Home /News /surat /

Surat: સુરતના હજીરા વિસ્તારમાં ક્રૂર અત્યાચારનો મામલો સામે આવ્યો, બળદ ઉપર જલદ પ્રવાહી છાંટ્યું

Surat: સુરતના હજીરા વિસ્તારમાં ક્રૂર અત્યાચારનો મામલો સામે આવ્યો, બળદ ઉપર જલદ પ્રવાહી છાંટ્યું

આ ઘટનાની જાણ થતાં બળદને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.

Surat News: આ ઘટનાની જાણ થતાં બળદને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતાની સાથે જ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. જો કે પશુ પ્રાણીઓ દ્વારા આ મામલે સુરતના હજીરા પોલીસ મથકમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ ...
સુરત (Surat)માં હજીરા વિસ્તારમાં મુંગા પશુ બળદ (Ox)ઉપર ક્રૂર અત્યાચાર આચરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે આ પૃથ્વી ઉપર આચરવામાં આવેલી ક્રૂરતાનો વિડીયો (viral Video) સોસાલ મીડિયામાં વાઇરલ થતાં પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુંગા પશુ પર આચરવામા આવેલી આ ક્રૂરતા લઈને પશુપ્રેમીઓ દ્વારા સુરતના હજીરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મનુષ્ય આવેશ અને ક્રૂરતા આવીને ન કરવાનું કરી બેસતા હોવાના ઘણા મામલા જોયા મળ્યા છે ત્યારે આજે એક એવા મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના છેવાડે આવેલા હજીરા વિસ્તારના દામકા ગામના દરજી ફળિયામાં છેલ્લા લાંબા સમયથી એક બળદ બિનવારસી હાલતમાં ફરતો હતો. જો કોઈ વ્યક્તિ દ્વારા આ બળદ ઉપર ક્રૂર અત્યાચાર આચરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં બળદ ગંભીર રીતે દાઝેલી હાલતમાં હોવાનું જોવા મળી રહ્યું હતું.

આ પણ વાંચો- અમદાવાદ પહોંચતા જ ઔવેસીએ કહ્યું- બાબરી મસ્જિદ ખોઇ છે હવે બીજી કોઇ મસ્જિદ અમે નહી ગુમાવીએ

તપાસ કરતા કોઈ વ્યક્તિ દ્વારા બળદ પર જલદ પ્રવાહી છાંટ્યું હતું. આ બળદને સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને આ બળદ ગંભીર રીતે દાઝી ગયેલો હોવાનું જોવા મળી રહ્યું હતું. જોકે વીડિયો વાયરલ થતાની સાથે પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે લોકોના મનમાં એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે કે, આ બળદ સાથે એવું તો શું થયું હતું કે તેના ઉપર જસદ પ્રવાહી સાથે તેને સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Surat Police: કાડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ થતા મહિલાઓએ ફટાકડા ફોડી ઉઝવણી કરી

આ ઘટનાની જાણ થતાં બળદને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જે રીતે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતાની સાથે જ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. જો કે પશુ પ્રાણીઓ દ્વારા આ મામલે સુરતના હજીરા પોલીસ મથકમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ ઘટનાને અંજામ આપે છે તેની રાહ જોઇને લોકોમાં રોજ જોવા મળી રહ્યો હતો ત્યારે બળદ છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં બિમાર હાલતમાં હોવાને લઇને કોઈ ગામના જ હોય તેવું પોલીસનું માનવું છે જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Animals, Gujarati news, Surat crime Surat News, Surat news

આગામી સમાચાર