Home /News /surat /ચોક બજાર ખાતે આવેલા સુરતના કિલ્લાના ટિકિટના દરોમાં વધારો, 5 ગેલેરીની જગ્યાએ 32 ગેલેરી જોવા મળશે
ચોક બજાર ખાતે આવેલા સુરતના કિલ્લાના ટિકિટના દરોમાં વધારો, 5 ગેલેરીની જગ્યાએ 32 ગેલેરી જોવા મળશે
ટિકિટના દરોમાં વધારો
Surat News: 1 એપ્રિલથી ચોક બજાર ખાતે આવેલા સુરતના કિલ્લાના ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. એક એપ્રિલથી 100 રૂપિયા લેવામાં આવશે અને સિનિયર સિટીઝન પાસેથી અગાઉ 20 રૂપિયા ટિકિટ લેવામાં આવતી હતી. હવે તેને 50 કરવામાં આવી છે. એટલે કે એક એપ્રિલથી કિલ્લો જોવો લોકો માટે મોંઘો થશે.
સુરત: 1 એપ્રિલથી ચોક બજાર ખાતે આવેલા સુરતના કિલ્લાના ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, અગાઉ 3થી 16 વર્ષના બાળકો માટે 20 રૂપિયા ટિકિટ લેવાતી હતી. હવે એક એપ્રિલથી 50 રૂપિયા લેવામાં આવશે અને 17 થી 60 વર્ષના લોકો માટે 40 રૂપિયા ટિકિટ લેવામાં આવતી હતી. જે હવે એક એપ્રિલથી 100 રૂપિયા લેવામાં આવશે અને સિનિયર સિટીઝન પાસેથી અગાઉ 20 રૂપિયા ટિકિટ લેવામાં આવતી હતી. હવે તેને 50 કરવામાં આવી છે. એટલે કે એક એપ્રિલથી કિલ્લો જોવો લોકો માટે મોંઘો થશે.
તમામ ગેલેરી 1 એપ્રિલથી મુલાકાતીઓ માટે ચાલું
મહત્વની વાત એ છે કે, અગાઉ લોકોને કિલ્લામાં પાંચ ગેલેરી જોવા મળતી હતી પરંતુ હવે કિલ્લાના ફેઝ વન અને ફેસ ટુની કામગીરી પૂર્ણ થયા બાદ 32 ગેલેરી જોવા મળશે. સુરતના ચોકબજારના ઐતિહાસિક કિલ્લાના ફેઝ-1 અને ફેઝ-2ની રિડેવલપમેન્ટ અને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ગેલેરી 1 એપ્રિલથી મુલાકાતીઓ માટે શરૂ થઇ ગઇ છે. ત્યારે ટિકિટના દરમાં પણ વધારો કરાયો છે. દરના આ વધારાને 1 વર્ષ પૂર્વે જ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી ગઇ હતી. 1 એપ્રિલથી ટિકિટના નવા દર પ્રમાણે ચાર્જ વસુલવામાં આવશે.
પ્રવર્તમાન ટિકિટના દર 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે 20 રૂપિયા 17થી 60 વર્ષ સુધીના માટે 40 અને સિનિયર સિટીઝન માટે 20 રૂપિયા નક્કી કરાયા છે. જ્યારે 1 એપ્રિલ 2023થી 31-3-2026 સુધી આગામી ત્રણ વર્ષ માટે ટિકિટના દર વધારવામાં આવ્યા છે. જેમાં કિલ્લાની સંપૂર્ણ મુલાકાત માટે 3થી 16 વર્ષના બાળકો-સિનિયર સિટીઝનોના 50, 16થી 60 વર્ષ માટે 100 અને અને સિનિયર સિટીઝન માટે ₹50 નક્કી કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે આ ચાર્જમાં વ્યક્તિ પાસેથી કિલ્લાની અંદર ફોટોગ્રાફી કરવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. જો કે અગાઉ અલગથી ફોટોગ્રાફી માટેનો ચાર્જ લેવાતો હતો પરંતુ હવે આ ફોટોગ્રાફીના ચાર્જને ટિકિટ દરમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. જેથી હવે પ્રવાસીઓને આ કિલ્લાની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે, પરંતુ સાથે સાથે પહેલા કરતા વધારે હવે 32 ગેલેરી પણ જોવા મળશે. તેથી કિલ્લાની મુલાકાત વધારે રોચક બની શકશે.