા મળે છે. બોમ્બે સેન્ડવીચ, મટકા સેન્વીચ, ટોસ સેન્ડવીચ એવી અનેક પ્રકારની સેન્ડવીચ મળી રહે છે. પરંતુ હવે સુરતમાં એક નવા પ્રકારની સેન્ડવીચ જોવા મળી સેન્ડવીચ કોઈ શાકભાજીની નહિ પરંતુ ફળની સેન્ડવીચ અને કોઈ ચટણીની નહિ પરંતુ આઈસ્ક્રીમની સેન્ડવીચ મળી રહી છે. ખાસ સેન્ડવીચ છે પાઈનેપલ આઈસ્ક્રીમ સેન્ડવીચ.અને સેન્ડવીચએ સુરતના કાર્નિવલ ફૂડ ફેસ્ટિવલમાં ખાવા મળી રહી છે


    સુરતમાં ખાવાના શોખીન માટે ખાસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું છે.100 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અલગ અલગ વાનગીનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે કંઈક નવી વાનગી પણ ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળે છે. વખતે ફૂડ સ્ટોલમાં આઈસ્ક્રીમ પાઈનેપલ સેન્ડવીચ પણ એક નવી વાનગી જોવા મળી હતી આઇસ્કીમ અને પાઈનેપલનું કોમ્બિનેશન કરીને સેન્ડવીચ બનાવવામાં આવી હતી.


    કુકીંગશોખને બનાવ્યું પ્રોફેશન


    કામરેજ તાલુકાના પારડી ગામના દેસાઈ ફરિયામાં રહેતા મીનક્ષી ડેનિશગીરી ગોસ્વામી જેમને કુકીંગનો ઘણો કે શોખ છે જે ઘરે રાજકોટના ઘૂઘરા ઘરે બનાવી વેચે છે. અને છેલ્લા ઘણા સમયથી તે ઘૂઘરા વેચે છે. અને તેમને તેના કુકિંગ શોખને તેને પોતાનું પ્રોફેશન બનાવ્યું હતું.




    સેન્ડવિચ જોઇને ફૂડ કાર્નિવલમાં આવેલા લોકોનના મોઢામાં પાણી આવી ગયું હતું.

    સોશિયલ મીડિયામાં જોઈ શીખ્યા રેસિપી


    મીનક્ષી બેન ઓનલાઇન અનેક રેસિપી જોઈ ઘરે જાતે પણ બનાવે છે. ત્યારે તેમને સોશિયસલ મીડિયા પાર આઈસ્ક્રીમની રેસિપી જોઈ હતી અને રેસિપી જોઈ તેમને ઘરે પાઈનેપલ અને આઈસ્ક્રીમ લાવી તેની સેન્ડવીચ બનાવી હતી.અને સેન્ડવીચ તેમના પરિવાર અને આસપાસના લોકોને ઘણી પસંદ આવી હતી સેન્ડવીચ તેમને બે વર્ષ પેહલા તેમના ગામમાં વેચાવની શરુ કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે તેમને ફોન મારફતે પણ ઓર્ડર મળવાના શરુ થયા હતા. અને વખતે પેહલી વાર તેમની સુરતના ફૂડ ફેસ્ટિવલમાં સેન્ડવીચનો સ્ટોલ લગાવ્યો હતો. અને સુરતીલાલાને સેન્ડવીચ પણ ઘણી પસન્દ આવી હતી


    સેન્ડવીચ બનાવવા માટે તાજા પાઈનેપલનો ઉપયોગ કરવામાં આવે છે. અને વેનીલાનું સાદું આઈસ્ક્રીમ સેન્ડવીચમાં વાપરવામાં આવે છે. સેન્વીચમાં પાઈનેપલનો ફ્લેવર હોવાથી બીજા કોઈ પણ પ્રકારના આઈસ્ક્રીમનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને સેન્ડવીચ ફ્રેશ બનાવીને ખાવી પડે છે. જેથી કોઈ પણ વસ્તુ વાસી વાપરી શકાય નહિ

    First published:

    Tags: Sandwich, ખોરાક, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन