Home /News /surat /

સુરત: મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ, વેપારી લોબીમાં ફફડાટ

સુરત: મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ, વેપારી લોબીમાં ફફડાટ

બાઈક પર આવેલા શખ્સોએ વેપારી પર ફાયરિંગ કર્યું

વેપારીની સાથે અંગત અદાવતને લઈને કે પછી અન્ય કોઈ કારણોસર વેપારી પર ફાયરિંગ થયું છે કે કેમ, તે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે

સુરત: સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર નજીક મોર્નિંગ વોક કરી રહેલા એક વેપારી પર ફાયરિંગ (Firing)ની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા શખ્સોએ વેપારી પર ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે (police) ગુનો નોંધી આરોપીઓેને (criminal) ઝડપી પાડવા ચક્રગતિ માન કર્યા છે.

આ ઘટનામાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મોર્નિંગ વોક કરી રહેલા વેપારી પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં વેપારીને ખભાના ભાગે ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર વખતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, સમગ્ર ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ અને એસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ છે. ફાયરિંગ કોણે કર્યું અને વેપારી પર ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીની સાથે અંગત અદાવતને લઈને કે પછી અન્ય કોઈ કારણોસર વેપારી પર ફાયરિંગ થયું છે કે કેમ, તે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

જોકે, સામાન્ય રીતે આ વિસ્તારમાં આવી ઘટના પહેલા કોઈ દિવસ બની નથી ત્યારે ફાયરિંગના પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસે આ ઘટના મામલે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ કેસ ઉકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Firing, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन