Home /News /surat /Surat News: શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યુ, પછી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી પાંચ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

Surat News: શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યુ, પછી વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરી પાંચ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

આરોપીની તસવીર

Surat News: નાનીવેડનો એક વ્યક્તિ મહિલા પર દુષ્કર્મ આચરી તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર તેને બ્લેકમેઇલ કરતો હતો. ત્યારે મહિલાએ ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતઃ સિંગણપુર વિસ્તારમાં બે સંતાનોની માતાનું છેલ્લા પાંચ વર્ષથી યૌનશોષણ કરનાર નાનીવેડ ગામના પટેલ સમાજના અગ્રણીની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ વ્યક્તિ મહિલાને દુષ્કર્મમાં તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર કરતો હતો. મહિલાએ ઝરી દવા ખઆઈને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી અને રસોઈ કામ કરતી યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર કરતા વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 1997માં બાર વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થઈ જતા પરિવારનો સમગ્ર વહીવટ નાનીવેડમાં રહેતા પટેલ સમાજના અગ્રણી શાંતિલાલે પોતાની પાસે લઈ લીધો હતો.


રૂપિયા માટે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યુ


વર્ષ 2013માં પટેલ સમાજના અગ્રણીએ તેને બે દુકાન બનાવીને ભાડે આપી હતી. ત્યારે ભાડાનો વહીવટ શાંતિલાલ રાખતા હતા. વર્ષ 2015માં અકસ્માતમાં મહિલાનો ભાઈ મૃત્યુ પામ્યો હતો અને ત્યારે બધી જ જવાબદારી મહિલા પર આવી પડી હતી. વર્ષ 2017માં દીકરીની ફી ભરવા માટે પૈસાની જરૂર પડતા તે શાંતિલાલ પાસે ગઈ હતી અને તેણે મહિલા સાથે અડપલાં કરી શારીરિક સંબંધ બાંધશે તો જ રૂપિયા આપશે તેવું કહીને દુષ્કર્મ આચર્યુ હતુ.

આ પણ વાંચોઃ સરકારે ટેકાના ભાવ ઓછા જાહેર કરતા ખેડૂતોમાં રોષ

વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી


ત્યારબાદ પટેલ સમાજના અગ્રણી શાંતિલાલે મહિનામાં જુદા-જુદા બહાને બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને મોબાઈલમાં વીડિયો ક્લિપ બનાવી હતી. ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે, અંતે મહિલાએ કંટાળીને સમગ્ર ઘટનાની જાણકારી પતિને આપી હતી અને સમગ્ર મામલો સમાધાન માટે અગ્રણી પાસે ગયો હતો. ત્યારે અગ્રણીએ દબાણ કર્યુ હતુ. જેને લઈને ઓક્ટોબર 2022માં મહિલાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને રજા આપ્યા બાદ 20 ઓક્ટોબરે આ ઘટના મામલે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદને આધારે સમાજના અગ્રણીની ગઈકાલે રાતે ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन