Home /News /surat /

સુરત: બસ સ્ટોપ પર ઊભેલી બસમાં આગ લાગતા અફરાતફરી, જુઓ વીડિયો

સુરત: બસ સ્ટોપ પર ઊભેલી બસમાં આગ લાગતા અફરાતફરી, જુઓ વીડિયો

સુરત સિટી બસમાં આગ.

Surat city bus fire: આગને કારણે જાનહાનીના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બસોમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે.

  સુરત: સુરત શહેરમાં સિટી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. બનાવ સુરતના સરથાણા (Sarthana area) વિસ્તારનો છે. બસ જ્યારે સ્ટોપ પર ઊભી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ બસ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયરનો સ્ટાફ (Surat fire brigade) દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્ય હતો. આગને કારણે જાનહાનીના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બસોમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે.

  ગુજરાતના અન્ય અપડેટ્સ:


  ઉકાઇ ડેમમાંથી તાપીનાં નદીએ લીધું રૌદ્ર સ્વરૂપ


  રાજ્યમાં આ મોસમમાં સાર્વત્રિક (Gujarat rain) વરસાદ વરસી રહ્યો છે. જ્યારે થોડા દિવસથી વરસાદે થોડી રાહત આપી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને (rain forecast) કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ (rain red alert in Gujarat) આપવામાં આવ્યું છે. તો આ સાથે ઉકાઇ ડેમમાં (Ukai dam) પણ પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલ ઉકાઇ ડેમમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. આ સાથે ડેમના 13 દરવાજા 10 ફુટ સુધી ખોલી 1,99,307 ક્યુસેક પાણી તાપી નદીમાં (tapi river) છોડાઇ રહ્યું છે. જેના કારણે તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને કાંઠા વિસ્તારનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

  જૂનાગઢ: રોપવેની ટિકિટના દરમાં થયો ઘટાડો,


  જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર અંબાજી (Ambaji) સુધી હાલ રોપવે સેવા (Ropeway service) ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર (GST rates) કર્યો છે. નવા ફેરફાર 18મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપવેની ટિકિટ (Ropeway ticket) પર 18 ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો 12 ટકાન ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)


  અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ સાથે શાળામાં ભેદભાવ!


  બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના કાંકરેજ (Kankarej)માં અનુસૂચિત જાતિના બાળકો (Scheduled Caste students) સાથે શાળામાં ભેદભાવ રાખવાની ઘટના સામે આવી છે. કાંકરેજની આંગણવાડા (Anganwada) શાળામાં વાલ્મિકી પરિવારના બાળકોને અન્ય બાળકોથી અળગા રખાતા તેમજ મધ્યાહન ભોજન વખતે શાળાના અન્ય બાળકોથી અલગ બેસાડતા હોવાના આક્ષેપો સાથે બાળકોની માતાએ ન્યાયની અપેક્ષા સાથે વીડિઓ વાયરલ કર્યા બાદ શિહોરી પોલીસ મથકે શાળાના આચાર્ય સામે ફરિયાદ નોંધાવતા હડકંપ મચી જવા પામ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: આગ, ગુનો, પોલીસ, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन