ગુજરાતમાં દારુબંધી (Gujarat Darubandhi) હોવા છતાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારુ (Chemical alcohol) વેચાય છે. સુરતમાં ન્યુઝ 18 ગુજરાતીની ટીમે કરેલી રીયાલીટી ચેકિંગમાં તાપી નદી કિનારે (Tapi River) પાંચ જેટલી દેશી દારુની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સિંગણપુર વિસ્તારમાં દેશી દારુ ગાળવાનું કામ ચાલી રહ્યુ છે. સુરત પોલીસને જે કામ કરવાનું છે તે ન્યુઝ 18 ગુજરાતીની ટીમે કર્યું છે અને વર્ષોથી ચાલતી દારુની ભઠ્ઠીઓ શોધી કાઢી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પર પ્રતિબંધ છે પણ ગુજરાતમાં ખુલ્લેઆમ કેમિકલ યુક્ત દારૂ વેચાય છે કે જેનું ઉદાહરણ તાજુ જોવા સુરતના તાપી નદી કિનારે જોવા મળ્યું છે. જ્યાં એક બે નહિ પણ એક સાથે પાંચ જેટલી ભઠ્ઠી ચાલતી હોવાનો ન્યુઝ ગુજરાતીની ટીમે ખુલાસો કર્યો છે.
24 કલાક પહેલા જ ગુજરાતના ભાવનગર ખાતે આવેલા બોટાદ ખાતે જે રીતે કેમિકલ કાંડ થયું છે તેમાં 31 લોકોના મોતના સમાચાર મળતા સમગ્ર ગુજરાતમાં દારૂના અડ્ડા ઉપર પોલીસને તવાઇ બોલાવી છે ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડા ઉપર કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી રહી નથી. સવાર થતાની સાથે જ શહેરમાં વેચાતા દેશી દારૂમાં દાવોના વીડિયો તો વાયરલ થયા પણ સુરતના સિંગલપુર વિસ્તાર એટલે કે તાપી નદી કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ વગર રોકટોક દેશી દારૂનું ગાળવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ન્યુઝ ગુજરાતીની ટીમ પહોંચી હતી.
રિયાલિટી ચેક કરવા સિંગણપુર વિસ્તારમાં આવેલા તાપી નદીના પાડા પાસેના બાવળની જાળીનીમાંથી એક બે નહીં પણ પાંચ કરતાં વધુ દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. અહીંયા ન્યુઝ18 ની ટીમ જોતા અને સાથે જ બુટલેગરો ભટ્ટી મૂકી ફરાર થઈ ગયા હતા. જોકે દારૂ બનાવવા માટે ગોળના મિશ્રણના એક બે નહીં પણ 50 કરતાં વધુ કાર્બાઇડ મળી આવ્યા હતા અને પાંચ જેટલી ભટ્ઠીમાં દારૂ ગળાઈ રહ્યો હતો. આ એવી જગ્યા છે કે જ્યાં 500 મીટર નીચે જાળીમાં ઉતર્યા બાદ જ આ ભઠ્ઠી જોવા મળી શકે છે. જો કે અહીંયા વર્ષોથી આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી ત્યારે ન્યુઝ ગુજરાતીની ટીમ દ્વારા આ દેશી દારૂ કાઢવાની આ ભઠ્ઠી તો શોધી કાઢી હતી સાથે સાથે પટ્ટીનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર