Home /News /surat /Organ Donation: દિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

Organ Donation: દિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. પવન મહાવીર જૈન અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે.

પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જ્યારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો. પવનભાઈના પરિવારમાં તેમની પત્ની પુષ્પા 65 વર્ષ, પુત્ર દીપક 40 વર્ષ, બે પુત્રીઓ પૂજા 39 વર્ષ અને પ્રીતિ 37 વર્ષની છે.

વધુ જુઓ ...
દિગંબર જૈન સમાજના બ્રેઈનડેડ (Brain dead) પવન મહાવીર જૈનના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન (Organ donation) કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળ ગામ પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ સુરત (Surat Organ donation) વિધાતાનગર સોસાયટી, પુણાગામ ખાતે રહેતા પવન મહાવીર જૈન ગુરુવાર તા.26 મેં નારોજ સવારે નાસ્તો કરી બેઠા હતા ત્યારે બ્લડપ્રેસર વધી જવાથી અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.  જોકે શુક્રવાર તા.27 મે નારોજ ન્યુરોફીસર્જન  ન્યુરોફીજીશિયન  ઇન્ટેન્ટસીવીસ્ટ  મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પવનભાઈને બ્રેનડેડ જાહેર કરતા કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખનો ટેલીફોનીક સંપર્ક કરી પવનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલ સાથે રહી પવનભાઈના પુત્ર દીપક, જમાઈ વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જ્યારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો. પવનભાઈના પરિવારમાં તેમની પત્ની પુષ્પા 65 વર્ષ, પુત્ર દીપક 40 વર્ષ, બે પુત્રીઓ પૂજા 39 વર્ષ અને પ્રીતિ 37 વર્ષની છે.

આ પણ વાંચો- PM નરેન્દ્ર મોદીએ કહ્યું,'હું CM હતો ત્યારે ભારત સરકારને ચીઠ્ઠી લખતો હતો પરંતુ મારું કોઈ સાંભળતુ ન હતું'

SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા છે. બંને કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે સ્વીકાર્યું. જ્યારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું છે.
દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાલીયા, ભરૂચના રહેવાસી 22 વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી 28 વર્ષીય યુવતીમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 53 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જયારે બંને ચક્ષુઓ માંથી એક ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 68 વર્ષીય મહિલામાં, બીજા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ 54 વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પિટલમાં ડૉ.સંકીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- BCA પાસ યુવતી CTM વિસ્તારમાં વેચી રહી છે પાણીપુરી

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. પવન મહાવીર જૈન અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1014 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 426 કિડની, 182 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 328 ચક્ષુઓના દાનથી કુલ 927 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Organ donation, Organ Donation in Surat, Surat news, Surat Organ Donation

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો